કેએસપીસી દ્વારા ડીજીટલ માર્કેટીંગ વિષયે માર્ગદર્શક વેબીનાર યોજાયો વકતા ભરત દુદકિયા, નિષ્ણાંત પુજા માંડવીયાએ આપ્યું માર્ગદર્શન

કચ્છ- સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા ‘હાવ ટુ ઇટ ઇટ એન એલીફન્ટ’એ વિષયે ભરતભાઇ દુદકીયાનો ડીજીટલ માકેટીંગના સંદર્ભમાં વાર્તાલાપનો વેબીનાર કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેએ તેમના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે આપણે ત્રણ અક્ષર એસ.એમ.એસ. યાદ રાખી તેનો અચુક પણે પાલન કરીએ, આ ત્રણ બાબતોની કાળજી લેવાથી આપણે કોરોનાની ઝપટે ચડવાથી બચી શકીએ પહેલો એસ એટલે હાથ સેનીટાઇઝ કરવા દિવસમાં ૪ થી પ વખત દૈનિક જીવનમાં તેની ટેવ કેળવી લેવી જોઇએ, એમ એટલે માસ્ક ફરજીયાત પહેરવું જોઇએ, છેલ્લો એસ એટલે  આપણે સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું અને વ્યકિત વચ્ચે બે ગજની દુરી રાખવી જોઇએ.

કાર્યક્રમના વકતા ભરતભાઇ દુદકિયાએ જણાવેલ હતું કે અત્યારનો યુગ અને પરિસ્થિતિને જોતા આપણે બજારમાં ટકી રહેવા અને પ્રોડકટસને વધુને વધુ ગ્રાહકો સુધી પહોચાડવા માટે ડીજીટલ માર્કેટીંગ જ એક સરળ અને સસ્તો ઉપાય છે. અત્યારના સંજોગોમાં દરેક પરરહી ને જાણી શકે અને અપનાવી શકે તે ફકત ડીજીટલ માર્કેટીંગ દ્વારા જ શકય બની શકે.

આ વેબીનારના બીજા વકતા મુંબળ સ્થિત પુજા માંડવીયા જેઓ ડીજીટીલ માકેટીગના નિષ્ણાંત છે. તેમણે પણ માહીતી આપતા જણાવેલ હતું કે હાલની પરિસ્થિતિમાં લોકો સોશ્યલ મીડીયામાં વધુ એકટીવ રહે છે તેથી ડીજીટલ માર્કેટીંગ માટે સોશ્યલ મીડીયા પર વધુ ઘ્યાન કેન્દ્રીત કરવું જોઇએ, તેના દ્વારા આપણે વધુ ઝડપી અને સરળતાથી આપણી પ્રોડકટરા અને સર્વીસનું માકેટીંગ કરી શકશુ વધુમાં તેઓએ સોશ્યલ મીડીયા જેવા કે ફેસબુક, યુટયુબ, ઇન્સ્ટ્રાગ્રામ, ટવીટર, લીન્કડ ઇન પરના એનાલીસીસ, ઓપ્ટીમોઇઝેશન વિગેરેના ઉદાહરણો બતાવી માહીતી આપી હતી.

આ વેબીનાર ૧૦૦ થી પણ વધુ લોકોએ લાઇવ નિહાળ્યો હતો. વેબીનારની વ્યવસ્થા અને આયોજન મંત્રી મનહરભાઇ મજીઠીયા અને ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દીપકભાઇ સચદેએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.