સરકારની દરેક સૂચનાઓનો અમલ કરવા અપીલ કરતા સમર્પણ ધ્યાન સંસ્કારના પ્રણેતા
પ. પૂ.શિવકૃપાનંદ સ્વામી: સ્વામીજીએ મહામારીની આફત માટે કુદરતનો સંકેત, સકારાત્મક વિચાર, સુરક્ષાકર્મીઓએ લેવાની તકેદારી, પરિસ્થિતિમાંથી બચવાનો ઉપાય, માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યાં
“૨૦૨૦ ની સાલમાં કેન્સરથી પણ ખતરનાક બીમારી એવી ડિપ્રેશનની બીમારી આવશે”ગુરુ શક્તિઓ દ્વારા પ્રાપ્ત આ સંકેતને સમર્પણ ધ્યાન સંસ્કાર ના પ્રણેતા પરમ પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજીએ આપણને ૨૦૧૯ની સાલમાં આપ્યો હતો અત્યારે આપણે એજ પરિસ્થિતિ નો અનુભવ કરી રહ્યા છીએ. આવા કટોકટી અને ડર ના માહોલમાંથી સમગ્ર વિશ્વ જ્યારે પસાર થઈ રહ્યું છે ત્યારે પૂજ્ય સ્વામીજીએ સરકાર ની દરેક સુચનાનો અમલ કરવા અપીલ કરી હતી તેમજ આ મહામારીની આફત માટે કુદરતનો સંકેત,સકારાત્મક વિચાર, સુરક્ષાકર્મીઓ અને સ્વાસ્થ્યકર્મીઓએ લેવાની તકેદારી,પરિસ્થિતિમાંથી બચવા નો ઉપાય તેમજ ભવિષ્યમાં લેવાના પગલાં વગેરે વિશે ટેલીફોનિક મુલાકાતમાં માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા હતા.
પ્રશ્ન : સમગ્ર વિશ્વમાં હાલ ’કોરોના’નો ભય અને તેની ચિંતા ફેલાયેલી છે ત્યારે વ્યક્તિએ બેલેન્સ રહેવા શુ કરવું જોઈએ?
જવાબ: આજે વિશ્વમાં કોઈ નકારાત્મક ઘટના બને છે તો મીડિયા અત્યંત સશક્ત હોવાના કારણે તેનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડે છે. માણસમાં એક વિશેષતા છે કે તેનામાં નકારાત્મક વાત બહુ જલ્દીથી ફેલાઈ જાય છે જ્યારે સકારાત્મક વાતો એટલી જલ્દી થી ફેલાતી નથી તેના કારણે પણ આ ઘટનાનો પ્રભાવ વધારે પડે છ. કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ વિશે દસ સારી વાત બતાવશે તો દિમાગ માં નહીં આવે પરંતુ એ જ વ્યક્તિને કોઈ નકારાત્મક વાત હશે તો તે તરત જ યાદ રહી જશે.તેના પર વ્યક્તિ વિશ્વાસ પણ કરી લેશે.માણસનો આ સ્વભાવ છે જો તમારે નકારાત્મક પ્રભાવ થી બચવુ છે તો એકાંતમાં ચાલ્યા જાવ. એકાંતમાં વિચાર આવશે પણ તે તમારા પોતાના હશે. જો તમે દસ લોકો સાથે છો તો બધા લોકોના નકારાત્મક વિચાર તમને આવશે હાલમાં પ્રદૂષણ વિશે અનેક ચર્ચાઓ થાય છે પરંતુ વૈચારિક પ્રદૂષણનો માણસે ક્યારેય વિચાર કર્યો નથી વૈચારિક પ્રદૂષણ એ સૌથી મોટું ઘાતક પ્રદૂષણ છે.
પ્રશ્ન: આ મહામારીના માધ્યમથી પ્રકૃતિ માનવજાતને કોઈ સંકેત આપવા માંગે છે?
