- રાજ્યના 2,168 થેલેસેમિયા દર્દીઓમાંથી 876 દર્દીઓ એકલા અમરેલી જિલ્લામાં નોંધાયા
રાજયમાં થેલેસેમીયાના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.વર્ષ 20-21 માં દર્દીઓની સંખ્યા 1584, 21-22 માં 1967 હતી. જે વર્ષ 22-23 માં 2168 થઈ છે.રાજ્ય સરકારના આંકડા અનુસાર, સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો થેલેસેમિયાના દર્દીઓમાં 40 ટકાનો હિસ્સો ધરાવે છે. માહિતિ અનુસાર ગુજરાતમાં નોંધાયેલા 2,168 થેલેસેમિયા દર્દીઓમાંથી 876 એકલા અમરેલી જિલ્લાના હતા. પોરબંદર, દાહોદ, અમદાવાદ અને મહેસાણા જિલ્લાઓ થેલેસેમિયાના દર્દીઓ ધરાવતા ટોચના પાંચ જિલ્લાઓમાં સામેલ છે.
સરકારી ડેટા 31 માર્ચ, 2023 સુધીમાં થેલેસેમિયાના દર્દીઓની સંખ્યા 2,168 હતી, પરંતુ થેલેસેમિયા દર્દીઓ સાથે કામ કરતા લોકોએ જણાવ્યું હતું કે રાજ્યમાં વાસ્તવિક સંખ્યા આ આંકડા કરતા લગભગ ચાર ગણી વધારે હોઈ શકે છે. થેલેસેમિયા જાગૃતિ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ખત્રીએ જણાવ્યું હતું કે, ” આ સંખ્યા એટલા માટે નથી જાણી શકાતી કારણ કે રાજ્ય સરકાર પાસે થેલેસેમિક દર્દીઓની કોઈ સત્તાવાર રજિસ્ટ્રી નથી. આ પ્રશ્નનું વધુ અસરકારક સમાધાન લાવવા માટે સરકાર પાસે આવા દર્દીઓની રજિસ્ટ્રી હોવી જરૂરી છે.
થેલેસેમિક દર્દીઓ સાથે કામ કરતા લોકોના મતે, અમરેલી રાજ્યના 40 ટકા થેલેસેમિક દર્દીઓ છે. જેના માટે બે સૌથી સંભવિત કારણો છે. એક ચોક્કસ સમુદાયના વ્યક્તિઓની વધુ સંખ્યા છે.ખત્રીએ જણાવ્યું હતું કે, લોહાણા, ઠક્કર, ભાનુશાલી, સિંધી અને પ્રજાપતિ સમુદાયના લોકોમાં થેલેસેમિયાનું પ્રમાણ વધુ છે અને મુસ્લિમોમાં પણ અન્ય સમુદાયના લોકોની સરખામણીએ છે. બીજું કારણ એ હોઈ શકે કે જિલ્લામાં નિવારણ કાર્યક્રમો અન્ય જિલ્લાઓમાં જેટલા અસરકારક ન હોય.
રાજ્યમાં થેલેસેમિક દર્દીઓની સંખ્યા અંગે ટિપ્પણી કરતાં ખત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં થેલેસેમિયાના દર્દીઓની વાસ્તવિક સંખ્યા 7,000 થી 8,000 ની વચ્ચે હોઈ શકે છે. “એકલા અમદાવાદમાં 400-500 દર્દીઓ રેડ ક્રોસમાં નોંધાયેલા છે, લગભગ 300 જલારામ ટ્રસ્ટમાં નોંધાયેલા છે, અન્ય 150 થેલેસેમિયા જાગૃતિ ફાઉન્ડેશનમાં નોંધાયેલા છે, અને 300 થી 400 ની વચ્ચે સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા છે.
થેલેસેમિયા નિવારણ કાર્યક્રમોમાં લગ્ન પહેલાંની તપાસનો સમાવેશ થાય છે જ્યાં રક્ત વિકૃતિ ધરાવતી બે વ્યક્તિઓને લગ્ન કરવાથી આ રોગ થવાની સંભાવના વધી જાય છે. ઉપરાંત જેઓમાં થેલેસેમિયા વધુ પ્રમાણમાં હોય તેમને ગર્ભપાત કરવામાં આવે છે. નિવારણ કાર્યક્રમોના અમલીકરણમાં રાજ્યના કેટલાક જિલ્લાઓ અન્ય કરતા વધુ સારા છે, નિષ્ણાતોએ જણાવ્યું હતું.