બુઢા હોગા તેરા બાપ: કોંગ્રેસ ૭૦ વર્ષ સુધીનાને ટિકિટ આપી દેશે
ભાજપ ઉમેદવારોની પસંદગીને લઈને મુંઝવણમાં તો સામે કોંગ્રેસ સક્ષમ ઉમેદવારો શોધવામાં ગુંચવણમાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવાઓને આગળ કરી ભાજપ મહત્વનો પ્રયોગ હાથ ધરી તેના પરિણામો જોશે અને બાદમાં જરૂર પડ્યે અન્ય મોટી ચૂંટણીઓમાં તેને અમલમાં મુકશે
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપ યુવાઓને આગળ કરવાનો અનોખો પ્રયોગ હાથ ધરી રહ્યું છે. જેના પરિણામો મળ્યા બાદ તેને આગળની મહત્વની ચૂંટણીમાં અમલમાં મુકવો કે કેમ તે અંગે નિર્ણય લેનાર છે. ચૂંટણીમાં નવી વિચારધારા અને યંગ ઈન્ડિયાને મહત્વ આપી ભાજપ મેદાન મારવા માટે પ્રયત્નશીલ રહ્યું છે. આ ચૂંટણીમાં ભાજપે જીતેલાને કાઢી નાખ્યા છે તો સામે કોંગ્રેસે હારેલાને રાખ્યા છે. આમ આ ચૂંટણી ખુબ જ રસપ્રદ બની રહેવાની છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ બન્ને પ્રયાસો કરી રહ્યાં છે. જો કે બન્ને પક્ષોમાં ખુબ અંતર જોવા મળી રહ્યું છે. ભાજપ પાસે સક્ષમ ઉમેદવારોની મોટી ફૌજ ઉપલબ્ધ છે. માટે ભાજપ હવે યુવાઓ અને નવા ચહેરાઓને તક આપી પ્રયોગ હાથ ધરી રહ્યું છે. જ્યારે સામે કોંગ્રેસ સક્ષમ ઉમેદવારો શોધવામાં જ ઉંધામાથે થઈ ગયું છે.
હાલ ભાજપની સ્થિતિ ઈન્ડિયન ક્રિકેટ ટીમ જેવી થઈ છે જેમાં યુવાઓ માટે વધારે સ્પેશ રાખવામાં આવી છે. ક્રિકેટ ટીમની જેમ જ ભાજપ પક્ષમાં પણ સક્ષમતાનો રાફડો ફાટ્યો છે ત્યારે હવે વર્તમાન સ્થિતિ કરતા ભવિષ્યની સ્થિતિ ઉપર ભાર આપવો જ યોગ્ય ગણાય છે. માટે ભાજપ આવનારા ૨૦ વર્ષ સુધી પોતાનો વર્ચસ્વ જાળવી રાખવાની તૈયારી અત્યારથી જ કરી રહ્યું છે. ભાજપ પાસે ઉમેદવારો મોટી સંખ્યામાં હોય એટલા માટે જ એવો નિર્ણય લેવાયો કે, ત્રણ ટર્મથી જીતેલા ઉમેદવારોને હવે ચૂંટણી લડવાની તક આપવી નથી. ઉપરાંત ૬૦ વર્ષથી ઉપરના ઉમેદવારોને નિવૃતિ આપી દેવામાં આવી છે. સાથો સાથ સંગઠમાં હોદો ધરાવતા અગ્રણીના પરિવારમાંથી પણ કોઈને ટિકિટ ન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ આવા મહત્વપૂર્ણ નિર્ણય લઈ ભાજપ યુવાઓને આગળ કરી રહ્યું છે. ભાજપની આ સ્ટ્રેટજી યંગ ઈન્ડિયા સાથે જોડાયેલી છે.
બીજી તરફ એક મુદ્દો એવો પણ છે કે યુથ પોપ્યુલેશનમાં ભારત સૌથી આગળ છે. મતલબ નેતાઓમાં પણ યુવા વર્ગને બેસાડવામાં આવે તો વધુમાં વધુ યુવા વર્ગને આકર્ષી શકાય છે. ઉપરાંત ભારતનું રાજકારણ પહેલીથી જ સીનીયોરીટી મુજબનું રહ્યું છે. હવે તેમાં ફેરફાર લાવવા ભાજપે કવાયત હાથ ધરી દીધી છે.
