મુંબઇની પ્રખ્યાત ફાઇવ સ્ટાર હયાત એજન્સી હોટેલના સ્ટાફના પગારના અભાવે અનિશ્ર્ચિત મુદ્ત સુધી બંધ કરવાના પગલે હોટેલ ઉદ્યોગ અને પરવાસન ક્ષેત્રે ભારે ચકચાર જાગી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સ્ટાફ અને મેન્ટેન્સના નાણા ભીડના કારણે આ નિર્ણય લેવાનું હોવાનુ મુંબઇ એરપોર્ટ નજીકની એશિયન હોટેલ વેસ્ટ લિમિટેડની માલિકીની હોટેલ હયાત એજન્સી દેશની સર્વશ્રેષ્ઠ હોટેલ પૈકીની એક માનવામાં આવે છે.
હોટેલના સંચાલકોએ સોમવારે કરેલી જાહેરાતમાં જનરલ મેનેજર હાર્દિક મારવાએ જણાવ્યું હતું કે હેડ ઓફિસમાંથી મેન્ટેન્સ માટેનું ભંડોળ ન આવતા આ નિર્ણય લેવામાં આવ્યું છે. મેનેજમેન્ટે હોટેલના તમામ સ્ટાફને આ અંગેની જાણકારી આપતાં કર્મચારીઓનો પગાર અને સંચાલન માટેની ગ્રાન્ટના અભાવે હોટેલ અનિશ્ર્ચિત મુદત સુધી બંધ કરી દેવામાં આવ્યુ હોવાનું જણાવ્યું હતું. આ નિર્ણય જો કે, નાણાંભિડ દૂર થાય ત્યાં સુધી હંગામી ધોરણે લેવામાં આવ્યો હોવાનું આશ્ર્વાસાત કરવામાં આવ્યુ હતું. આ હોટલ ક્યારે શરુ થશે તે હજુ નક્કી નથી.
દેશના હોટેલ ઉદ્યોગ મેનેજમેન્ટ સામે જાન્યુઆરી-2020થી આવી પડેલી કોરોના આફતે મરણતોલ ફટકા જેવી પરિસ્થિતિ ઉભી કરી હતી. પરવાસન ઉદ્યોગ અને હોટેલ ઉદ્યોગમાં લોકડાઉનની માઠી અસરનો સામનો કરવો પડ્યો હતો. મુંબઇ દેશની આર્થિક રાજધાની ગણવામાં આવે છે દિલ્હી પછી મુંબઇનો હોટેલ ઉદ્યોગ માખબર ગણાય છે. મહારાષ્ટ્રમાં અત્યારે કોરોનાના નવા કેસો ઘટી રહ્યાં છે. સોમવારે 10219નો સૌથી ઓછો આંકડો આવ્યો હતો.