MSMEમાં વેરહાઊસના વ્યવ્સાયનો સમાવેશ કરવો જરૂરી
સ્ટોક મર્યાદાથી ધંધાના વિકાસની સાથે ભાવ નિયંત્રણ રહે છે: વેરહાઉસ સંચાલકો
વેરહાઉસ એ માલ સંગ્રહવા માટેની એક ઇમારત છે. વેરહાઉસનો ઉપયોગ ઉત્પાદકો, આયાતકારો, નિકાસકારો, જથ્થાબંધ વેપારીઓ, પરિવહન વ્યવસાયો, રિવાજો વગેરે દ્વારા કરવામાં આવે છે. તેઓ સામાન્ય રીતે શહેરો, નગરો અથવા ગામોની બાહરમાં ઇન્ડસ્ટ્રીયલદ્યોગિક ઉદ્યાનોમાં મોટી સાદા ઇમારતો હોય છે. તેમાં સામાન્ય રીતે ટ્રકોમાંથી માલ લોડ કરવા અને અનલોડ કરવા માટે લોડિંગ હાવેક્ષ હોય છે.
કેટલીકવાર વેરહાઉસ સીધા રેલવે, એરપોર્ટ અથવા બંદરોથી માલ લોડ કરવા અને અનલોડ કરવા માટે બનાવવામાં આવે છે. ત્યારે વેરહાઉસમાં વિવિધ ઝાંસી મગફળી અને કપાસનું સ્ટોરેજ કરવામાં આવતું હોય છે ખાસ સૌરાષ્ટ્ર અને રાજકોટ ખાતે વેરહાઉસમાં સ્ટોક મર્યાદા મહત્તમ જોવા મળી રહી છે કોરોનાના ત્યારબાદ વેરહાઉસમાં વેપારમાં અપ-ડાઉન તેમજ તેજી મંદી જોવા મળી રહી છે જેને લઇ વેરહાઉસ ના માલિકો અને મેનેજરોએ જણાવ્યું સ્ટોક મર્યાદાથી ધંધામાં ફાયદો જોવા મળી શકે છે તેમજ ફોટો ભાવ વધારો થતો અટકી શકે છે તેમજ એમએસપીમાં પણ કાર્ય સરકાર દ્વારા હંમેશા સારું રહેતું હોય છે જો વેરહાઉસ ને એમેં હેઠળ લેવામાં આવશે તો આ વ્યવસાયને ઘણો લાભ થશે તેમ જ સબસીડી જેવી રાહત પણ મળી શકે છે.
જેનાથી ધંધાને વિકસાવવા માટે ખુબ મદદરૂપ બની શકે વિવિધ જશે તેમજ મગફળી અને કપાસનો સ્ટોક કરવા માટે વેરહાઉસ નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે વ્યાજ બદલા માં નફો ઓછો જોઈ શકાય છે તેમજ 1 થી 2 ટકા નો નફો જોવા મળી શકે છે તેમજ જો સરકાર દ્વારા વેરહાઉસ ને પ્રોત્સાહન આપવામાં આવે તો આ વ્યવસાય ક્ષેત્રે આવનારા ભવિષ્યમાં ખૂબ ઉજળી તકો જોઈ શકાય છે.
