- ડયુઅલ મેમ્બરશિપનો નિયમ લાગુ ન પડી શકે તો કોઈ પડદા પાછળના દુષિત પરિબળો ક્યાં છે ? સર્વત્ર એક જ સવાલ
- સંસ્કાર પરિવારનું અભિયાન માત્ર ચૂંટણી પુરતું નથી, પરંતુ બેંકને કૌભાંડ મુક્ત બનાવવાનું છે:વિબોધ દોશી
કલ્પક મણિયાર સહિતના 3 ઉમેદવારો ન્યાય મેળવવા ગુજરાત હાઈકોર્ટમા ઘી નાંખશે.સંસ્કાર પેનલ ના કલ્પક મણિઆર મીહીર મણિઆર અને હમાનશુ ચિનોઈના ઉમેદવારી પત્રો અન્ય સહકારી બેંક મા મેમ્બરશિપ હોવાને કારણે રદ કરવામાં આવ્યા છે.
‘સંસ્કાર’ પરિવાર ના કો- ઓરડિનેટર વિબોધ દોષી એ જાહેર કર્યું છે કે હાઈકોર્ટના સીનીયર એડવોકેટના કાનૂની માર્ગ દર્શન મુજબ અમોએ ગુજરાત હાઈકોર્ટ મા કાયદાકીય ન્યાય મેળવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે. અમો અમારા તજજ્ઞ એડવોકેટો મારફત હાઈકોર્ટમા પીટીશન દાખલ કરવા માટે આગળ વધી રહયાં છીએ. નાગરિક બેંક કૌભાંડ મુક્ત બને તે માટે ના અનેક મોરચા માહેથી ચૂંટણી મા ભાગ લેવાની પણ અમારી જવાબદારી છે જે અમો બજાવી રહેલ છીએ. અમારે માલ-મેવા નથી જોઈ તા પરંતુ બેહાલ ની સેવા કરવાનું જોઈએ છે. બેન્ક ને ખોટા કે મોટા સંચાલકો ની નહી પરંતુ સાચા લોકો ની જરૂર છે.
41 ઉમેદવારોના ફોર્મ માન્ય રહે છે તેમાંથી અમારી સંસ્કાર પેનલના 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે અને 4 ઉમેદવારોના ફોર્મ ડબલ મેમ્બરશિપ”ના કારણસર રદ કરવામાં આવ્યા છે. સંસ્કાર પેનલના ઉમેદવારોના ફોર્મ રદ કરવાના નિર્ણયને પડકારવા માટે હાઈકોર્ટમાં દાદ માગવામાં આવશે.
સંસ્કાર પેનલના ઉમેદવારોને ફક્ત તેમની બીજી બેંકોમાં મેમ્બરશિપ ધરાવતા હોવાનું કારણ બતાવીને રદ કરાયા
હરીફ પેનલ દ્વારા ધાકધમકીથી અમારાં ફોર્મ રદ કરાવવા નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. આના કારણે તે સ્પષ્ટ થાય છે કે આ લેક્શન હરીફ જુથની પછાત માનસિકતા અને સત્તાની નીતિ છે.
સંસ્કાર પેનલ – વિના સંસ્કાર નહીં સહકાર’ સ્લોગન ને ચરિતાર્થ કરે છે. સંસ્કાર પેનલના ચાર લીંકોના ફોર્મ રદ થવાનું મુખ્ય કારણ ડબલ મેમ્બરશિપ દર્શાવી છે.
સંસ્કાર પેનલના 2 ઉમેદવાર જયંતભાઈ ધોળકિયા અને કાળું મામા ના ફોર્મ રદ કરાવવાની મહેનત-પ્રયાસો નિષ્ફળ ગયેલ છે.
ચૂંટણીમાં કોઈ ઉમેદવારી પત્રો રદ થાય કે હાર જીત થાય તે અમારા માટે તેવી કોઈ મોટી ઘટના નથી. અમો અમારા અંતિમ લક્ષ્યથી વિચલિત થયા વગર બેંકને બચાવવા માટે સંકલ્પ બધ્ધ છીએ. અગાઉ ના દાયકાઓમાં જે રીતે બેન્કિંગ રુલ્સ એન્ડ રેગ્યુલેશન અચૂક પાલન,રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની તમામ સુચનાઓ અને માર્ગદર્શિકાઓ મુજબ જ કાર્યવાહી તેમજ બેન્કની તમામ નિતી રીતીનો આગ્રહ, નાના કે મોટા કોઈપણ નિર્ણયો માં હર હંમેશ બેન્કના હિતની સર્વોપરીતા, નાના અને મધ્યમ માણસની બચત તેમજ થાપણોની સતત ચિંતા અને સુરક્ષા તે અમારા મૂળભૂત ઉદેશો તેમજ લક્ષ્યો છે. ચૂંટણીના પરિણામો બાદ પણ લોવર કોર્ટ કે હાઇકોર્ટમાં બેંકના કોભાંડો વિરુદ્ધ કાનૂની જંગ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સહિત તમામ સરકારી એજન્સીઓ સમક્ષ પુરાવાઓ સાથે સત્ય વાતની રજૂઆતો પોલીસ ફરિયાદો, જન અભિયાનના કાર્યક્રમો, બેંકમાં નવા ચૂંટાઈને આવનારા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સમક્ષ ભારપૂર્વકની રજૂઆતો તેમજ ચર્ચાઓ વગેરે જે જે થઈ શકે તે તમામ કરતા રહેશું.