આગામી દિવસોમાં રાજ્યભરમાં લાઈટના થાંભલા અને જીવતા વિજ વાયરનો જોખમી ઉપયોગ કરનારા સામે તવાઈ આવશે
ઈલેક્ટ્રીક ના થાંભલા ઉપર વીજ પ્રવાહ સતત વહેતો હોય, અવારનવાર અકસ્માત થતા હોય છે, આજે ઘણી બધી જગ્યાએ લોકો વીજળી થાંભલાના અલગ અલગ ઘણા ઉપયોગ કરતા જોવા મળે છે. જે અતિ જોખમી છે, આવી જ એક ઘટના જૂનાગઢ જિલ્લામાં સામે આવી છે જુનાગઢ જિલ્લામાં વીજ પોલનેટવર્ક પર કેબલ ટીવી વાળા પોતાના કેબલ દ્વારા ફેલાવતા હોય છે, તેને લઈ વીજ અકસ્માત નું જોખમ અને મોટી આફતની સંભાવના જોવા મળે છે, આ અંગે જુનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જુનાગઢ જિલ્લા પીજીવીસીએલ ના ઇલેક્ટ્રીક નેટવર્ક પર કોઈ પણ જાતના કેબલો રાખવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરી ઈલેક્ટ્રીક નેટવર્ક પર કેબલ નાખવા મનાઈ કરવામાં આવી છે
આ હુકમનો ભંગ કરનાર સામે ભારત દંડ સહિતા ની કલમ 188 મુજબ કાર્યવાહી કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.. જુનાગઢ જિલ્લામાં પીજીવીસીએલના નેટવર્ક પર કેબલ વાયર પથરાતા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે અધિક જિલ્લા મેજસ્ટ્રેટ એલ બી બામણીયા દ્વારા જાહેરનામૃ પ્રસિદ્ધકરી મંજૂરી વિના લાઈટના થાબલા અને વાયરો સાથે કેબલ લગાવનાર સામે અથવા તો જોખમી રીતે વીજ થાંભલા અને વીજ વાયરો નો ઉપયોગ કરનાર સામે ભારતીય જન સહિતા ની કલમ 188મુજબ કાર્યવાહી કરવામાં આવશે
જૂનાગઢ ની જેમસમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતમાં કેબલ ઓપરેટર દ્વારા લાઈટના થાંભલા, જીવતા વાયર પર મંજૂરી વિનાજ કેબલ લગાવી દેવા ઉપરાંત ઘર પાસે ખેતરમાં કે નજીકથી પસાર થતાં વીજ વાયર અને પીજીવીસીએલના થાંભલા નો જરૂરિયાત મુજબ ગેરકાયદેસર ઉપયોગ કરવાની ઘટનાઓ સામાન્ય બને છે, ત્યારે હવે વીજ નેટવર્કનો ગેરકાયદેસર રીતે ઉપયોગ અને પીજીવીસીએલ દ્વારા હટાવી દેવાતા કેબલ ફરીથી લગાવી દેનારા ઉપર કલમ 188 મુજબની કાર્યવાહી કરવામાં આવશે જુનાગઢ અધિક જિલ્લા કલેકટરના જાહેરનામા ની અસર રાજ્યભરમાં પીજીવીસીએલના નેટવર્ક નો જોખમી ઉપયોગ કરનારાઓ સામે અસરકારક બનશે ,સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં વીજ વાયર અને વિજ થાંભલા નો નિયમ વિના ઉપયોગ કરનારાઓ સામે આગામી દિવસોમાં કાર્યવાહી થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે