મહિલા અને પુરૂષના દામ્પત્ય જીવનની કુદરતી વ્યવસ્થામાં વિક્ષેપ કરી અકુદરતી રીતે સજાતીય જોડા સૃષ્ટિ વિરુધ્ધ જ નહીં, સંસ્કૃતિ, ધર્મ અને માનવ રચના વિરુધ્ધની વિકૃતિઓ ક્યારેય સ્વિકાર્ય ન જ બનવી જોઇએ
લગ્ન વ્યવસ્થા માનવ સમાજ માટે એક એવું આશિર્વાદ છે કે જે અસ્તિત્વ, સંસ્કૃતિ અને સંસ્કારને કાયમ સજીવન રાખવા માટે નિમિત બને છે. માનવ સંસ્કૃતિ સભ્યતાના વિકાસમાં જ્યારે જ્યારે સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જાય અને સંસ્કારમાં વિકૃતિઓ અને જાતીય સંબંધોમાં કુદરતી નિયમોનો લોપ થઇ જાય ત્યારે આખી સભ્યતા અને સંસ્કૃતિ નાશ થઇ જાય તેવા ઘણા યુગાન્ત આ પૃથ્વી પર આવીને ચાલ્યા ગયાં.
ભારતીય સંસ્કૃતિમાં લગ્નની આદર્શતાના વિકલ્પોની ચર્ચા અને પાશ્ર્ચત્ય સંસ્કૃતિની અસર હેઠળ સજાતીય સંબંધો જેવી વિકૃતિની સ્વિકૃતિ માટે દલીલો અને ક્યાંક આવા સંબંધોના અસ્તિત્વ માટે ખેંચતાણ થાય છે ત્યારે દિલ્હીની હાઇકોર્ટે સજાતીય લગ્નને કોઇપણ સંજોગોમાં સ્વિકાર્ય ન જ કરી શકાય તેવી સરકારે તાકીદ કરી છે.
લગ્નએ કુદરતી રીતે મહિલા અને પુરૂષની જૈવિક રચનાને લઇને બાયોલોજીકલ રીતે પુરૂષ અને મહિલા વચ્ચે જ શક્ય છે. ભારતીય કાયદામાં પણ મહિલા અને પુરૂષ સિવાયના લગ્નને સ્વિકૃતિ નથી.
દિલ્હી હાઇકોર્ટમાં મહિલા અને પુરૂષ વચ્ચેના લગ્નની કાયદેસરતા અંગે સોલ્યુશિટર જનરલ તુષાર મહેતાએ સજાતીય સંબંધો અંગે દાખલ કરેલી અરજીને ગ્રાહ રાખી મુખ્ય ન્યાયમૂર્તિ ડી.એન. પટેલ અને જ્યોતિસિંઘે સજાતીય લગ્નની હિમાયત કરતી અરજીને ફગાવી દીધી હતી.
કોર્ટમાં સજાતીય વ્યક્તિઓ વચ્ચે સજાીયત લગ્નને માન્યતા માટે સુનાવણી થઇ હતી. નવતેજસિંઘ જોહર કેસમાં હોમોસેક્સુઅલ કાયદાને લગ્નમાં લાગૂ ન કરી શકાય અદાલતે ભાર પૂર્વક જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં કોઇપણ સંજોગોમાં સજાતીય લગ્નને મંજૂરી ન જ મળી શકે.
અદાલતે જણાવ્યું હતું કે આ બાબતમાં કેન્દ્ર સરકારે નાગરિક ધારા કે નાગરિક અધિકારોની હિમાયત માટે કોઇ જવાબ આપવાની જરૂર નથી. હાઇકોર્ટની સંયુક્ત ખંડપીઠે ધારાશાસ્ત્રી કરૂણા નંદીને સાંભળી હતી અને પોતે કરેલા લગ્ન અંગેના રજીસ્ટ્રેશન થયું ન હોવાની અને નાગરિક ધારામાં જાતિ અને વર્ગની વ્યાખ્યા અંગે દલીલો કરી હતી. વરિષ્ઠ ધારાશાસ્ત્રી સૌરભ ક્રિપાલે સુપ્રિમ કોર્ટના ચુકાદાને લઇ સજાતીય સંબંધો કે એક જ લીંગના બે વ્યક્તિઓ વચ્ચે લગ્ન નિષેધ અંગે ચર્ચા કરી હતી.
હાઇકોર્ટે પોતાના અંતિમ ચુકાદામાં જણાવ્યું હતું કે સ્પેશ્યલ હિન્દુ અને વિદેશી લગ્ન ધારામાં બંને પક્ષકારોને જવાબ આપવાની હિમાયત કરી 30 નવેમ્બર સુધી જવાબ આપવા કહ્યું હતું. અરજદારે અમેરિકામાં બે પુરૂષો વચ્ચે લગ્ન થયાં હોવાનું અને વિદેશી લગ્નધારા મુજબ આ લગ્નને માન્યતા આપવા દલીલ કરી હતી.
અન્ય એક અરજદારે પણ હિન્દુ મેરેજ એક્ટ સજાતીય સંબંધોના નિષેધ અંગે પોતાનો પક્ષ રાખ્યો હતો. કેન્દ્ર સરકારે સજાતીય લગ્ન અંગે કોર્ટમાં વિવિધ અરજીઓની સુનાવણી અંતે સ્પષ્ટ મતવ્યક્ત કર્યો હતો કે કુદરતી નિયમોને ઉપરવટ જઇ સજાતીય સંબંધોને માન્યતા ન જ આપી શકાય.