ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં સામે થતા સી.એમ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ, પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાની અઘ્યક્ષતામાં અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશેષ ઉ5સ્થિતિમાં આજથી નવી દિલ્હી ખાતે ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકનો આરંભ થયો છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ બે દિવસ હાજરી આપવાના હોય સી.એમ. બે દિવસ સુધી ગાંધીનગરમાં અરજદારો, ધારાસભ્યો કે મંત્રી મંડળના સભ્યોને મળની નહીં. સી.એમ.ને મળવા જતા લોકોએ બે દિવસ સુધી ગાંધીનગરમાં ધકકો ન ખાવા તાકીદ કરવામાં આવી છે.
રાજધાની નવી દિલ્હીમાં આજથી શરુ થયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક પક્ષ માટે ખુબ જ મહત્વની માનવામાં આવે છે કારણ કે આગામી ર0મી જાન્યુઆરીના રોજ ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાની મુદત પૂર્ણ થઇ રહી છે. તેઓના સ્થાને નવા પ્રમુખની નિયુકિત માટે નિર્ણય લેવામાં આવી શકે છે. આ ઉપરાંત આ વર્ષ દેશના નાના મોટા 10 રાજયની વિધાનસભાની ચુંટણી યોજવાની છે જેમાં ભાજપનો વિજય થાય તે માટે વ્યુહ રચના ઘડી કાઢવામાં આવશે. 2024માં લોકસભાની ચુંટણીમાં ભાજપને 400 થી વધુ બેઠકો મળે તે માટેની પણ ખાસ રણનીતી ઘડવામાં આવશે.
ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા ગયા હોવાના કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે અને આવતીકાલે ગાંધીનગર ખાતે ધારાસભ્યો, સાંસદો, મંત્રી મંડળના સભ્યો અને અરજદારોને મળી શકશે નહી. સી.એમ. દર સોમવારે અને મંગળવારે અરજદારોને મળતા હોય છે. દિલ્હી હોવાના કારણે તેઓ બે દિવસમાં ગાંધીનગરમાં ન હોવા ના કારણે કોઇએ સી.એમ.ને મળવા માટે ગાંધીનગર ધકકો ખાવો નહી તેવી અપીલ કરવામાં આવી છે. કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ ઉપરાંત ત્રણેય મહામંત્રી સંગઠન મહામંત્રી, સાંસદો, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ નાબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સહિત રાષ્ટ્રીય કારોબારીના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.