ભાજપ-કોંગ્રેસ ફોર્મ ભરશે પછી અપક્ષોનો રાફડો ફાટશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં આગામી શુક્રવારના રોજ ભાજપ કોંગ્રેસ ફોર્મ ભરે તેવી શકયતા સેવાઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોના ઉમેદવરો ફોર્મ ભરી દેશે બાદ અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટશે તે નક્કી છે. આવા ઉમેદવારો તોડ-જોડની નીતિ માટે મેદાનમાં આવશે અને તેમાંથી મોટાભાગના ઉમેદવારો બાદમાં ફોર્મ પરત પણ ખેંચી લેશે. હાલ અપક્ષ ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાંથી કોણ ઉમેદવારી ફોર્મ ભરે છે તેની ચાતક નજરે રાહ જોઇને બેઠા છે. જેવા કે બંને પક્ષમાંથી ફોર્મ ભરાશે તેવા પોતે પણ ઉમેદવારી પત્રકમાં સામેલ થવા દોટ મુકશે અને બાદમાં પોતાનું નામ પણ તેમાંથી કમી કરાવી દેશે.
પાટીલે પક્ષમાં કરેલા ફેરફારોથી મહેનતુ કાર્યકરો માટે વિશાળ તકો ઉપલબ્ધ બની
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં તેઓએ ત્રણ ટર્મથી જીતેલા લોકોને ઉમેદવારી ન સોંપવી, ૬૦ વર્ષથી ઉપરનાને નિવૃતિ આપવી અને સંગઠનમાં હોદ્ો ધરાવનારના પરિવારમાંથી કોઈને ટિકિટ ન આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. માટે અગાઉ મહેનતુ કાર્યકરોને અન્ય સીનીયર નેતાઓના કારણે તક ન મળતી હોવાનું પણ થોડા અંશે ધ્યાને આવ્યું હતું. આ સમસ્યા હવે દૂર થઈ છે. હવે મહેનતુ કાર્યકરો એટલે કે નવા ચહેરાઓ માટે વિશાળ તકો ઉપલબ્ધ બની છે. તેઓને ચૂંટણી લડવાની તક મળશે અને પોતાની કાર્યક્ષમતાનું પ્રદર્શન કરવાનો મોકો મળશે. આમ ભાજપ પ્રદેશ પ્રમુખના નવા નિર્ણયથી મહેનતુ કાર્યકરોમાં રાજીપો છવાઇ ગયો છે.
ભાજપ કાલ સુધીમાં ૧૮ વોર્ડની તમામ ૭૨ બેઠકો માટે એકી સાથે ઉમેદવારોના નામની ઘોષણા કરશેે
પેનલમાં ન મુકાયેલા નામો પણ ઉમેદવાર બની આવી શકે, કેટલાક નામો ઉથલપાથલ થાય તેવી સંભાવના
રાજ્યની ૬ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરવા ભાજપ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નક્કી કરવામાં આવેલા ત્રણ મુખ્ય નિયમ બાદ નવી ડિઝાઈનને હાલ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.રાજકોટના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે કુલ ૨૮૮ નામ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યા છે.જેમાં ઉથલપાથલ થવાની સંભાવના જણાય રહી છે.પેનલમાં ન મુકાયેલા નામ પણ ઉમેદવાર તરીકે જાહેર થાય તેવું લાગી રહ્યું છે.આવતીકાલે સાંજે તમામ ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવે તેવું વિશ્વસનીય સૂત્ર જણાવી રહ્યા છે.
અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર અને ભાવનગર એમ છ મહાપાલિકા માટે ઉમેદવાર પસંદ કરવા ગત સોમવારથી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક ચાલી રહી છે.
