ડાયાબિટીસ અંતે ઘણી સમજ અને ગેરસમજ હોય છે, કે તે શુગર ખાવાથી થાય છે, મિઠાઇ ખાવાથી પણ ડાયાબિટીશ થાય છે. ડાયાબિટીશ હેલ્થ કંડિશન છે જે લોહીમાં શુગર લેવલ વધવાને કારણે થાય છે. તે આરોગ્ય માટે સારી બાબત નથી તેની સંપૂર્ણ સ્વાસ્થ્ય પર અસર પડે છે. જો કે ડાયાબિટીસના દર્દીઓએ શુગર ધરાવતા ખોરાકને લેવા જ ન જોઇએ. જો તમે ડાયાબિટીસથી પસાર થઇ રહ્યા છો તો શરીરમાં કાર્બોહાઇડ્રેટની સાવચેતી રાખવી જરુરી છે. પરંતુ જ્યારે ડેઝર્ટની વાત આવે ત્યારે તેમણે શુગરનો ખ્યાલ રાખવો જોઇએ પરંતુ એવું પણ નથી કે સંપૂર્ણપણે શુગર લેવું જ નહીં.
ડાયેટિશિયન રુપાલી દત્તા જણાવે છે કે, ડાયાબિટીશનાં દર્દીઓ, ડેઝર્ટ લઇ શકે છે. પરંતુ તેમાં પૂરતી માત્રામાં ન્યુટ્રીયન્ટસ હોવા જરુરી છે. તેમણે જાણ હોવી જોઇએ કે ડેઝર્ટ કૃત્રિમ મીઠાસથી તો નથી બનાવવામાં આવ્યા ને ? કુદરતી સામગ્રી ધરાવતા ડઝર્ટને ડાયાબિટીશ પેશન્ટ લઇ શકે છે. ડાયાબિટીશમાં તમે બ્રાઉન રાઇસ ખાઇ શકો છો. તેની સાથે તમે દૂધ અને ડ્રાયફ્રુટ્સ પણ લઇ શકો છો. ડેઝર્ટમાં કુકીઝ, પેસ્ટ્રી, કેક અને આઇસ્ક્રીમ જેવી વસ્તુઓને ટાળવી જોઇએ કારણ કે તેનાથી ન્યુટ્રીયન્ટલની માત્રા જણાવાય રહે છે. તેના બદલે તમે ઓછા ફેટ ધરાવતા ડેઝર્ટ ખાઇ શકો છો. જો તમને ડેઝર્ટ ખાવાની વધુ ઇચ્છા થાય તો એકી સાથે તેને ઘરમાં ન લાવો તમે તેની એક બાર જ એક વખતમાં લાવો આમ કરવાથી તમે વધુ ખાઇ જ શકશો નહીં.