આપણે કદાચ સમય અને સ્થિતિ પ્રમાણે રંગ બદલતા કાચીડાને જોયા હશે અને વાત તો અવશ્ય સાંભળી જ હશે પણ હવે રંગ બદલવા સાપથી પ્રજાતિ મળી આવી છે. રાઉન્ડ આઇસલેન્ડ ખાતે રંગ બદલતા સાપ જોવા મળ્યા છે. આ સાપ દિવસ દરમિયાન નિષ્ક્રીય હોય ભારે કાળા રંગનો દેખાય છે અને રાત્રી દરમિયાન ખુબ જ સક્રિય હોય ત્યારે આછા રંગનો બની જાય છે.
રંગ બદલતા પ્રજાતિના સાપનું મોં વધુ ખુલી શકેઅને તેના જડબાઓ એટલા મજબુત હોય છે કે પ્રિય ખોરાક કાચીંડા અને ગરોળી જેવા વન્ય જીવોને સારી રીતે પકડી શકે છે ને ખાઇ શકે છે.
એક વખત આખા મોરેશ્યસમાં આવા સાપ જોવા મળ્યા હતા. પણ ભૂંડ, ઉંદર તથા તૃણલક્ષી પ્રાણીઓના આગમનથી આવા પ્રજાતિના સાપની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. હાલ આ રંગ બદલતા સાપ માત્ર રાઉન્ડ ટાપુ પર જ જોવા મળે છે. રંગ બદલતા સાપનું અસ્તિત્વ ૬.૫ કરોડ વર્ષ પહેલાનું એટલે કે ડાયનાસોપના અસ્તિત્વ સમય પૂર્વનું છે. સાપ મોટા ભાગે નાના બચ્ચાને જન્મ આપે છે જો કે રાઉન્ડ ટાપુમાં જોવા મળતા સાપ ઇંડા મુકે છે. આ ટાપુ પર આવા સાપની વસ્તી ઘટતા અને ૫૦૦ જેટલા થઇ જતાં આવા સાપને આઇયુસીએનની યાદમાં લુપ્ત થતી પ્રજાતિમાં મુકવામાં આવી છે. રાઉન્ડ ટાપુ વિસ્તાર પ્રવાસીઓ માટે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો છે. આ વિસ્તારમાં વૈજ્ઞાનિકો અને પર્યાવરણ રક્ષકો જ જઇ શકે છે. મોરેશ્યસ વાઇલ્ડ લાઇફ ફંડ સાથે રહીને કામ કરતા પર્યાવરણ રક્ષણના કામ કરતા ડુરેલ કનઝવેશન ટ્રસ્ટે રાઉન્ડ ટાપુ પર સાપની વસ્તી વધારવા ધુસી ગયેલા બકરીઓ અને સસલાને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા છે અને કુદરતી છોડ વગેરેને રોપવાનું શરૂ કર્યુ છે. રાઉન્ડ ટાપુ પર થયેલા સંરક્ષણ કાર્યના ફળ મળ્યા છે. અને કાચીંડા વગેરેની વસ્તીમાં વધારો થયો છે. ખોરાક મળતા આવા સાપની વસ્તીમાં પણ વધારો થવાથી શકયતા છે.