સાત દિવસ અનશન કર્યા બાદ આખરે લોકપાલમાં જલ્દી જ નિર્ણય લેવાની ખાતરી મળતા અંતે અન્નાએ અનશન તોડયું છે. અન્નાને રાઇટ ટુ રીકોલ અને રાઇટ ટુ રિજેકટના ચુનાવ માટે પણ આશ્ર્વાસન આપવામાં આવ્યું છે. અનશન તોડતા તેમણે જણાવ્યું હતું કે સરકારે આ મુદ્દાઓ પર ત્વરીત પગલા લેવાનું આશ્ર્વાસન આપ્યું છે. અને હું ૬ મહીના સુધી રાહ જોઇશ જો ૬ મહિનામાં મારી માંગણી પુરી કરવામાં નહી આવે તો સપ્ટેમ્બરમાં હું ફરીથી અનશન કરીશ.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અન્ના હજારેને પાણી પીવડાવી તેમનું અનશન તોડાવ્યુ હતું આ પૂર્વ તમામ ૨૯૨ અનશનકારીઓને મંચ પાસે બોલાવ્યા હતા. અન્ના હજારે ર૩ માર્ચથીઅનશન કરી રહ્યા હતા. તેના સહયોગી હતા અવારીએ જણાવ્યું હતું કે અન્નાને વજન પાંચ કિલોગ્રામથી વધુ ઘટી ગયું અને તેને કારણે બીપી પણ લો થયું હતું. બુધવારે સવારે અન્નાના સમર્થકો અને પ્રેસને સરકારે ડ્રાફટમાં જાણકારી આપી હતી તેમણે કહ્યું કે ડ્રાફટ મોકલી તેમને દબાવવાની કોશિષ કરવામાં આવી હતી.સરકારે ખેડુતો પર દોઢ ગણું વધુ રાશી દેવાની માંગ સ્વીકારી પરંતુ ખેડુતો સુધી કઇ રીતે પહોચશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
તો બીજી તરફ રામલીલા મેદાનમાં અન્ના હજારેનું અનશન તોડાવવા પહોચેલા મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ પર એક આંદોલનકારીએ બુટ ફેંકયું હતું જો કે પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com