સિક્કિમ સરહદે ભારત સામે પાછુ પડી રહેલું ચીન ભુરાયુ થયું
સિક્કિમ સરહદે ભારત અને ચીન વચ્ચે તંગદિલી છવાઈ છે. તેવામાં ચીન હવે કાશ્મીર મામલે પણ ભારતને દબાવવા માંગે છે. ચીને એક નિવેદનમાં કહ્યું છે કે જો પાકિસ્તાની સરકાર કેશે તો કાશ્મીરમાં પણ ચીન દ્વારા સૈન્ય મોકલવામાં આવશે. આ વિસ્તારમાં ભારતના કબજામાં આવેલા કાશ્મીરનો પણ સમાવેશ થાય છે.
સિક્કિમ તિબેટ અને ભુતાનના કહેવાતા વિસ્તાર ડોકલામમાં ભારત અને ચીન હકક માટેનો દાવો કરી રહ્યું છે. ખરેખર આ વિસ્તાર ભારતના અધિકારમાં આવે છે. કારણકે ચીન દ્વારા જે સંધીઓની વાત કરવામાં આવે છે તેમાં તિબેટ દ્વારા કોઈપણ જાતના હસ્તાક્ષરો જ કરવામાં આવ્યા નથી. આવી કેટલીએ બાબતોએ ચીન તથ્યો છુપાવી રહ્યું છે. તેવામાં વિશ્ર્વ સમક્ષ પોતે ઉખાડુ ન પડે તે માટે હવે ભારતને અન્ય ક્ષેત્રે હફાવવાના પ્રયાસો કર્યા છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે જે ઈકોનોમિક કોરીડોર તૈયાર થવાનો છે તે પણ પીઓકેમાંથી પસાર થશે જેનો ભારત વિરોધ કરી રહ્યું છે ત્યારે હવે વધુ એક અવળચંડાઈ કરતા ચીને કાશ્મીરમાં સૈન્ય મોકલવાની વાતો શ‚ કરી છે. ચીન તરફથી આવેલા આ નિવેદનોના ગંભીર પ્રત્યાઘાતો પડે તેવી ભીતિ સર્જાય છે. એક તરફ જી-૨૦માં જીનપીંગ અને મોદી વચ્ચે સુલેહ માટે વાતચીત થઈ હતી તો બીજીતરફ ચીન દ્વારા સતત ઉગ્ર નિવેદનો આપવામાં આવે છે.