પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકના સમર્થનમાં ભાયાવદરમાં વિશાળ ચૂંટણી સભા સંબોધતા કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા
સભામાં પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માંકડિયા, જયંતિભાઈ ઢોલ, ડી.કે. સખિયા સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
ઉપલેટા તાલુકા પંચાયતના કોંગ્રેસના ચાર સભ્યો કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાયા
પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકના પ્રચારમાં રૂબરૂ લોકસંપર્ક અને જનસભાનો અવિરત દૌર મત વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ઉપલેટાના ભાયાવદરમાં ગુરૂવારે કેન્દ્રીય મંત્રુ પુરસોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં યોજાયેલી જનસભામાં ઉમેદવાર રમેશભાઈ ધડુકના સમર્થનમાં લોકો ઉમટયા હતા જયારે રૂપાલાએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી જેમ સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી અને આતંકીઓનો સફાયો કર્યો તેજ રીતે ૨૩મી મતદાનને દિવસે મતદારોએ પણ સર્જીકલ સ્ટ્રાઈક કરી અને પોરબંદરક બેઠકમાં કમલ ખિલાવવા હાકલ કરી હતી.
ગૂ‚વારે ભાજપના પોરબંદર બેઠકનાં ઉમેદવાર રમેશભાઈ ધડુકના સમર્થનમાં ભાયાવદરમાં યોજાયેલી વિશાળ જનસભામાં કેન્દ્રીય મંત્રી પુરસોતમ રૂપાલા પણ ખીલ્યા હોય તેમ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. પ્રારંભે ઉપલેટા તાલુકા પંચાયતમાં ચાર સદસ્યોએ કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કરતા કેન્દ્રીય મંત્રી રૂપાલા તથા ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુક સહિત આગેવાનોએ આ ચારેય સદસ્યોને કેસરીયો પહેરાવી આવકાર્યા હતા.
રૂપાલાએ આ તકે પ્રચાર સભાને સંબોધતા પહેલા જણાવ્યું હતુ કે ઉપલેટાનું ભાયાવદર ગામ એવું છે કે જેણે ભાજપને પૂરતુ બળ પૂરૂ પાડયું છે અને એવા ગામમાં જયારે વિશાળ જનસમુદાયની હાજરીમાં જનસભા સંબોધવી એનો આનંદ અંતરથી પણ મને ઉઠ્યો છે. રૂપાલાએ લોકસભાની ચૂંટણીને લઈને કહ્યું હતુ કે, મોદી કાઢોના નારા સાથે દાંત કચકચાવનારા લોકો ચૂંટણી લડે છે. પ્રચાર કરે છે, પણ તમારા વડાપ્રધાનકોણ તેવું આપણે પૂછીએ તો કોઈ જવાબ નથી આપી શકતા.
કોંગ્રેસને આડે હાથ લેતા રૂપાલાએ કહ્યું હતુ કે સેનાના જવાનો કોઈ કાર્યવાહી કરે તો તેને કોંગ્રેસ ગુંડા કહે, આતંકીઓનો સફાયો કરે તો પૂરાવા માંગે આ બધાને જવાબ દેવા માટે ભાયાવદર ગામને હાકલ ક‚ છું કે જેમ આપણી સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી અને આતંકીઓનો સફાયો કર્યો તેમ ૨૩મીએ મતદાનને દિવસે દરેક બુથ ઉપર કમળ…કમળ… કમળ…. સિવાય વાત નહી એવી સર્જીકલ સ્ટ્રાઈક કરો કે વિરોધીઓનો સફાયો થાય એટલું જ નહી પોરબંદર લોકસભાની બેઠકનું કમળ એટલે કે રમેશભાઈ ધડુક પણ સાંસદ તરીકે આપણા સૌનુ પ્રતિનિધિત્વ કરે તેવી અપીલ સાથે અનુરોધ પણ કર્યો હતો. આ જનસભામાં પૂર્વ સાંસદ હરીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માંકડીયા, બેઠકના ઈન્ચાર્જ જયંતીભાઈ ઢોર, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા સહિત હાજર રહ્યા હતા.