વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિધિવત રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશને સમર્પિત કર્યું હતું. ઉદઘાટન બાદ વડાપ્રધાન મોદીએ સ્પીચમાં જણાવ્યું હતું કે, જો સરદાર પટેલ ન હોત તો આપણે સિંહો જોવા અને સોમનાથના દર્શન કરવા જવા માટે વીઝા લેવા પડત.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, આપણે કચ્છથી કોહિમા અને કારગિલથી કન્યાકુમારી કોઈપણ પ્રકારની અડચણ વગર જઈ શકીએ છીએ તે સરદાર સાહેબને આભારી છે. તેમના સંકલ્પથી આ બધુ શક્ય બન્યું છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સરદાર જયંતીએ દેશની એકતા અને અખંડિતાના દિર્ઘદ્રષ્ટતા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચા પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્વપ્ન તેમણે ગુજરાત મુખ્યમંત્રી હતા ત્યારે જોયું હતું અને તેને મૂર્તિવંત કરવાનું બીડું ઝડપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.