દ્વારકાના આરંભડા ગામે યુવતીએ કેરોસીન છાંટી જાત જલાવી: પ્રેમી સામે આપઘાતની ફરજ પાડવા અંગે નોંધતો ગુનો

દ્વારકાના આરંભડા ગામે પ્રેમ સંબંધમાં પ્રેમીએ પ્રેમિકાને આપણાસબંધ વિશે કોઈને જણાવીશ તો મારી નાખીશ તેવી ધમકી આપતા યુવતીએ પોતાના ફળિયામાં કેરોસીન છાંટી જાત જલાવી જીવન ટૂંકાવતા પોલીસે પ્રેમી સામે આપઘાતની ફરજ પાડયાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દ્વારકાના આરંભડા ગામે  રહેતી શીતલબેન કાયાભાઈ લધા (ઉ.વ.૨૦) પોતાની પાડોશમાં રહેતા ગોપાલ ઉર્ફે સુમિત મેરૂ ચુડાસમા સાથે એક વર્ષથી પ્રેમ સંબંધ હતા. ગત તા.૮મી ડિસેમ્બરના રોજ શીતલ લધા પ્રેમી સુમિત સાથે મોડી રાત્રે ફોનમાં વાત કરતી હતી ત્યારે તેના ભાઈ ઉમેશ લધાએ અત્યારે કોની સાથે વાત કરે છે તેવું પૂછતાં શીતલે પોતાના ફ્રેન્ડ સુમિત સાથે વાત કરતા હોવાનું જણાવ્યું હતું.

ત્યાર બાદ શીતલનો પરિવાર સુઈ ગયો ત્યાર બાદ યુવતીએ ફળિયામાં જઈ કેરોસીન છાંટી જાત જલાવતા ગંભીર હાલતમાં મીઠાપુર હોસ્પિટલ બાદ જામનગર જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં સારવાર દરમિયાન શીતલનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

સારવાર દરમિયાન શીતલએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે પાડોશમાં રહેતા ગોપાલ ઉર્ફે સુમિત સાથે એક વર્ષથી રિલેશનમાં હોય અને આ વાત બીજા કોઈને જણાવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતા પોતે કેરોસીન છાંટી જાત જલાવી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ગોપાલ ઉર્ફે સુમિત સામે આપઘાતની ફરજ પાડયાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.