17 એકરમાં ફેલાયેલ ભવ્ય, જ્ઞાનવર્ધક બાળનગરી આકર્ષણ અને જીવન ઘડતરનું કેન્દ્ર: વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના બાળ સંસ્કાર દિન નિમિતે સંધ્યા કાર્યક્રમ સાંજે 4.45 વાગ્યે ધૂન અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો, જેમાં 65 જેટલાં બાળકોએ સુમધુર કંઠે કીર્તન ભક્તિમાં સૌને તરબોળ કર્યા હતા. ત્યારબાદ બી. એ પી. એસ. બાળપ્રવૃત્તિના બાળકો દ્વારા વિવિધ સંવાદો અને નૃત્યો દ્વારા બાળપ્રવૃત્તિના મૂલ્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
ત્યારબાદ વિશ્વવ્યાપી બી. એ. પી. એસ. બાળપ્રવૃત્તિનિ ઝલક દર્શાવતી વિડીયો દર્શાવવામાં આવી હતી. બાળપ્રવૃત્તિમાં જોડાઈને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરનારાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. બાળકોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. બાળસ્નેહી મહંત સ્વામી મહારાજ સાથે બાળકોએ સ્ટેજ પર રમતમાં સામેલ થવાનો લાભ લીધો હતો.
કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજનું વ્યક્તિત્વ એવું હતું કે નાના મોટા તમામને પ્રમુખસ્વામી અમારા છે, એવું લાગતું.પ્રમુખસ્વામી મહારાજે બાળકોને કહ્યું છે કે, તમે નિયમિત પૂજા કરો, સારી અભ્યાસ કરો, માતા પિતાને પગે લાગો એ અમારી સેવા છે. પ્રમુખસ્વામી મહારાજે વાલીઓને કહ્યું હતું કે,’જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહિ આપો તો તમારે સંપતિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે”
અમિટી સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ફાઉન્ડેશન (ASTIF)ના પ્રમુખ વિલિયમ સેલ્વ મૂર્તિએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને ખૂબ જ દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ થયો છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ પવિત્ર નગર છે. પ્રમુખસ્વામી મહારાજ સાથે મારો નાતો છેલ્લા 20 વર્ષથી છે અને ડોક્ટર કલામ સાહેબ સાથે ઘણી વાર અક્ષરધામ મંદિરના દર્શન પણ કર્યા છે. પ્રમુખસ્વામી મહારાજ પુણ્યાત્મા હતા અને તેમણે “સર્વ ભવન્તુ સુખિન:” ભાવનાથી અનેક લોકોનું જીવન પરિવર્તન કર્યું છે.
પ્રમુખસ્વામી મહારાજ અવતાર પુરુષ હતા. જેમણે તેમના પ્રેમ અને કરુણાથી સમગ્ર માનવજાતનો ઉદ્ધાર માટે પુરુષાર્થ કર્યો છે અને તેમની ભાવના “બીજાના ભલામાં આપણું ભલું” હતી માટે અનેક કુદરતી આપત્તિઓમાં પ્રમુખસ્વામી મહારાજ મદદ માટે હંમેશા આગળ આવ્યા છે. વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિરના નિર્માતા પ્રમુખસ્વામી મહારાજ છે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે,”જો આપણે ભગવાને દર્શાવેલા પથ પર ચાલીશું અને સારા કાર્યો કરીશું તો જ આપણું જીવન સાર્થક ગણાશે.” અને એ જ ભાવના સાથે તેમને બાળકોને સારા સંસ્કારો આપ્યા છે અને આ જ આધ્યાત્મિક શક્તિના આધારે ભારત “વિશ્વગુરૂ” બનશે.
બીજેપી ગુજરાતના સ્ટેટ જનરલ સેક્રેટરી રત્નાકરજીએ જણાવ્યું હતું કે આજે બાળદિનનું આયોજન કરવામાં આવ્યું છે તે પાછળ પ્રમુખસ્વામી મહારાજનો બાળકો પ્રત્યેના અભૂતપૂર્વ અને નિ:સ્વાર્થ પ્રેમના પ્રતીક સમાન છે. બાળકોમાં સંસ્કારોનું સિંચન કરીને પ્રમુખસ્વામી મહારાજે તેઓને આદર્શ બાળકની સાથે સાથે આદર્શ નાગરિકોનું નિર્માણ કર્યું છે.નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ, એનએસઇના મેનેજિંગ ડિરેકટર એન્ડ સીઇઓ આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે હું પ્રમુખસ્વામી મહારાજ સાથે 1975 થી જોડાયેલો છું, નાનપણથી બાળ મંડળનો સભ્ય છું અને પ્રમુખસ્વામી મહારાજે અમને સૌને ઉચ્ચ જીવન જીવવાના પાઠ શીખવ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે,” તમે સારા કામો કરશું તો અમે રાજી રહીશું” અને “સહન કરશો તો સુખી રહેશો. મારા જેવા એક નાના આળસુ બાળકને પ્રેરણા આપીને ઉચ્ચ હોદ્દા પર પહોંચાડ્યો એનો શ્રેય પ્રમુખસ્વામી મહારાજને જાય છે કારણકે તેઓએ હંમેશા બીજા માટે જીવવાનું શીખવ્યું છે.લોકસભા સાંસદ બાલક નાથ યોગીએ જણાવ્યું હતું કે સનાતન ધર્મ પરંપરામાં મુખ્યત્વે 4 કુંભ મેળાનું આયોજન થાય છે પરંતુ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને સંતો હરિભક્તોના પરિશ્રમથી નિર્માણ પામેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં હું પાંચમા કુંભનું દર્શન કરી રહ્યો છું.
આજે બાળકો માટેના વિશિષ્ટ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે તે જોઈને હું ખૂબ જ અભિભૂત થયો છે. સમગ્ર દુનિયામાં આપણી સંસ્કૃતિ, પરંપરા, આદર્શો અને મૂલ્યો વગેરેને જીવિત રાખવા માટે પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં માનવ ચેતનાના મંદિરોનું નિર્માણ કર્યું છે. આજે પણ ભારતીય સંસ્કૃતિ જીવિત છે તેનું શ્રેય પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંતોને જાય છે.”