વાસનાને વિવેકથી પ્રભુના માર્ગમાં વાળવામાં આવે તો તે વાસના જ ઉપાસના બને અને મૂકિત મળે. મૂકિત મનની છે. આત્મા તો સદા મૂકત જ છે. વાસનાના બે પ્રકાર છે સ્થુળ વાસના અને સુક્ષ્મ વાસના, સ્થુળ વાસના ઈન્દ્રિયોમાં (જીભ-વગેરે)માં છે. આઠમા સ્કંધમાં સંતોનાં ચરિત્રો કહ્યા છે. જેથી સ્થુળ વાસના દુર થાય ત્યારે નવમાં સ્કંધમાં પ્રવેશ મળે. સુક્ષ્મવાસના બુધ્ધિમાં છે. આ નવમાં અધ્યાયમાં મન-બુધ્ધિમાં રહેલી સુક્ષ્મ વાસના દૂર કરવા માટે છે.
મનના માલિક ચંદ્રદેવ છે. અને બુધ્ધિના માલિક સૂર્યદેવ છે. આ બંનેની આરાધના કરે તેની બુધ્ધિગત વાસનાનો વિનાશ થાય બંને વાસનાઓનાં સંપૂર્ણ વિનાસ વગર ‘મોહ’નો વિનાશ થતો નથી અને મોહનો વિનાશ ન થાય ત્યાં સુધી મૂકિત મળતી નથી. જ્ઞાની પુરૂષો સંસારમાં સાચુ સુખ નથી એવો વારંવાર વિચાર કરે છે તે વિચારે છે કે શરીર છે, ત્યાં સુધી કદાચ સુખ સગવડની અપેક્ષા રહે છે, પરંતુ આ સુખ સગવડનો અંત-પરિણામ-દુ:ખમય છે. એમ માની તેને વિવેકથી ભોગવવા જોઈએ આત્માતો સદા મૂકત છે. પણ મન, બુધ્ધિને મૂકત કરવાના છે. મન-બુધ્ધિમાં સુક્ષ્મ રૂપે રહેલી વાસનાનો વિનાશ જલ્દી થતો નથી.
આપણુ લક્ષ્યબિંદુ શ્રીકૃષ્ણને મળવાનું છે. ઈશ્ર્વર સાથે એક થવાનું છે (આત્મા-પરમાત્માનું મિલન) ભગવાન સાથે તન્મય થવા માટે એક થવા માટે સુક્ષ્મ વાસનાનો વિનાશ કરવા માટે ભાગવતની કથા એક સાધન છે.કોઈ પણ સાધન કરો પણ સંસારના વિષયોનું વિસ્મરણ થાય અને ઈશ્ર્વર સાથે તન્મયતા થાય એજ સર્વ સાધનનું ફળ છે. સંસારના વિષયો (સ્વાદ-વગેરે) મનમાં ન આવે તેને મૂકિત સુલભ છે.
પ્રભુનું બનાવેલ જગત, ભજનમાં વિક્ષેપ કરતુ નથી પણ મનુષ્યે જે મનથી બનાવેલ જગત છે. તે ભજન (સાધન)માં વિક્ષેપ કરે છે.મનમાંથી તેણે બનાવેલ. ઉભા કરેલ જગતને કાઢી નાખવામાં આવે ત્યારે શ્રીકૃષ્ણ ત્યાં આવશે માલિકની રાસલીલામાં પ્રવેશ મળશે. કોઈ એક તેલની બરણીમાં વર્ષો સુધી તેલ ભરવામાં આવ્યું હોય પછી જો તેને સ્વચ્છ કરવા બરણી ચાર-પાંચ વખત ધોવામાં આવે તો પણ તેમાં ચીકાશ રહી જાય છે.
તેવી જરીતે આ આપણુ મસ્તક-બુધ્ધિ એ બરણી છે. આ બરણીમાં વર્ષો સુધી કામ-વાસના રૂપી તેલ-આપણે રાખતા આવ્યા છીએ. આ બુધ્ધિ રૂપી પાત્રમાં શ્રી કૃષ્ણરૂપી રસ રાખવાનો છે.
પણ જયાં સુધી બુધ્ધિમાં કામ-વાસનાની સહેજ પણ ચીકાસ હશે ત્યાં સુધી પ્રેમ રસ તેમાં રહેશે નહી બુધ્ધિ કંચન જેવી ચોખ્ખી થાય ત્યારે જ પ્રેમરસ, ભકિતરસ તેમાં કરશે (બગડશે નહીં) પરમાત્મા બુધ્ધિમાં આવે ત્યારે પૂર્ણ શાંતિ મળે છે બુધ્ધિમાં જયાં સુધી ઈશ્ર્વરનો અનુભવ ન થાય ત્યાં સુધી આનંદનો અનુભવ થતો નથી. નવમાં સ્કંધમાં બે પ્રકરણ છે સૂર્યવંશ અને ચંદ્રવંશ બુધ્ધિની શુધ્ધિ માટે સૂર્યવંશમાં રામચંદ્રનનું ચરિત્ર કહ્યું અને મનની શુધ્ધિ માટે ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણનું ચરિત્ર કહ્યું છે. રામાયણમાં રામચંદ્રજીના ચરિત્રનું વિગતવાર વર્ણન છે. પરંતુ રામચંદ્રજીનું ચરિત્ર અહિં ટુંકમાં ભાગવતમાં કહ્યું છે તે એટલા માટે કે તે બતાવે છે કે રામચંદ્રજીની મર્યાદાનું જે પાલન કરે અને કામ (રાવણરૂને મારે તેને કનૈયો મળે…