લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યુ

લોકરક્ષક દળ અને સબ ઈન્સપેક્ટરની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વની સૂચના લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યુ કે ઉમેદવારે એક જ વાર શારીરિક કસોટી આપવાની છે જો એક થી વધારે પ્રયાસ કરશે તો કાનૂની કાર્યવાહી થશે.

લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ IPS હસમુખ પટેલે જણાવ્યા અનુસાર કોલ-લેટરમાં આપેલી સૂચનાઓ બરાબર વાંચી લે. ઉમેદવારે એક જ વાર શારીરિક કસોટી આપવાની છે. બીજી વાર શારીરિક કસોટી આપવાનો પ્રયત્ન કરનાર ઉમેદવાર હાલની તથા સરકારની ભવિષ્યની ભરતી માટે ગેરલાયક ઠરશે જેની ગંભીર નોંધ લેશો.

બીજીવાર શારીરિક કસોટી આપવાનો પ્રત્યન કરનાર સામે પગલા લેવાશે

હાલની ભરતીમાં સુરેન્દ્રનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયામાં જવાહર ગ્રાઉન્ડ ખાતે PSIની શારીરિક કસોટીના નકલી કોલ લેટર બનાવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. કોલ લેટર સાથે છેડછાડ કરનાર રાજકોટ અને બોટાદના બે કોન્સ્ટેબલ સહિત પાંચ ઉમેદવારોની પોલીસે ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કેશ કરી જેલ હવાલે પણ કર્યા હતા

22 VZ POLICERECRUITMENT

આ ઉમેદવારો પૈકી એક ઉમેદવાર ઓરિજનલ કોલ લેટરમાં સહિ સિક્કા કરાવવા જતાં બોગસ કોલ લેટરનું કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસે પાંચેય ઉમેદવારો સામે ગુનો નોંધીને કાર્યવાહી ચાલી રહી છે. આ તમામ ઉમેદવારોના કોલ લેટરમાં મેદાન ઉપર હાજર થવાનો સમય 8 વાગ્યાનો હતો પણ તેઓ એ સવારમાં સુર્યોદય પહેલા વધુ ઝડપથી દોડી શકાય અને વધુ ગુણ મેળવી શકાય તે માટે તેમણે કોલ લેટરમાં છેડછાડ કરીને સમય 6 વાગ્યાનો કરી ડુપ્લીકેટ કોલ લેટર સાથે આવ્યા હતા. જેની જાણ થતાં તેમના વિરુદ્ધ કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.