આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજો સેમિફાઇનલ: આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે ડિફેન્ડીંગ ચેમ્પિયન ભારત હોટફેવરીટ: શિખર, રોહિત અને કોહલીનું શાનદાર ફોર્મ ટીમ ઇન્ડિયાનું જમા પાસુ
ચેમ્પિયન્સ ટ્રોફિના મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે વિજય મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમિફાઈનલ રમાવાનો છે. ત્યારે જો ભારત-બાંગ્લાદેશ સામેની આ મેચ જીતશે તો ફરી એક વખત ચેમ્પિયન ટ્રોફિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામશે. ક્રિકેટ રસીકોમાં પણ ભારત અને પાકિસ્તાનને સામ-સામે જોવાનો રોમાંચ છે.
આજની ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સેમિફાઈનલના પરિણામ પરી સમગ્ર ચિત્ર સ્પષ્ટ ઈ જશે. અત્યાર સુધી ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફિમાં સૌી મજબૂત ગણવામાં આવતી હતી. પરંતુ પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડની ટીમનો ધબડકો યો હતો. આ ધબડકાના પરિણામે પાકિસ્તાન ફાઈનલમાં પ્રવેશ્યુ છે. પાકિસ્તાન તરફી બન્ને ઓપનરોએ ઈંગ્લેન્ડ સામે મજબૂત શ‚આત કરી હતી. આ ઉપરાંત પાકિસ્તાની બોલરો પણ ફોર્મમાં જોવા મળ્યા હતા. બીજી તરફ બાંગ્લાદેશ સામે સેમિફાઈનલ માટે ભારતે સંપૂર્ણ તૈયારી કરી છે અને કોઈપણ ભોગે બાંગ્લાદેશને નબળુ ન પારખીને ફાઈનલમાં પ્રવેશ કરવાના ઈરાદે જ મેદાને ઉતરશે.
વધુમાં ભારતીય બોલરો દ્વારા પણ બાંગ્લાદેશને મર્યાદિત સ્કોરી આગળ ન વધવા દેવા માટે પુરતી પ્રેકટીસ કરવામાં આવી છે. પાકિસ્તાની બોલરોએ ઈંગ્લેન્ડના ધરખમ બેટ્સમેનોને ૪૯.૫ ઓવરોમાં જ પેવેલીયન ભેગા કયા હતા. ત્યારે ભારત પાકિસ્તાની બોલરોના પ્રદર્શન ઉપર પણ ખાસ નજર રાખીને બાંગ્લાદેશ સામેની મેચમાં ઉતરશે.ભારત તરફી પણ ઓપનરો સારા ફોર્મમાં છે અને ચેમ્પિયન્સ ટ્રોફિમાં પ્રદર્શન પણ સા‚ રહ્યું છે. તેમ છતાં બાંગ્લાદેશને નબળુ ન ગણીને પૂરી તૈયારી સો મેદાનમાં ઉતરશે.
ભારત સામેની હાર બાદ હતાશા નહીં પરંતુ ખેલાડીઓનો જુસ્સો વધ્યો
સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે અઝહર અલીના ૭૬ રન અને ફખર ઝમાનના ૫૭ રનની મદદી પાકિસ્તાને આઠ વિકેટે વિજય મેળવી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફિકમાં પ્રવેશ કરનારી પ્રમ ટીમ બની છે. ઈંગ્લેન્ડ સામેના વિજય બાદ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહેમદે કહ્યું હતું કે, ટીમના દરેક સભ્યોના જુસ્સાના કારણે ફાઈનલ સુધીનો પ્રવેશ શકય બન્યો છે. આ ઉપરાંત ભારત સામે હાર મળ્યા બાદ હતાશા નહીં પણ જુસ્સો વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેના કારણે ટીમ વધુ સા‚ પ્રદર્શન કરવામાં સફળ નિવડી છે. આ જુસ્સો ઈંગ્લેન્ડ સામેના પહેલા સેમિફાઈનલમાં ખુબ ઉપયોગી બન્યો હતો અને ૮ વિકેટે જીત મેળવી છે. ત્યારે હવે બાંગ્લાદેશ સામેની મેચ બાદ ફાઈનલમાં કોની સામે ટકરાવવાનું રહેશે તે જોવાનું રહ્યું. આ ઉપરાંત સરફરાઝે પાકિસ્તાની પેસર હસનઅલીના વખાણ કરતા કહ્યું હતું કે, અલી વિકેટો લેવામાં સફળ ઈ રહ્યો છે જેનો ટીમને ફાયદો પહોંચ્યો છે. તો બીજી તરફ ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને કહ્યું હતું કે, આ હાર હતાશા ભરી હતી કારણ કે ટીમના કોઈપણ સભ્યએ પાકિસ્તાની ટીમ સામે સૌી નબળા પ્રદર્શનની આશા કરી હતી નહીં. જો કે ટીમમાં શું કચાસો રહી ગઈ છે તે બાબતે કામગીરી કરવામાં આવશે.