જવાબ: પહેલા સમગ્ર પૃથ્વી એક હતી આપણો ભારત દેશ પણ દક્ષિણ આફ્રિકા સાથે જ હતો જેમ જેમ સમય વિતતો ગયો તેમ પૃથ્વીનો એક ભાગ અલગ થઈને હિમાલયથી ટકરાયો તે ભારત દેશ બન્યો હાલમાં મેં દક્ષિણ આફ્રિકાની યાત્રા કરી તો કેટલીય વાર એવું લાગ્યું કે હું ભારતમાં જ કરી રહ્યો છું ભારત જેવું જ વાતાવરણ આજે પણ ત્યાં છે ત્યાંનું વાતાવરણ અને ભારતના વાતાવરણમાં ઘણી સમાનતા છે પહેલાના સમયમાં સમગ્ર વિશ્વમાં ઉપાસના પદ્ધતિ એક જ હતી. લોકો એક જ પદ્ધતિથી પૂજા કરતા હતા એ પંચમહાભૂતો ની પૂજા હતી પંચમહાભૂતને ભગવાન સમજવા એક જ ઉપાસના પદ્ધતિ હતી ત્યાર બાદ માનવ સમાજ ધીમે વિકસિત થયો અને વિવિધ ઉપાસના પદ્ધતિ આવી પરંતુ દરેક ઉપાસના પદ્ધતિ માં એક જ વાત સામાન્ય હતી અને એ વાત એ હતી કે સારી વાત કરો અને ખરાબ બાબત છોડો. પરંતુ આ છે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે લોકો એ પરમાત્માને અંદર શોધવા સિવાય કોઇ માર્ગ બચ્યો નથી. સમગ્ર સમર્પણ ધ્યાન યોગ દ્વારા એ સમજાવ્યું કે જાતિ,ધર્મ, દેશ, ભાષા, લિંગ બધાથી ઉપર મનુષ્યમાત્ર છે અને આ બધાથી પર થઈ સ્વયં ની ખોજ કરશો તો આ બધી જ દીવાલો સમાપ્ત થઈ જશે આ પ્રકારનો અનુભવ સમગ્ર યોગ દ્વારા સંભવ છે પરંતુ યોગ એટલે ફક્ત યોગાસન નહીં યોગાસન યોગનું એક અંગ છે.
પ્રશ્ન:૩ હાલ દરેક ધર્મસ્થાનો પણ બંધ કરવામાં આવ્યા છે અને લોકો તેની આલોચના પણ કરે છે કે વિકટ સમયમાં ભગવાનનો પણ સાથ નથી તેના વિષે તમે શું કહેશો?
જવાબ: જો તમારો પરમાત્મા પર પૂર્ણ વિશ્વાસ છે કે આ બધું તેની ઇચ્છાથી જ થઈ રહ્યું છે તો સમજી લો કે આ પરિસ્થિતિ પણ તેની ઇચ્છાથી જ થઈ રહી છે અને આ સ્થિતિમાં પરમાત્મા તમને સંકેત આપે છે જે સંકેત આજથી કેટલાય વર્ષો પહેલા મહાન સંત કબીરે આપ્યો હતો “મુજકો કહા ઢૂંઢે રે બન્દે, મૈં તો તેરે પાસ હું”
કેટલું સત્ય છે! આજે જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેમાં બધાં જ મંદિરો, ધર્મસ્થાનો, ચર્ચ ,પ્રાર્થના ધામ બંધ થઈ ગયા છે તો પ્રાર્થના કરવાનો માર્ગ ફક્ત અને ફક્ત એક જ બચ્યો છે. જે કબીરજીએ બતાવેલ માર્ગ છે, પોતાની ભીતર પરમાત્માનો અનુભવ કરો અને આ જ વાત છેલ્લા ૨૫ વર્ષથી હું પણ વિશ્વભરમાં ફરી ફરીને પ્રત્યેક મનુષ્યને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે પરમાત્મા બહાર નથી તમે પરમેશ્વરને બહાર શોધતા-શોધતા થાકી જશો તમારું જીવન સમાપ્ત થઈ જશે પણ ક્યારેય પરમાત્મા મળશે નહીં પરમાત્મા તમારી અંદર જ છે.
