ઘણા યંગસ્ટર ખેલાડીઓ માટે એક પ્રેરણાનું સ્વરૂપ છે મહેન્દ્રસિંહ ધોની, ત્યારે એક એવો ખેલાડી જેણે વર્ષોથી ધોની સાથે ઘણા મેચ રમેલા છે અને બન્ને જયારે ક્રિઝ પર હોય ત્યારે એમ લાગે કે ભારત મેચ જીતી જ જવાનું છે. જો કે ધોની સાથે જે પણ ખેલાડી ક્રિઝ પર હોય તેને કંઈક ને કંઈક શીખવા મળે છે.

kohli rainaaa

ત્યારે મિસ્ટર IPL તરીકે જાણીતા ખેલાડીએ કૅપ્ટ્ન કોહલી અને એમએસ ધોની વિશે ચર્ચા કરી હતી એમાં જણાવ્યું કે જો ધોની IPL નહિ રમે તો હું પણ IPL રમવાનું મૂકી દઈશ. ત્યારે સાથે સાથે કોહલી વિષે પણ જણાવ્યું હતું કે તેણે હવે નિર્ણાયક મેચમાં જવાબદારી પૂર્વક રમવું જરૂરી છે. પોતાના ગુસ્સાને કાબુમાં રાખી અને ટિમ માટે કંઈક વિચારીને રમવાની જરૂર છે. જો કે હાલ માં જ ચેન્નાઇ સુપરકિંગ્સના CEO વિશ્વનાથને જણાવ્યું હતું કે ધોની વગર ચેન્નાઇની ટિમ અધૂરી છે તેણે હાજી ઘણું રમવાનું બાકી છે અને તે રમવા માટે હજુ પણ ફિટ છે. ભલે તેઓ 40 ના થયા પરંતુ હજી તેમનામાં ઘણી ફિટનેસ છે. આની સાથે રૈનાએ ડેબ્યૂ મેચ પહેલા તેની સાથે થયેલા રેગિંગના કિસ્સા સહિત ફેવરિટ કેપ્ટન અને વિરાટ કોહલીની કેપ્ટનશિપ અંગે પણ વાતચીત કરી હતી.

સુરેશ રૈનાએ પોતાના જીવન અને કારકિર્દી અંગે એક બુક લોન્ચ કરી છે. આ બુકને વાંચકો તરફથી સારી પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. રૈનાએ આ બુક અંગે વિગતવાર માહિતી આપતા વાતચીત કરી હતી. સુરેશ રૈનાને આ બુક લખતા 5થી 6 મહિના લાગ્યા હતા. રૈનાએ જણાવ્યું હતું કે આ બુક લખવા પાછળ મારો એક જ ઉદ્દેશ હતો કે હું તમામ પ્રશંસકોને થેન્ક્યૂ કહું અને મારા જુનિયર સાથી ખેલાડીઓને આનાથી પ્રેરણા મળે.

dhoni raina

રૈનાએ પોતાની કારકિર્દીના યાદગાર કિસ્સા અંગે વાત કરતા એક રેગિંગનો કિસ્સો શેર કર્યો હતો. એણે કહ્યું કે હું જ્યારે ટીમમાં જોડાયો ત્યારે રાહુલ દ્રવિડ કેપ્ટન હતા. હું ડ્રેસિંગ રૂમમાં જ્યારે એન્ટર થયો ત્યારે યુવરાજ સિંહે મને પુછ્યું હતું કે મારો ફેવરિટ ક્રિકેટર કોણ છે? તે સમયે રૂમમાં ઈન્ડિયન ટીમના મોટાભાગના દિગ્ગજ ક્રિકેટરો હાજર હતા. ત્યારે સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, રાહુલ દ્રવિડ સહિત ઘણા ક્રિકેટર્સ મારા જવાબનો વેઈટ કરી રહ્યા હતા.
યુવરાજ સિંહના આ સવાલનો જવાબ આપતા સુરેશ રૈનાએ જણાવ્યું હતું કે મને રાહુલભાઈ વધારે પસંદ છે. ત્યારે અન્ય ક્રિકેટર્સે પુછ્યું કે તને હું નથી ગમતો કે શું? રૈનાએ પોતાનો રમૂજી રેગિંગનો કિસ્સો શેર કર્યો હતો.

