વોરન બફેટ દરરોજ પાંચ કેન કોક પીવે છે : અનેક અબજોપતિ પણ ખાવાના શોખીન
જ્યારે વિશ્વભરના ધનકુબેરો અને તેમની સિદ્ધિઓની વાત આવે છે ત્યારે અબજોપતિ વોરેન બફેટનું જીવન એક પ્રેરણારૂપ છે પરંતુ તેમનો આહાર સંપૂર્ણ રીતે કેવી રીતે જીવી લેવું તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. થોડા વર્ષો પહેલા પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ બફેટ દરરોજ 5 કેન કોક પીવે છે અને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત ચિકન નગેટ્સ ખાય છે. તેઓ ડેઝર્ટ માટે ડેરી આઈસ્ક્રીમ ખાવાનું પણ પસંદ છે.
તેમણે 2015માં જણાવ્યું હતું કે, તેમની દૈનિક કેલરીના વપરાશમાં કોકનો હિસ્સો 25% છે. કોક ઉપરાંત તેમને બટાકાની ચિપ્સ જેવા મીઠાવાળા ખોરાક ખાવાનો શોખ છે.જો કોઈએ મને કહ્યું હોય કે હું જે ખાવાનું પસંદ કરું છું તે ખાવાને બદલે જો મેં આખી જીંદગી બ્રોકોલી અને બીજી કેટલીક વસ્તુઓ સિવાય બીજું કંઈ ન ખાધુ તો હું એક વર્ષ વધુ જીવી શકીશ તો હું કહીશ કે મારા જીવનના અંતથી અમુક વર્ષોથી કાઢી નાખો અને મને જે ખાવાનું ગમે છે તે મને ખાવા દો, તેવું તેમણે જણાવ્યું હતું. હું હંમેશા લોકોને કહું છું કે, હું છ વર્ષનો હતો ત્યાં સુધીમાં મને ખાવાનું ગમે છે તે બધું જ મળી ગયું. મને લાગે છે કે ખુશીઓથી ઘણો ફરક પડે છે.
જ્યારે હું મને ગમતી વસ્તુઓ આરોગું ત્યારે મને જે ખુશી મળે છે તેના લીધે હું મારું જીવન ખુશીથી જીવું છું. દરરોજ 5 કેન કોક પીવાથી કાર્બોહાઈડ્રેટ સહેજ પણ વધતું નથી.બફેટ એકલા નથી કે જેઓ બિનપરંપરાગત આહાર લેતા હોય. વર્જિન જૂથના સ્થાપક રિચાર્ડ બ્રેન્સન દરરોજ 20 કપ ચા પીવે છે. અહેવાલ મુજબ જેફ બેઝોસના નાસ્તામાં બટાકા, બેકન, લીલું લસણનું દહીં અને પોચ કરેલા ઈંડા સાથે ઓક્ટોપસનો સમાવેશ થાય છે. રોકાણકાર માર્ક ક્યુબનના નાસ્તામાં કૂકીઝનો સમાવેશ થાય છે. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ એક દિવસમાં ત્રણથી ચાર કેન ડાયેટ કોક પીવે છે. એલોન મસ્ક દરરોજ સવારે નાસ્તામાં ડોનટ લે છે, જે તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું.