એડવાન્સ સ્ટેજમાં કેન્સર પહોંચી ચુક્યું હોય તેવા દર્દીઓ પણ જો અઠવાડિયામાં ત્રણ વાર ૩૦ મિનિટ સુધી ચાલે તો તેનાથી દર્દીની રૂટિન લાઈફ ઈમ્પ્રુવ થઈ શકે છે અને બિમારીમાંથી ઉઠવા માટે હકારાત્મક અભિગમ આવે છે.
લંડનના સંશોધકોનું કહેવું છે કે ચાલવું એ ખૂબ જ સહેલાઈથી થઈ શકે તેવી ફિઝિકલ એક્ટિવિટી છે. જે દર્દીને શારીરિક અને માનસીક બંને રીતે ફાયદાકારક છે.
સંશોધકોનું કહેવું છે કે ચાલવાથી દર્દી માનસીક અને ઈમોશનલ ફ્રીડમ અનુભવે છે. કેન્સરના દર્દીઓએ શક્ય હોય ત્યાં સુધી ચાલવાની એક્સર્સાઈઝ કરતાં રહેવાથી હકારાત્મક્તા આવે છે.