શું તમે લાંબા સમયથી વધારાની ચરબીથી હૈરાન છો ? અને દરેક પ્રકારના ઉપચારો કરી પણ ઇચ્છતું ફિલ્મ ફિગર નથી મેળવી શક્યા તો હું આજે તમને અકે સિક્રેટ કહી દવ, જો કોઇ કહે કે તમે ખૂબ જ જાડા થઇ ગયા તો ક્યારેય જમવાનું બંધ કરવું નથી કારણ કે તેનાથી વજન ઘટશે નથી હવે તમને બીજી એક વાત જણાવી દવ કે વજન ઘટાડવાનો કોઇ શોર્ટકટ ઉપાયો નથી. પરંતુ સમતોળ આહારથી તમે મનગમતું શરીર મેળવી શકશો, જે કુદરતી રીતે તમને ચરબી ઉતારવામાં મદદરુપ થશે.
– નાસ્તો કરવો.
સવારનો નાસ્તો તમારા આખા દિવસની ઉર્જા માટે કિકઅપ સ્ટાર્ટ છે, નાસ્તો ન કરવાથી કોઇ ફાયદાઓ નથી પરંતુ નુકશાન ચોક્કસ છે, જો તમે સવારે નાસ્તો ન કરતા હોય તો કટાણે ભુખ લાગે છે અને ભાગરુપે ચરબીના થશે વધી જાય છે માટે ખ્યાલ રાખો કે તમારો સવારનો નાસ્તો પ્રોટીન અને ફાઇબર યુક્ત હોય.
– કલરફુલ રેઇનબો
સ્વાસ્થ્ય નિષ્ણાંત શિલ્પા અરોરા જણાવે છે કે સવાર-સવારમાં કલરફૂલ નાસ્તાની ડિશ એક યોગ્ય ઉપાય છે. તે જણાવે છે કે નાસ્તાની પ્લેટમાં તમે કલરફૂલ વેજીટેબલ અને ફ્રુટ્સથી તમારી સવાર ટેસ્ટી અને હેલ્થી બની શકશે જેમાં તમે ફાઇબર, વિટામિનયુક્ત વેજીટેબલ, ફ્રુટ્સ લઇ શકો છો.
– તાજુ ખાઓ
‘ખાઓ મગર સંભાલ કે’ જો તમે દિવસભર ખાવાની આદત ધરાવતા હોય તો કોઇ વાંધો નથી પરંતુ તાજુ ખાવાનો આગ્રહ રાખો. ખાસ કરીને બોટલ, પેકેટમાં આવેલી વસ્તુઓને વધુ સમય સુધી સાચવી, ચચવારી રાખશો નહીં, ખાસ કરીને ફેટ વધારતા જંક ફુડ ખાવા નહીં કેલેરી વગરના આ ફુડમાં તમારા પેટની ચરબી વધારવાની ભરપુર ક્ષમતા છે.
– સારુ ફેટ ખાઓ
આપણે સાંભળ્યું છે કે ફેટ ખાવાથી ચરબી ચડે છે પરંતુ આ સત્ય નથી, બધા જ ફેટ ખરાબ નથી શિલ્પાના પ્રમાણે શરીર માટે પ્રોટીન, ફેટ આ બંને ખૂબ જ મહત્વના છે. હવે ગુડ ફેટમાં તમે ઘી, ઇંડા, કોપરેલ તેલ અને ફિશ લઇ શકો છો.
– સમયાંતર પ્રમાણે ખાઓ…
દર સમયે ભરપેટ ખાવાના બદલે તમે દિવસમાં ૬ થી ૭ વખત થોડું થોડું ખાઇ શકો છો, જો તમે શરીરની જરુરીયાત કરતા ઓછું ભોજન લેતા હોય તો પાચન પ્રક્રિયા સંતુલિત રહે છે.
– લીન પ્રોટીનનું સેવન કરો
પ્રોટીન શરીર માટે મહત્વપૂર્ણ ભૂમિક ભજાવે છે, જે બોડી બનાવવા અને વજન વધારવા માટે બંને માટે જવાબદાર છે. માટે ચીકન અને ફિશ જેવા લિન પ્રોટીન ઉપયોગી બની છે. માટે જ લાલ માસ બકોન અને સોસજીસન ખાવાથી બચવું.
– મીઠુ ઓછુ ખાવું.
ભોજનમાં મીઠાનું વધુ પ્રમાણ શરીરના વજન વધારાનું કારણ બની શકે છે. માટે પેકેટ ચીપ્સ અને ફાઇસ ખાવાનું બંધ કરો.
– ખાંડનું પ્રમાણ ઘટાડો
ખાંડનું વધુ પ્રમાણ તમારા સ્વસ્થ માટે કોથળા ભરીને વધારાની કેલેરીઝ લાવશે.
આ ઉપરાંત વધુ પ્રમાણમાં ખાંડ વપરાઇ હોય તેવી વસ્તુઓથી દુર રહો, જેમ કે પેકેજડ ફુડ, ટોમેટો કેચઅપ કારણકે રીફાઇન્ડ સુગરમાં સૌથી વધુ કેલેરીઝ સસમાયેલ હોય છે. જે ફેટ જનરેટ કરે છે.
– નિયંત્રિત માત્રામાં જમો.
બધુ જ ખાવુ જરુરી છે. પરંતુ થોડા પ્રમાણમાં કારણ કે જમવા પર ટૂટી પડવાથી લાભ થતો નથી, પાર્ટીમાં અને પ્રસંગોમાં કંટ્રોલ રાખો, જમો પરંતુ સ્માર્ટલી
– જમવાનો સમય નિર્ધારીત કરો.
તમે જ્યારે પણ જમતા હોય તે નક્કી સમયે જ જમવું જેનાથી તમારા શરીરની ઘડીયાલને પુરતો સમય મળી રહે.
– વધુ પ્રમાણમાં પાણી પીવું.
પાચનથી લઇને શરીરની અનેક ગતિવિધીઓ માટે પાણી એક યોગ્ય ઉપચાર છે. તમારા દિવસની શરુઆત ગરમ પાણીના ગ્લાસથી કરી શકો છો તેથી પાચન પ્રક્રિયા શુદ્વ બને છે. પાણી પીવાથી વધારાની ચરબી પર પણ રોક લગાવી શકાય છે.