વાહ! “માતૃત્વ !!!
સૂરતની માતાઓએ નવજાત શીશુ માટે યશોદા બેંક દ્વારા માતૃત્વ પુરુ પાડ્યું
નવજાત શિશુ માટે માતાનું ધાવણ શ્રેષ્ઠ, સંપુર્ણ અને પોષણ યુકત નેસર્ગીક આહાર માનવામાં આવે છે જે સંપૂર્ણ સ્વચ્છ રોગ પ્રતિકારક શક્તિ બાળકમાં વિકશે માટે બાળકમાં જરૂરી બનતુ હોય છે. માતાનું દૂધ એ શિશુ માટે કુદરતી અમુલ્ય ભેટ હોય છે. પરંતુ કેટલીક વખત નાદુરસ્તી અથવા અન્ય કારણોસર જો સ્ત્રીઓ બ્રેસ્ટ ફીડીંગ ન કરાવી શકતી હોય તેના માટે યશોદા મિલ્ક બેંકે માતૃત્વનું ફરજ પૂરું પાડવાની ઉત્તમ કામગીરી હાથ ધરી છે.
જેવી રીતે કનૈયાને યશોદા મળ્યા તેમ બીજા કાના યશોદા વિહોણા ન રહે તેના માટે યશોદા મિલકત બેંકે એક અદ્ભૂત કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં ૧૨૩ માતાઓએ ૯૧૪૦ મીલી લીટર જેટલા અમૃત સમાન દૂધનું દાન આપ્યું હતું. સુરત પેડ્રીએટ્રીક એસો. ચેરીટેબલ ટ્રસ્ટ અને યશોદા મિલ્ક બેંક સીમર દ્વારા ધાવણ ન આપી શકતી માતાઓના નવજાત શિશુઓના રક્ષણ માટે તેમને પણ પુરતુ દૂધ મળી રહે તેવા હેતુથી ૨૩માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે નવજાત શિશુ માટે સૌથી અમુલ્યની ભેટ બની રહેશે. આયોજનમાં સુરત મોઢવાણીક મહિલાઓ માટે લાલચુડા કડવા પાટીદાર સમાજ, પરમ હોસ્પિટલ, રોટરી સી ફેસ જેવા સંસ્થાઓ તેમજ મંડળે સંયુકત ઉપક્રમે કેમ્પનું આયોજન કર્યું હતું.
પ્રિયંકા મહેતા અને પ્રિયા ઠાકોર જેવી મહિલાઓએ ચોથી વખત આ પ્રકારના કેમ્પમાં ભાગ લીધો હતો જે પોતે ૧૩ મહિનાનું બાળક ધરાવે છે. જો યશોદા મૈયા અજાણ્યા ક્રિષ્નને અમૃત પૂરું પાડી તેના વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે તો વર્તમાન સમયના નવજાત શિશુઓને યશોદા વિહોણા કઈ રીતે રાખી શકાય.