ગુગલને ચાલુ વર્ષમાં ૨૮.૬ બિલીયન ડોલરનો ફટકો પડશે જયારે ફેસબુકને ૧૫.૧૭ બિલીયન ડોલરનો ફટકો પડે તેવી શકયતા
વૈશ્ર્વિક સ્તર પર કોરોનાને લઈ અનેકવિધ ઉધોગો બંધ થઈ ગયા છે ત્યારે સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક અને ગુગલને પણ કોરોના વાયરસ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ફેસબુક અને ગુગલને કોરોના વાયરસનાં કારણે અંદાજે ૩.૨૫ લાખ કરોડ રૂપિયાથી તે કોરો ધાકડ કરી દેશે તેવી શકયતા સેવાઈ રહી છે. આ સ્થિતિમાં એડવર્ટાઈઝમેન્ટ કરતી કંપનીઓને થતી અસર સીધી રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ પહોંચી છે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેંક તથા ફાયનાન્સીયલ સર્વિસ કંપનીઓ દ્વારા ગુગલનો વર્ષ ૨૦૨૦માં નેટ રેવન્યુ ૧૨૭.૫ બિલીયન ડોલર રહેશે તેવી શકયતા સેવાઈ રહી છે જે ગત વર્ષની સરખામણીમાં ૨૮.૬ બિલીયન ડોલર ઓછી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
માત્ર ગુગલ જ નહીં પરંતુ કોરોના ફેસબુકને પણ અસરકર્તા સાબિત થયું છે જેમાં વર્ષ ૨૦૨૦માં ફેસબુક કુલ ૬૭.૮ બિલીયન ડોલરની રેવન્યુ એકત્રિત કરશે જેમાં ચાલુ વર્ષે ૧૫.૭ બિલીયન ડોલરનો ઘટાડો નોંધાઈ તેવું પણ માનવામાં આવે છે. ફાયનાન્સીયલ સર્વિસ કંપની દ્વારા મળતી વિગતો મુજબ ૨૦૨૧માં ફેસબુક અને ગુગલની આર્થિક સ્થિતિમાં અનેકગણો સુધારો જોવા મળશે જેમાં ૨૩ ટકાના ગ્રોથ સાથે ફેસબુક ૮૩ બિલીયન ડોલરની કમાણી કરશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૦માં બાકી રહેતા ૯ માસમાં ગુગલ ૫૪.૩ બિલીયન ડોલર ઓપરેટીંગ ઈન્કમ તરીકે વસુલ કરશે જયારે ફેસબુક ૩૩.૭ બિલીયન ડોલર ઓપરેટીંગ ઈન્કમ તરીકે વસુલ કરશે. જયારે ફાયનાન્સીયલ સર્વિસ કંપની કોવેન એન્ડ કંપનીએ ટવીટરમાં પણ ૧૮ ટકાનો ઘટાડો નોંધાશે તેવી શકયતા સેવી છે.
નોવલ કોરોના વાયરસ થકી જે રીતે સમગ્ર ઔધોગિક ક્ષેત્ર જે મંદ હાલતમાં જોવા મળે છે તેનાથી ફેસબુકને ઘણી ખરી અસર પણ પહોંચી છે. ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી વધુ જાહેરાત ફેસબુક ઉપર જોવા મળતી હતી પરંતુ કોરોનાના પગલે આ આંકડામાં અનેકગણો ઘટાડો નોંધાયો છે જેથી ફેસબુકને એડવર્ટાઈઝમેન્ટ થકી ઘણી નુકસાની પહોંચી છે અને આવનારા દિવસોમાં આ જ પરિસ્થિતિ રહેશે તેવું પણ માનવામાં આવે છે. વૈશ્ર્વિક સ્તર પર પાંચમાં ભાગનાં લોકો લોકડાઉન પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે અને જે ઔધોગિક એકમો જે રીતે ચાલે છે તે ગતિમાં પણ હાલ મંદી જોવા મળી રહી છે તેનાથી માત્ર ઉધોગો જ નહીં પરંતુ વિશ્ર્વ આખામાં પ્રવર્તીત રહેલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ ઘણી ખરી વિપરીત અસર પહોંચી છે ત્યારે જોવાનું એ રહ્યું કે, ચાલુ વર્ષ સોશિયલ મીડિયા માટે અત્યંત કષ્ટદાયી નિવડશે.