પ્રશ્ન: આ પરિસ્થિતિ કેટલા સમય રહેશે? આગળનું ભવિષ્ય શુ છે?
જવાબ: આજે જે પરિસ્થિતિ નિર્માણ થઇ છે તે કેટલા સમય રહેશે અને તેના માટે આપણે પોતાને કેવી રીતે તૈયાર કરવા જોઈએ તેને બે ભાગમાં સમજીએ એક ભાગ છે શારીરિક સ્તર અને બીજો ભાગ છે માનસિક સ્તર.
શારીરિક સ્તર એટલે મારું કહેવું છે કે કોઇ આવશ્યકતા હોય ત્યારે નવી શોધ નિર્માણ પામે છે આજ મહામારીની દવા શોધવા ની આવશ્યકતા છે મને વિશ્વાસ છે કે સંશોધકો ડોક્ટર સાઇન્ટીસ્ટ આ બીમારીની દવા શોધી કાઢશે આનું પણ કોઈ વેક્સીન શોધી કાઢશે એવી કોઇ બીમારી નથી જેની દવા શોધાઈ ન હોય.બીમારી આવી છે તો તેનો ઈલાજ પણ શોધાશે આજે પણ જે કોઈ પેશન્ટ હોસ્પિટલમાં દાખલ થાય છે તેને કોઇ ને કોઇ પ્રકારની દવા આપીને કંટ્રોલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને દર્દી સારો થઈને પોતાના ઘરે જઈ રહ્યો છે. દવાની શોધ થશે તેના માટે સમય લાગી શકે છે પરંતુ જે માનસિક પ્રભાવ પડશે તે માણસના જીવનમાં જીવનભર રહેશે એ પ્રભાવને કોઈ દવા કે વેક્સીનથી દૂર નહીં કરી શકાય.
પ્રશ્ન: ગુરુ શક્તિઓ દરેક ઘટનામાં સકારાત્મક પ્રભાવ જુએ છે તો આ ઘટના પાછળ સકારાત્મક સંદેશ છે?
જવાબ: સકારાત્મક શક્તિઓ નું નામ જ ગુરુ શક્તિ છે ગુરુ શક્તિ સદેવ પ્રત્યે ઘટનામાં સકારાત્મક વિચાર શરણે રાખે છે અને આ ઘટના પણ સકારાત્મક વિચાર મહેસૂસ કરે છે જેમ કે ભૂકંપ આવે છે તો તે કોઈ જાતિ વિશેષ ધર્મ ભાષા દેશ કે કોઇ રાજ્યના લોકો માટે નથી હોતો એ પ્રાકૃતિક આફત બધા પર સમાન રૂપે આવે છે પરમાત્મા ની વિશેષતા છે કે તે જ્યારે પણ આપે છે સમાન રૂપથી આપે છે કોઈ ભેદભાવ કરતો નથી.
પરમેશ્વરે આપેલ બે સંકેત અત્યારે મને સ્પષ્ટ દેખાય છે એ છે કે બધી જ ઉપાસના પદ્ધતિ દેશ ભાષા રંગ બધાના ભેદભાવ ભૂલી જાઓ અને બધા જ મનુષ્ય એક થઈ જાઓ સમાન થઈ જાવ અને બીજુ પરમેશ્વરને બહાર શોધવાનું બંધ કરો અને સંત કબીરના વચનોની એકાગ્રતાથી પાલન કરો પરમાત્માને તમારી ભીતર મેળવો પરમાત્મા તમારી ભીતર જ છે
પ્રશ્ન: ધ્યાન અને પ્રાર્થના આ બંને દ્વારા મદદ મળી શકે છે?
