ગામ અને ખેતરોના પાકને લૂંટાતો બચાવવા આહીર, આહીરાણી એકલા હાથે ડફેરો સામે ધીંગાણે ચડ્યા હતા

વીરગતી પામેલા ઘાનાદાદા બલદાણીયા, આહીરાણીર્મા અને વીર આહીર મૈયા આતા ગુર્જર અમરેલીના ધજડી ગામના પાદરે ગુર્જર પરિવારમાં સુરાપુરા થઇને પુજાય છે

આ વાત ૧૬મી સદી ના છેલ્લા દાયકા ની છે. અમરેલી ના સાવરકુંડલા પાસે  ધજડી નામ નુ એક ગામ છે.

વર્ષો પહેલાં આ ગામ માં કાઠી(દરબાર),ભરવાડ, કણબી અને થોડી આહીરો ની વસ્તી હતી. જેમાં આ ધજડી ગામ માં આહીર ધાનાઆતા બલદાણીયા નો પરિવાર અને આહીર મૈયાઆતા ગુર્જર(ગુજ્જર) નો પરિવાર પણ વસવાટ કરતો હતો.

એક દિવસ આહીર ધાના બલદાણીયા અને  તેમના ઘરે થી આહીરાણી માં બન્ને તેની વાડીએ (ખેતરે) કામ કરતા હતા.ત્યારે ડફેરો નુ એક ટોળું ગામ લુટવા ના ઈરાદા થી અને ખેતરો માં ધાડ પાડવા ના ઈરાદા થી ઊટો ઉપર સવાર થઈ ને ત્યાં થી નીકળ્યું અને આહીર ધાનાઆતા બલદાણીયા ના ખેતર ની બાજુ માં ધજડી ગામ ના જ એક કાઠીદરબાર ની વાડી(ખેતર) હતી ત્યાં આ બધા ડફેરો ગયા. આહીર ધાના બલદાણીયા આ ગામ ના કાઠી ના ખાસ વિશ્વાસુ માણસ હતા.એટલે ધાનાઆતાએ કાઠી ના ખેતર નુ રખોપુ પણ કરતા હતા.

ધાનાઆતા બલદાણીયા ના ઘરે થી આહીરાણી માં ની નજર આ ડફેરો ઉપર પડી અને તેમણે જોયુ કે આ બધા ડફેરો કાઠીદરબાર ના ખેતર માં થી બધો પાક લુટી રહ્યા હતા. અને અમુક ડફેરો આ કાઠી ના ખેતર માં જે શેરડી નો ઊભો પાક હતો તે પણ વાઢી રહ્યા હતા.ધાનાઆતા થોડા દુર હતા અને ખેતર ના કોઈ કામ માં વ્યસ્ત હતા. એટલે પહેલાં તો તેમને આ ડફેરો ની લૂટ ની વાત ની જાણ ન થઈ. પણ ધાનાઆતા બલદાણીયા ના ઘરે થી આહીરાણી માં ની નજર આ ડફેરો ઉપર પડતા તરત જ તે કાઠી ના ખેતર માં ગયા.અને જે ડફેરો કાઠી ના ખેતર નો પાક લુટી રહ્યા હતા અને શેરડી નો ઊભો પાક વાઢી રહ્યા હતા. તેમને આ આહીરાણી એ કહ્યું કે શું કામ તમે આ વાડી નો બધો પાક લુટી રહ્યા છો. આમ પછી ધાનાઆતા ના ઘરે થી આહીરાણી એ ડફેરો નો વિરોધ કર્યો. તો ડફેરોએ આ આહીરાણી સાથે તોછડુ વર્તન કર્યું અને તેમને અપશબ્દો કહ્યા.પછી એક ડફેરે આ આહીરાણી નુ અપમાન કરી ને તેમને ધક્કો માર્યો. આ બધુ દ્રશ્ય વીર ધાનાદાદા બલદાણીયા દુર થી જોઈ ગયા અને તેઓ તરત જ દોડી ને  કાઠી ના આ ખેતર માં આવ્યા. પછી ધાનાઆતા ને પણ આ ડફેરો સાથે બોલાચાલી થઈ. ધાના બલદાણીયા એ કહ્યું કે એક સ્ત્રી સાથે અપમાનજનક વર્તન કરતાં અને તેને ધક્કો મારતા શરમાતા નથી. અને આ કાઠીદરબાર અત્યારે અહીંયા હાજર નથી એટલે તેના ખેતર માં તમે આ બધો ઊભો પાક લુટી રહ્યા છો. પણ યાદ રાખજો કે આ દરબાર ના ખેતર ના રખોપા આહીર નો આ દીકરો ધાનો બલદાણીયો કરે છે.એટલે મારા જીવતા તો હું તમને આ ખેતર માં થી એક સળી પણ નહીં લઈ જવા દઉં.એટલે ધાનાદાદાએ પણ આ ડફેરો ની લુટ નો વિરોધ કર્યો.પણ ડફેરોએ ધાનાદાદા નુ પણ અપમાન કરતાં પછી તો આહીર ના આ દીકરા ધાના બલદાણીયા ને શુરાતન ચડ્યુ અને આ બધા ડફેરો સાથે તેમનું ધીંગાણુ થયુ.અને વીર આહીર ધાનાઆતા એ કેટલાય ડફેરો ને યમરાજ ના દ્વારે પહોંચાડી દીધા.

આજ ધજડી ગામ ના પાદર માં વીર આહીર ધાનાઆતા બલદાણીયા ની ખાંભી ઊભી છે તથા તેમની સાથે તેમના ઘરેથી આહીરાણી માં ની ખાંભી

અને દાદા ના ધરમ ના બહેન ની ખાંભી પણ આ વાત ની સાક્ષી પુરે છે. અને ધાનાદાદા ની ડેરી થી થોડેક આગળ નદીને સામે કાંઠે ધાનાદાદા ના સાળા

વીર આહીર મૈયાઆતા ગુર્જર(ગુજ્જર) ની ખાંભી પણ આવેલી છે જે આ વાત ની સાક્ષી પુરે છે. હાલમાં આહીર મોઠીયા બલદાણીયા પરિવાર માં વીર આહીર ધાનાદાદા સુરાપુરા થઈ ને પુજાય છે અને તેમની સાથે આહીરાણી માં તથા દાદા ના ધરમ ના બહેન પણ પુજાય છે. અને આહીર ગુર્જર(ગુજ્જર) પરિવાર માં પણ વીર આહીર મૈયાદાદા સુરાપુરા થઈ ને પુજાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.