જાહેરાતો થકી મેળવાતી આવકો અને તેના હિસ્સાની વહેચણી તો બીજી બાજુ આઈટીના નવા નિયમોને લઈને છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયા જાયન્ટસ વિવાદમાં રહેલા છે. ત્યારે આવા સમયે ગૂગલ અને ફેસબુક દ્વારા એક આશ્ચર્ય પમાડે તેવુ નિવેદન આપ્યું છે. કોરોના મહામારીની અસરતળે નાના ન્યુઝ પબ્લિસર્સને પણ ફટકો પડયો છે આથી આવા સમાચાર પ્રકાશકોને સ્થાનિક સમાચારો માટે ગૂગલ અને ફેસબુકે સાથે મળી રૂપિયા 4200 કરોડ ખર્ચ્યા હોવાનું આ ટેક કંપનીઓએ જણાવ્યું છે.
પરંતુ આ પરથી એવા પ્રશ્નો ઉભા થયા છે કે આ 4200 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું તો ગયું ક્યાં?? આ ટેક જાયન્ટ્સ ગુગલ-ફેસબુકની ઘોષણા મુજબ હજારો મીડિયા આઉટલેટ્સને તથ્ય ચકાસણી અને રિપોર્ટિંગથી લઈને તાલીમ સુધીની દરેક બાબતો માટે આર્થિક અને અન્ય ટેકો આપ્યો હતો. કેટલાક પ્રકાશકોને જાહેરાતની આવકમાંથી પણ આવશ્યક યોગદાન આપ્યું છે. પરંતુ આ સામે કેટલાંક મીડિયા વિશ્લેષકો અને સમાચાર વ્યવસાયિક અધિકારીઓએ આ જાહેરાતને પાયા વિહોણી ગણાવી છે. તેમણે જણાવ્યું છે કે ટેક
કંપનીઓને ડિજિટલ જાહેરાત માટે ફટકો પડયો હોવાથી સમાચાર પ્રકાશકોને કોઈ ભંડોળ આપ્યું નથી. ગૂગલ અને ફેસબુકની વર્ષ 2020માં યુ.એસ. ડિજિટલ એડવર્ટાઇઝિંગ આવક કુલ આવકના 54% જેટલી હતી.
માર્કેટ રિસર્ચ કંપની ઈ માર્કેટરે કહ્યું કે ગુગલ અને ફેસબુક એમ આ બંને તકનીકી કંપનીઓ વિશ્વભરમાં સમાચારો માટે વળતર, તેમજ નિયમનકારો અને પ્રકાશકોને આવક વહેંચણીને લઈ લડતનો સામનો કરી રહી છે. વૈશ્વિક ભાગીદારીના કંપનીના ડિરેક્ટર બેન મોનીએ જણાવ્યું કે “ગુણવત્તાયુક્ત પત્રકારત્વ અને તેની મહેનત પ્રમાણે રકમ ચૂકવવી એ અનિવાર્ય છે.