જવાબ: પ્રાર્થના એ પરમાત્મા સાથે જોડાવાનો ઉત્તમ માર્ગ છે પૂર્ણ હૃદયથી નિ:સ્વાર્થ ભાવે કરેલી પ્રાર્થના અવશ્ય પૂર્ણ થાય છે આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઉચ્ચઉર્જા શક્તિ થી જોડાઈએ છીએ અને બીજું એ સમયે આપણે માનીએ છીએ કે મારાથી નહીં થઈ શકે એટલે “હું”નો ભાવ પણ સમાપ્ત થાય છે સમર્પણ ધ્યાનની વાત કરીએ તો આ ધ્યાનની પદ્ધતિ નથી પરંતુ આ સંસ્કાર છે આમાં શીખવા શીખવવાની કોઈ વાત જ નથી. કોઈ વ્યક્તિ જો આત્મસાક્ષાત્કાર મેળવવાની ઈચ્છા સાથે આવે છે તો આત્મસાક્ષાત્કાર મેળવી શકે છે.
મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ રાખે આટલું ધ્યાન
સામાન્ય પરિસ્થિતિમાં ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મી ઓની આસપાસ બીમાર લોકોનો જમાવડો હોય છે અને એટલે જ હું હંમેશાં કહું છું કે આ લોકોએ ધ્યાન કરવાની ખૂબ જરૂર છે કોઈ એક વ્યક્તિ પોતાનું સંપૂર્ણ ધ્યાન યોગાસનમાં કેન્દ્રિત કરીને પોતાને સ્વસ્થ રાખવા ફિગર બનાવવા ધ્યાન કેન્દ્રિત કરે છે તો પણ તેનું ચિત્ત વિક થઈ જાય છે કારણ કે તેણે પોતાના નાશવંત શરીર પર ચિત રાખ્યું છે તો વિચારો કે ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મીઓ દિવસ દરમિયાન અનેક બીમાર લોકો પરિચિત રાખે છે તો તેના ચિત્તનો કેટલો નાશ થાય? એટલે જ હું દરેક ડોક્ટર અને સ્વાસ્થ્ય કર્મીઓને ધ્યાન કરવાનું કહું છું ધ્યાન સાધના કરી તેઓ તેની આસપાસ એક સારા વિચારો નું, સકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે અને એ આ દર્દીઓના ખરાબ પ્રભાવથી તેમને બચાવી ને રાખશે.
વર્તમાન સમયમાં આ રીતે ધ્યાન કરી શાંતિ, સુરક્ષા અને સ્વસ્થતા મેળવો
સૌપ્રથમ પ્રકૃતિએ આપણને બેલેન્સ કરવા માટે ધરતીમાતાનું નિર્માણ કર્યું છે જ્યારે તમે પૃથ્વી પર બેસો છો ત્યારે ગુરુત્વાકર્ષણ બળથી તમારી બીમારી ટેન્શન દૂર થઈ જાય છે તો આજની પરિસ્થિતિમાં જો તમે જમીન પર બેસી શકો તો જમીન પર આસન પાથરી બેસો જે સ્થિતિમાં બેસી શકો એ સ્થિતિમાં બેસો બંને હાથને આગળ ગોઠણ પાસે આકાશ તરફ રાખી જમણો હાથ માથા પર તાળવા ના ભાગ પર રાખો સહેજ દબાવી ત્રણવાર ક્લોક વાઇઝ ફેરવો. અને આંખો બંધ કરી હાથ ધીરે ધીરે નીચે લઇ લો મનુષ્યનો સ્વભાવ છે કે જ્યાં સ્પર્શ કરો તો ચિત્ત જાય છે તેથી માથા પર તાળવા ના ભાગે સ્પર્શ કરવાથી ધ્યાન ત્યાં જશે .પૂર્ણ ભાવ પૂર્ણ ઇચ્છાથી બેસવાનું છે અહીં ઈચ્છા ખૂબ જ મહત્વની છે ઈચ્છા કરશો તો જ પ્રાપ્ત થશે.