ભવિષ્યમાં વેરહાઉસમાં ઉજળી તકો જોઈ શકાશે: રજનીભાઇ કાકડીયા (સી.કે વેર હાઉસ)
છેલ્લા 20 વર્ષથી અમે વેરહાઉસના ધંધા સાથે સંકળાયેલા છીએ 1 લાખ સ્ક્વેર ફુટમાં અમારું વેરહાઉસ પથરાયેલું છે એમબીએમસી અને એમએલસી કંપની ને ભાડા પેટે પણ આપતા હોય છીએ છેલ્લા બે વર્ષથી વેપાર માં મંડી જોવા મળે છે કોરોના ની માઠી અસર ને લીધે વેપારને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે વેરહાઉસ માં સ્ટોક ને ધાયનમાં રાખી બેન્ક ફન્ડિંગ પણ કરતી હોય છે સ્ટોક મર્યાદાનું કારણ આમ તો બજાર અપડાઉન અથવા તેજી-મંદી પણ હોઈ શકે આ બધી પરિસ્થિતિ નાના વેપારીઓને અસર કરતી હોય છે એમએસપી નું કાર્ય આમ તો સારું રહેતું હોય છે આ વર્ષે ટેકાના ભાવ બજાર ભાવ કરતા ઓછા હતા ગયા બે વર્ષ બજારભાવથી ટેકાના
ભાવ સારા હતા એમ કહી શકાય કે એમએસપી બાબતે સરકારના પગલાં અત્યાર સુધીમાં સારા રહ્યા છે એમ.એસ.એમ.ઈ હેઠળ જો વેરહાઉસ લેવામાં આવે તો ઘણા ફાયદા થઈ શકે છે સારો લાભ મળી શકે છે સબસિડી પર મળી શકે છે હાલ વેરહાઉસમાં દરેક જાતની જણસી તેમજ મગફળી અને કપાસનું સ્ટોરેજ વધારે કરવામાં આવે છે આમ વ્યાજ બદલાની ગણતરી તો ન થઈ શકે કેમકે વેપારીને સરભર રહેતું હોય છે જણસી નો સ્ટોક મર્યાદા રાખવામાં આવે તો ભાવમાં ફાયદો થતો હોય છે ખોટો ભાવ વધારો થતો નથી હીરાસર પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે તેમાં કાર્ગો એરપોર્ટ પણ બની રહ્યું છે ત્યારે કુવાડવા અમારું બેસ સેન્ટર તરીકે અત્યારે ગણી શકાય વેરાહાઉસ નો ભવિષ્યમાં સેગમેન્ટ બહુ મોટો જોઈ શકાય છે જો આ શક્ય થશે તો નાના માણસને પણ રોજગારી મળી શકે છે છેલ્લા બે વર્ષથી વેરહાઉસમાં સ્ટોક મર્યાદા જોયું તો ઘણી ઓછી જોવા મળે છે વેપારમાં ઉપડાઉન ના કારણે પણ સ્ટોક માં ઘટ જોવા મળતી હોય છે શિયાળુ પાક બાદ વેરહાઉસ ની સારી એવી સિઝન દેખાશે એવું મને લાગી રહ્યું છે.
વેરહાઉસમાં સ્ટોક મર્યાદા થી ધંધાને ફાયદા ઘણાં : મોહનલાલ વણઝારા
કઠોળમાં સ્ટોક મર્યાદા પર સરકાર દ્વારા લિમિટ રાખવામાં આવી છે 100ટન જેટલું વેરહાઉસમાં કઠોળનો સ્ટોક કરી શકાય છે તેમજ ટ્રેડિંગ કરતા હોય તેની માટે પણ ઓછી લિમિટ રાખવામાં આવી છે એમએસપીમાં ખેડૂતોને ટેકાના ભાવની પણ રાહત મળી રહેતી હોય છે સારા ભાવ મળી રહે છે લાંબા સમયે માટે લોકો સચવાય રહે અને યોગ્ય સમય એ તેનો ઉપયોગ કરી શકે તેવા હેતુસર વેરહાઉસમાં માલ સ્ટોક કરતા હોય છે.
હાલ વ્યાજ બદલામાં કોઈ લાંબો લાંબી ટકાવારી ચૂંટણીના થઈ પરંતુ એકાદ બે ટકા જેવું મળી રહેતું હોય છે અમુક વખત જંત્રીમાં ભાવ વધારો મળી રહેતો હોય છે ધંધામાં ફાયદા માટે વેરહાઉસ ખૂબ ઉપયોગી બનતું હોય છે ઘણી વખત વેરહાઉસમાં સ્ટોક મર્યાદાના કારણે પણ સરકારને પણ ખૂબ ફાયદો થતો હોય છે લોકડાઉન સમયે સ્ટોક મર્યાદાનો સરકાર દ્વારા સારો ઉપયોગ કરવામાં આવ્યો હતો આવી મહામારી સમયે સરકાર વેરહાઉસમાં કરેલા સ્ટોકનો ઉપયોગ કરી લોકોને મદદરૂપ બને છે સરકારે વેરહાઉસના વ્યવસાય ને પ્રોત્સાહન આપવું જરૂરી છે.