લોકડાઉનમાં અવર જવરની છુટથી કેસ વઘ્યા
લોકડાઉન લાદતા પૂર્વે બે થી ત્રણ દિવસનો સમય આપજો એટલે કડક અમલ થાય
શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાની મુખ્યમંત્રીને રજૂઆત
રાજયમાં કોરોનાને નાથવા પગલા નહીં લેવાય તો થોડા દિવસોમાં જ કોરોનાના કેસ પ૦ હજારથી વધુ થઇ જશે તેમ જણાવી શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર તથા વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને તત્કાલ પગલા લેવા રજુઆત કરી છે.
બન્ને આગેવાનોએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજના પ્રેસનિવેદનમાં જાહેર કર્યુ છેકે હવે લોકડાઉનની જરૂર નથી પરતુ અમારું માનવું છે કે જો સરકાર કોંરોનાના નાથવામાં યોગ્ય પગલા નહી ભરે તો થોડા જ દિવસોમાં પ૦ હજાર ઉપર આંકડો જતો રહેશે. રાજકોટમાં ફકત એક મહિના સુધી જંગલેશ્ર્વર સિવાય અન્ય વિસ્તારમાં કોરોનાના ન હતા પરંતુ જયારથી લોકડાઉનમાં અવરજવરની છુટ આપતા રાજકોટનાં દરેક વિસ્તારોમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે અને જો હજુ આવું જ ચાલુ રહેશે તો રાજકોટ અને ગુજરાતની સ્થિતિ ખુબ જ ભયંકર બનશે.
બે દિવસ પહેલા રાજસ્થાને ગુજરાતની બોર્ડર બંધ કરી છે હવે ગુજરાત રાજસ્થાનની બંધ કરવા માંગે છે. પણ હકીકત શું છે તે મુખ્યમંત્રીને જાહેર કરવું જોઇએ.સરકાર આગળ કયાઁ કયા પગલા લેવા માંગે છે તે પણ જાહેર કરવું જોઇએ. અમારુઁ બીજું સુચન છે કે કોરોનાના કેસો વધે તો આપે અગાઉ બે ત્રણ દિવસનો સમય આપી લોકોની આવક જાવક માટે પણ દિવસનો સમય આપી લોકોની આવક જાવક માટે પણ સમય આપવો જોઇએ રાશનની વ્યવસ્થા કરી પછી જ ૧પ થી ર૦ દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે તો કોરોના મુકત ગુજરાત થઇ શકશે.
અમને એ પણ ખબર છે કે દેશની આર્થિક સ્થિતિ ઉપર તેની અસર પડશે પરંતુ સરકારે પહેલા લોકડાઉન જાહેર કર્યુ તે પ્રમાણે ન કરતા યોગ્ય વિચારણાની કરી સારા સારા તજજ્ઞોના મતવ્યો લઇ લોકડાઉન જાહેર કરવું જેથી ગુજરાત કોરોના મુકત બને નહીંતર એક સમય એવો આવશે કે આપ ગુજરાતને કોરોના નામનો રાક્ષસ ભરખી જશે. હવે કોરોના વધારે ના ફેલાય તેવા પગલા લેવા અમારી માંગણી છે.
ગુજરાતના તમામ લોકોના તમામ પ્રકારના ટેક્ષ માફ કરવા જોઇએ નાના અને મઘ્યમ વર્ગના લોકોને રાશન સહિત તમામ જીવન જરુરી વસ્તુની સુવિધા પણ પુરી પડવી જોઇએ ત્યાર પછી જ લોકડાઉન નાખવું જેથી કરીને લોકોને મુશ્કેલી ઓછી પડે અને લોકડાઉનનો અમલ કરે તેમ સાગઠીયાએ જણાવ્યું છે.