પ્રદૂષણે એક જ વર્ષમાં ૧૭ લાખ લોકોના ભોગ લીધા
દેશની જીડીપીને પ્રદૂષણે રૂ.૨.૬ લાખ કરોડનું નુકસાન પહોંચાડયું
આઈસીએમઆર અને પબ્લીક હેલ્થ ફાઉન્ડેશનના સંશોધકો દ્વારા કરાયો અભ્યાસ
જળ અને વાયુ પ્રદુષણના કારણે વર્ષ દાડે કરોડો લોકો કમોતને ભેટે છે. પ્રદુષણનાં કારણે પીવા લાયક પાણી અને શ્ર્વાસ લેવા લાયક હવા નથી. ત્યારે આઈસીએમઆર દ્વારા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જે મુજબ ૨૦૧૯માં વાયુ પ્રદુષણના કારણે ૧૭ લાખ લોકોના મોત થયાહતા. આખા વર્ષ દરમિયાન કુલ મોતના કિસ્સામાં વાયુ ૧૭.૮ ટકા મોત વાયું પ્રદુષણને કારણે થયા હતા.
ગત વર્ષ વાયુ પ્રદુષણે અર્થતંત્રને પણ રૂ.૨.૬ લાખ કરોડનું નુકશાન કર્યું હતુ જીડીપીનો ૧.૪ ટકા હિસ્સો વાયુ પ્રદુષણના કારણે ધોવાઈ ગયો હતો. ભૂતકાળની સરખામણીએ વાયું પ્રદુષણથી આરોગ્ય અને અર્થતંત્રને ખૂબ મોટુ નુકશાન થયું હતુ. દર વર્ષે વાયુ પ્રદુષણના કારણે દેશમાં લાખો લોકો ફેફસા, કિડની સહિતના રોગોનો શિકાર બને છે.
તાજેતરમાં ૩૦૦ જેટલા સંશોધકોની ટુકડી દ્વારા વાયુ પ્રદુષણથી થતા રોગ અને આર્થિક નુકશાન અંગે અભ્યાસ થયો હતો. જેમાં આઈસીએમઆર અને પબ્લીક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયા સહિતની સંસ્થાઓ જોડાઈ હતી. સંશોધકોએ દેશનાવિવિધ રાજયોનાં અભ્યાસ કરી આંકડા મેળવ્યા હતા. જેમાં ફલીત થયું હતુ. કે, જયાં માથાદીઠ જીડીપી વધુ છે. ત્યા પ્રદુષણનાં કારણે થતુ નુકશાન પણ વધું છે.
વાયુ પ્રદુષણના કારણે માનવજીંદગીઓ સાથે અર્થતંત્રને પણ ફટકો પડે છે. દરેક રાજયએ પ્રદુષણ ઘટાડવા માટે પગા લેવા જોઈએ માત્ર હેલ્થ સેકટર જ નહી પરંતુ પ્રદુષણની અસર અનેક ક્ષેત્રમાં સીધી કે આડકતરી થાય છે. દિલ્હીની કુલ વાર્ષિક આવકની સરખામણીમાં પ્રદુષણના કારણે ૧.૦૮ ટકાનું નુકશાન થયું હતુ. ઉતરપ્રદેશમાં ૨.૬ ટકા, બિહારને ૧.૯ ટકા અને મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનમાં ૧.૭ ટકા જીડીપીને નુકશાન થયું હતુ.
અર્થતંત્ર ઉપર લોકોની ખરાબ તબીયતનું ભારણ પણ પડતું હોય છે.વાયુપ્રદુષણના કારણે ફેફસાના રોગ વધ્યા છે. જીડીપીને થતા નુકશાનમાં ૪૦ ટકા હિસ્સો ફેફસાના રોગોનો છે. બાકીનાં ૬૦ ટકા હિસ્સો હૃદયરોગ, સ્ટ્રોક ડાયાબીટીસનો છે. વર્ષ ૧૯૯૦થી ૨૦૧૯ સુધી જયારે જયારે પ્રદુષણ ઘટયું છે. ત્યારે ત્યારે મોતનું પ્રમાણ ઘટયું હોવાનું અઆંકડા કહી રહ્યા છે. નોધનીય છે કે, વિશ્ર્વભમાં પ્રદુષણ સામે જંગ છેડવામાં આવી છે. પ્રદુષણને રોકવા માટે વિકસીત અને વિકાસશીલ દેશોએ સંધી કરી છે. પ્રદુષણથી ગ્રીન હાઉસ ઈફેકટ થતા દરિયાનું સ્તર વધ્યું છે. હિમશિલાઓ ઓગળી રહી છે. જેના માઠા પરિણામો નજીકનાં ભવિષ્યમાં જ ભોગવવા પડશે.તેવી ચેતવણી નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી હતી.