વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માંન ધરાવતા ભારતનું અર્થતંત્ર વધતા ઓછા પ્રમાણમાં ખેતી આધારિત ઉપાર્જન વ્યવસ્થા પર નિર્ભર છે, વળી દેશની કુલ વસ્તીના 80 ટકાથી વધુ લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને તેમાંથી મોટાભાગના લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી સાથે સંકળાયેલા છે .. બીજી તરફ આપણા દેશ ની ખેતી સંપૂર્ણપણે વરસાદ આધારિત હોવાથી ચોમાસાનો વરસાદ સંજીવની થી જરા પણ કમ નથી વરસાદ વિના અર્થતંત્ર ,સમાજ વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિઓ વિકસિત કે ચાલી ન શકે ત્યારે  સ્વભાવિક છે કે ચોમાસા માં સમયસર અને સપ્રમાણ વરસાદ થઈ જવો જોઈએ, બીજી તરફ બદલાતી વૈશ્વિક પર્યાવરણની સ્થિતિઅને વિશાળ ક્ષેત્રફળ ધરાવતા આપણા દેશમાં દાયકામાં બે-ત્રણ વર્ષ ચોમાસામાં કાતો અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિની સમસ્યા સર્જાતી રહે છે.

સપ્રમાણ વરસાદ વાળા વર્ષો ખૂબ ઓછા હોય છે આથી જ કૃષિની આવક અનિશ્ચિત હોવાથી અર્થતંત્ર અને સામાજિક વ્યવસ્થા ના મુખ્ય આધાર ખેતીને ઉદ્યોગનો દરજ્જો અપાતો નથી,આ વર્ષે પણ વરસાદે થોડી ચિંતાનું વાતાવરણ ઊભું કરી દીધું હોય તેમ પ્રારંભિક વરસાદ બાદ લાંબા અંતરાલ બાદ સૌરાષ્ટ્રમાં શરૂ થયેલા વરસાદના રાઉન્ડમાં લાભ કરતાં નુકસાન ની પરિસ્થિતિ નો સરવાળો વધી ગયો હોય તેમ મુશળધાર વરસાદથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ અને ખેતરોમાં પાણી ભરાઇ જવાથી ઉભેલા રામ મોલ ને મોટુ નુકશાન થવાની ભીતિ ઊભી થઈ છે, કપાસ મગફળી ,અડદ ,તલ સહિતના કઠોળ અને ધાનના વાવેતરમાં પ્રમાણથી વધુ વરસાદ જોખમી સ્થિતિ ઉભી કરે છે.

પરંતુ અત્યારે તોવરસાદ સમયસર વિરામ લેતા જળ પ્રલયની સ્થિતિ સહેજમાં નીવારાય જવા પામી છે તંત્રની  સજાગતા ના કારણે નિચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળાંતર, વિદ્યુત પુરવઠા, પરિવહન અને આવશ્યક ચીજવસ્તુઓની સાયકલ અતૂટ રહે તેવી વ્યવસ્થા એ ભારે વરસાદ વચ્ચે પણ ખૂબ જ ઓછામાં ઓછી હાલાકી અને જાનમાલની નુકસાની થવા પામી છે ત્યારે જે વરસાદ સંજીવની તરીકે કામ કરે તે જ જો અતિરેક પર ઉતરી આવે તો વ્યાપક નુકસાની નુંકારણ બને આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ નિ  ઉક્તિ ચોમાસામાં વારંવાર સાચી પડે છે વરસાદ થી થતા ફાયદા પણ અઢળક છે અને જો આ વરસાદ વેરી બને તો નુકસાનીનો આંક પણ નો ભરપાઈ થઈ શકે તેવો જ હોય આથી જ પ્રભુ પાસે પ્રાર્થના કરવી રહી કે પ્રકૃતિ ના આશીર્વાદ સમાન જલ વાયુ અને સૂર્યપ્રકાશ ની કૃપા સૃષ્ટિ ને જરૂર હોય એટલી જ મળે વરસાદ વાયુ કે સૂર્ય પ્રકોપ અતિરેક માનવ અને પ્રકૃતિ ક્યારેય સહન ન કરી શકે …

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.