આજે ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન અને કાલે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે હાઇવોલ્ટેજ સેમિફાઇનલ મુકાબલો: 13મીએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઇનલનો મહાજંગ ખેલાશે
પાકિસ્તાન આજે આઇકોનિક સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. બીજી તરફ એડીલેર્ડમાં કાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ રમાશે ત્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર અબ્દુર રાઉફ ખાને જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડ તરફ પાકિસ્તાનનો હાથ વધુ હોય શકે જ્યારે રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામે લડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 13 નવેમ્બરે પાકિસ્તાન વિરૂધ્ધ ઇંગ્લેન્ડની આગાહી કરી છે. પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ પર એક ધાર ધરાવે છે. બંને ટીમો ટી-20માં 28 વખત મળી હતી. જેમાં ન્યૂઝીલેન્ડે 11 અને પાકિસ્તાને 17 મેચમાં જીત મેળવી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વન-ડે અને ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનનો ઐતિહાસિક ભૂતકાળ છે. ન્યૂઝીલેન્ડ તેની અગાઉની વર્લ્ડકપ સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે મોટાભાગે હાર મેળવી છે. પાકિસ્તાન આ વખતે પણ સેમીફાઇનલમાં સરળતાથી પ્રવેશ કરી લેશે કેમ કે પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ કરતા વધુ મજબૂત છે. હું એમ નથી તો કે ન્યૂઝીલેન્ડ નબળી ટીમ છે પરંતુ પાકિસ્તાન તેમના કરતા વધારે મજબૂત ટીમ છે. આ વર્લ્ડકપની વાત કરીએ તો પાકિસ્તાન સેમીફાઇનલ માટે ક્યાંય આગળ ઉભું ન હોતું. તેઓ નિર્ણાયક મેચ હારી ગયા જો કે ત્યારબાદ નેધરલેન્ડે પાકિસ્તાન માટે માર્ગ મોકળો કર્યો છે.
આ વર્લ્ડકપમાં પાકિસ્તાન માટે એક અદ્ભૂત જ વણાંક આવ્યો છે. પાકિસ્તાનના ચાહકોએ લગભગ આશા છોડી દીધી હતી પરંતુ ટીમ ખૂબ જ ઉત્સાહી છે અને મને ખાતરી છે કે તેઓ અહિંથી ટાઇટલ જીતવા માટે આગળ વધશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કાલે ભારત અને ઇંગ્લેન્ડની મેચમાં ઇંગ્લેન્ડ વધુ ફેવરિટ ગણાય છે. અગાઉ એમ.એસ.ધોનીના વડપણ નીચે ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી પ્રારંભિક સંસ્કરણ મેળવ્યું હતું. એકદંરે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 22 વખત રમી છે. જેમાં ભારતે 12 મેચ જીતી છે અને ઇંગ્લેન્ડ 10 મેચમાં વિજય બન્યું છે. હવે જો ભારત કાલની મેચ જીતે તો ભારત-પાકિસ્તાન મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 13મી તારીખે ટકરાશે અને આ મેચ ફિકા વર્લ્ડકપની દર્શકોની સંખ્યા કરતા પણ વધી શકે છે. તેમ તેઓ અંતમાં જણાવ્યું હતું.