તેણે રાહુલ દ્રવિડ અંગે રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. એણે કહ્યું કે તે સમયે હું પહેલીવાર ઈન્ડિયન ટીમ સાથે કોઈ ટૂરમાં ગયો હતો. ત્યારે મેં એક ટી-શર્ટ પહેર્યું હતું જેનું કેપ્શન રાહુલ દ્રવિડને નહોતું ગમ્યું. રાહુલ દ્રવિડે ત્યારે રૈના પાસે આવીને ઠપકો આપતા પૂછ્યું હતું કે તને ખબર પણ છે તારી ટી શર્ટ પર શું લખ્યું છે. જેના જવાબમાં રૈનાએ કહ્યું કે ના રાહુલભાઈ મને નથી ખબર, પણ આ મારું ફેવરિટ ટીશર્ટ છે. રાહુલ દ્રવિડે ત્યારે ગુસ્સામાં કહ્યું હતું કે તું અત્યારે ઈન્ડિયન ટીમનો ભાગ છે. આવું પહેરવું તને શોભા નથી આપતું. રૈનાએ તાત્કાલિક એ ટીશર્ટ ચેન્જ કરી દીધું હતું અને ત્યારે તેને જાણ થઈ હતી કે ઈન્ડિયન ટીમના ખેલાડીઓએ કેવા પ્રકારના કપડા પહેરવા જોઇએ. રૈનાએ દ્રવિડને શિસ્તબદ્ધ, દિગ્ગજ અને ક્લાસી કેપ્ટન પણ કહ્યો.

મહેન્દ્ર સિંહ ધોની એક પ્રામાણિક કેપ્ટન છે. એણે ઘણા ખેલાડીઓને સ્ટાર ક્રિકેટર બનાવ્યા છે. ધોની સંકટના સમયે ટીમનો સારથી બને છે. ધોની હંમેશા યંગસ્ટર્સને મદદ કરે છે. ધોનીએ મને સર્જરી કરાવવા માટે મને સપોર્ટ કર્યો હતો. હું દોઢ વર્ષ ક્રિકેટ નહતો રમ્યો ત્યારે ધોનીએ મને સતત મદદ કરી હતી.

સુરેશ રૈનાએ IPL ફેઝ-2ની તૈયારી શરૂ કરી દીધી છે. રૈનાને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તમે CSKમાંથી બહાર જશો તો કઇ ટીમમાંથી રમવાનું પસંદ કરશો? ત્યારે જવાબ આપતા જણાવ્યું હતું કે ના ના એવું નથી, જો ધોનીભાઈ આગામી સીઝનમાં નહીં રમે તો હું પણ નહીં રમું. 2008થી અમે સાથે રમી રહ્યા છીએ અને જો ધોનીભાઈ ક્રિકેટ છોડશે તો હું એમને કહીશ કે તમે આમ ના કરો. મને આશા છે કે ધોની મારી વાત માનશે, હું તેને મનાવી લઇશ. મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાએ એક જ દિવસે (15 ઓગસ્ટ 2020) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો.

સુરેશ રૈનાએ ટીમ ઈન્ડિયાને ‘ન્યૂ ચોકર્સ’ તરીકે સંબોધતા લોકોને વળતો જવાબ આપ્યો હતો. એણે કહ્યું હતું કે અમે ચોકર્સ નથી. ટીમ ઈન્ડિયા પાસે પહેલેથી 1983, 2007, 2011 વર્લ્ડ કપ છે. રૈનાએ કહ્યું કે આાગમી 2-3 વર્ષની અંદર 3 ICC ટૂર્નામેન્ટ આવશે, તેમા ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જોયા પછી કોઈ ચોકર્સ કહેશે નહીં.
“ન્યુ ચોકર્સ” એટલે એનો મતલબ એ થાય કે જે ટિમ પહેલેથી જ સારું પ્રદર્શન કરી રહી હોય અને જયારે અંતિમ તબક્કામાં અથવા તો ફાઇનલ મેચમાં હારી જાય તે ટિમ ને ન્યુ ચોકર્સ કહેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.