સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન અનિશ્ચિત વરસાદના પગલે ખેડૂતોના ઉભા પાકો અને ભારે નુકસાન થવા પામ્યું છે અને ચોમાસાની સીઝન નિષ્ફળ નીવડી છે તેવા સંજોગોમાં હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની ગુલાબી ઠંડીનો ધીમે ધીમે પ્રારંભ થઇ રહ્યો છે તેવા સંજોગોમાં દર વર્ષની જેમ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા શિયાળું પાકોનું પણ આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે.
ત્યારે દર વર્ષે સરકાર દ્વારા શિયાળાની સિઝનમાં ખેડૂતો સારો એવો પાક લઈ શકે અને સારી એવી ઉપજ મેળવે તે હેતુથી કેનાલોમાં સિંચાઇ માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે પરંતુ આ ચાલુ વર્ષે સરકાર દ્વારા કોઈપણ જાતની વિચારણા બાબતની કરવામાં આવી નથી અને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરથી પસાર થતી તમામ નર્મદાની કેનાલમાં હાલમાં ખેડૂતોને આપવામાં આવતાં પિયત માટેના પાણી બંધ કરી દેવામાં આવ્યા છે.
હાલમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ હોય તેવું જિલ્લા વહેલી સવારે જિલ્લાવાસીઓ અહેસાસ કરી રહ્યા છે. તેવા સંજોગોમાં હવે ખેડૂતો દ્વારા પણ પોતાના ખેતરમાં શિયાળું પાકોના આગોતરા વાવેતર શરૂ કરી દેવામાં આવ્યા છે. પરંતુ ખેડૂતો દ્વારા આગોતરા વાવેતર તો કરવામાં આવી રહ્યા છે પરંતુ નર્મદાની કેનાલમાં સરકાર દ્વારા સિંચાઇ માટેનું પાણી હજુ સુધી શરૂ કરવામાં આવ્યુ નથી ત્યારે આ અંગે પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કૈલા દ્વારા સરકારને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.