રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ક્રૂડના ભાવ ભડકે બળી રહ્યા છે. વૈશ્વિક માર્કેટમાં ક્રૂડના ભાવ છેલ્લા 3 દિવસથી 100 ડોલરથી વધી ગયા છે. આવા સમયમાં ભારત ઉપર પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનું જોખમ તોળાઈ રહ્યું છે.
જો કે ભારત પાસે 4 મહિના ચાલે તેટલો ક્રૂડ ઓઈલનો જથ્થો રિઝર્વમાં પડ્યો છે. આ રિઝર્વ જરૂરિયાતના સમયે ભાવને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ ઉપયોગી સાબિત થતો હોય છે. ભારત આ રિઝર્વ ક્રૂડ ઓઈલનો જથ્થો હવે વાપરશે નહિ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો સહન કરવા દેશવાસીઓએ તૈયાર રહેવું પડશે.