અબતક,રાજકોટ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના નંદાણા ગામના ખેડુતે જીવતા સમાધી લેવાની જાહેરાત કરતો વીડિયો વાયરલ કરતા ભારે ચકચાર સાથે પબ્લીસીટીનું નાટક કરનાર પ્રવિણભાઈ નારીયા સામે કાયદેસર કાર્યવાહીની માંગ ભારતજન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ કરી છે.
બનાવની વિગત પ્રમાણે વરસાદ ખેંચાતા ખેડુતોની કફોડી હાલ જોઈને ખેડુત ઉત્કર્ષ સમિતિના પ્રમુખ અને આંદોલનકારી પ્રવિણભાઈ નારીયાએ વરૂણદેવને અલ્ટીમેટમ આપી તા.1લી સપ્ટે. સુધીમાં વરસાદ નહી આવે તો જીવતા સમાધી લઈશ તેવો વિડિયો વાયરલ કર્યો છે.
વરસાદને વરસવા તા.1લી સુધી મહેતલ આપી દીધી છે. સમગ્રભારત વર્ષાઋતુ ચક્ર પ્રમાણે પસાર થઈ રહ્યું છે.ત્યારે કુદરતના અસામાન્ય ફેરફારોથી માનવજાત ચિંતિત છે. વરસાદને મહેતલ આપવી, ચેતવણી આપવી મુર્ખામીનું પ્રદર્શન છે. પ્રવિણભાઈએ માત્ર ખેડુતની ચિંતા વ્યકત કરી છે. માનવજાતની ચિંતા કરવાની જરૂર છે.માત્ર ખેડુતોની ચિંતા કરી જીવતા સમાધીનો નુશ્કો કરનાર ખેડુત ભેખડે ભરાય ગયા છે. જાથાએ કડક કાર્યવાહી માંગ કરી જેલ હવાલે કરવા માંગણી કરી છે.
જામજોધપુરના નંદાણા ગામના અને ખેડુત ઉત્કર્ષ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ નારીયાએ તા.1ના રોજ દશમના વરસાદ નહીં થાય તો જીવતા સમાધીલઈશ તેવો વીડીયો વાયરલ કરતા તંત્ર આવ્યું હરકતમાં વીડીયોમાં જણાવ્યું કે હાલની બહેરી મુંગી સરકાર કોઈનું સાંભળતી નથી ત્યો આ વીડીયો વાયરલ થવાથી તંત્ર હવે શું પગલા લેશે તેમના તરફ સૌની નજર મંડાયેલ છે.