આપણા સ્વાસ્થ્ય માટે અધુરી ઉંઘ જીવનમાં દરેક પરેશાની અને બિમારીઓને આવકારે છે. તેમજ પુરતી ઉંઘ સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.
જે મનને તાજગી, તંદુરસ્ત રહેવામાં ઉપયોગી નીવડે છે. પરંતુ અપુરતી ઉંઘ લેવાથી, કેંસર જેવી પણ બિમારી થવાની શક્યતા થાય છે. જે મોટે ભાગે પુરુષોમાં વધારે જોવા મળે છે. વૈજ્ઞાનિક સંશોધનના દાવા પર જે પુરુષોને મેલાટોનિનની માત્રા વધારે હોય છે. જેથી ઓછી માત્રાની તુલનામાં ૭૫% પ્રોસ્ટેટ કેંસર થવાની આંશકા ઓછી હોય છે.
અપુરતી ઉંઘ જીવનમાં યાદશક્તિને કમજોર, ટેન્શન, માથાનો દુખાવો જેવી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
જે આપણા સ્વાસ્થ્યને હાનિકારક છે .તેમજ આપણે પુરતી ઉંઘ લેવી જીવનને ફ્રેશ અને દિમાગને સક્રિય રાખે છે. અને કામ કરવાની શક્તિને પણ આગળ વધારે છે.
ઉંઘ દરેક મનુષ્યને ઓછામાં ઓછી સાત કલાક લેવી હિતાવહ છે અને જે જીવનને તાજગીપૂર્ણ અને અનેક આવતી બિમારીયોને દૂર રાખવા મદદરૂપ બનશે.