જે આજે સાંજે પૂર્ણ થતાની સાથે જ આવતીકાલે તમામ મહાપાલિકાઓ માટે ઉમેદવારોના નામની વિધિવત ઘોષણા કરી દેવામાં આવશે.ભાજપ દ્વારા ૧૮ વોર્ડ માટે કુલ ૨૮૮ નામો બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.વોર્ડ વાઈઝ ચાર-ચાર નામોની ચાર પેનલ રજૂ કરાઇ છે.૬૦ વર્ષથી વધુ વયના કાર્યકરોને ટિકિટ ન આપવી ,સતત ત્રણ ટર્મથી ચૂંટાતા ઉમેદવારને ટિકિટ ન આપવી, આગેવાનના પરિવારજનોને ટિકિટ ન આપવા જેવા ક્રાઈટેરિયા નક્કી કરાયા બાદ નવા નિયમ મુજબ પેનલમાં મોટાપાયે ફેરફાર થવાની સંભાવના છે.શહેર ભાજપના ૧૦ સિનિયરોની ટિકિટ કપાય તે ફાઈનલ થઇ ગયું છે. આવામાં તેઓના સ્થાને પેનલમાં નવા નામ મૂકવામાં આવ્યા છે.પરંતુ તે સમીકરણોને ધ્યાનમાં રાખી બંધ બેસે છે કે કેમ તે અંગે પણ પાર્લામેન્ટરી બોર્ડમાં વિસ્તૃત ચર્ચા વિચારણા ચાલી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના તમામ વોર્ડથી સંપૂર્ણપણે પરિચિત હોય તેઓ પણ રાજકોત માટે ઉમેદવાર નક્કી કરવા માટે અંગત રસ લઈ રહ્યા છે.જે વ્યક્તિઓના નામ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ પેનલમાં રજૂ કરવામાં નથી આવ્યા.તેઓના પણ ગઇકાલે મોડી રાત્રે બાયોડેટા મંગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.અગાઉ જેને વોર્ડ બદલવા માટે ઇચ્છા વ્યક્ત કરી હતી તેવા અમુક પૂર્વ કોર્પોરેટરને ફરી મૂળથી વોર્ડમાંથી લડાવવામાં આવે પણ લાગી રહ્યું છે હાલ ભાજપમાં સ્થિતિ ખૂબ જ ચંચળ છે અને ઉત્પાત જેવો માહોલ જોવા મળી રહ્યો છે.શહેર ભાજપ કાર્યાલય ખાતે પણ આજે સવારે એક મિટિંગ મળી હતી.જોકે હોદ્દેદારો આ મીટીંગ માત્ર ચૂંટણી સાહિત્યનું વિતરણ ક્યારથી અને કેવી રિતે કરવું તે અંગે ચર્ચા માટે હતી.પરંતુ અંદરખાને આ બેઠકમાં વોર્ડ વાઇઝ ક્યાં નામોની પેનલ બને તો પક્ષને જીતવા માટે સરળતા રહે તે નો નિર્ણય લેવા માટે પણ મળી હોવાનું મનાય રહ્યું છે.આજે સાંજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થતાની સાથે જ રાજ્યની તમામ છ મહાપાલિકા માટે ઉમેદવારો ફાઇનલ કરી લેવામાં આવશે અને આવતી કાલે બપોર બાદ ગમે ત્યારે ભાજપ પોતાના ઉમેદવારોને નામની સત્તાવાર જાહેરાત કરી દેશે. એક જ યાદીમાં તમામ ૭૨ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે શુક્રવારે શુભ વિજય સાથે ભાજપના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરશે.
પરિવર્તનના માહોલ વચ્ચારે ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ
પ્રદેશ ભાજપ પ્રમુખે કરેલ બદલાવથી સ્થાનિક રાજકારણ માં પરિવર્તનનો પવન ફુંકાઇ રહ્યો છે. આ માહોલ વચ્ચારે જે નેતાઓને ટીકીટ નથી મળવાની તેઓ પણ ખેલદીલ ીથી તૈયારીમાં લાગી ગયા છે. ઉપર દૃશ્યમાન થતી તસ્વીર શહેર ભાજપ કાર્યાલયની છે જયા ભાજપનાં ઝંડાની ગોઠવણ થતી નજરે પડે છે.
મીલે સુર મેરા-તુમ્હારા તો સુર બને હમારા: પાર્ટીના સુરમાં રાજીપા સાથે સુર મિલાવતા નેતાઓ
ભારતીય જનતા પાર્ટી દ્વારા ૩ ટર્મથી વધુ ચૂંટાતા નગર સેવકો તેમજ ૬૦ વર્ષથી મોટી ઉંમરના નગર સેવકોને ટીકીટ ન આપવાના નિર્ણયને નગર સેવકોએ સહજતાથી આવકાર્યો છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાયેલા નિર્ણય થી રાજકોટ ભાજપના હાલના ૧૧ કોર્પોરેટરો ચૂંટણી નહિ લડી શકે.૪ કોર્પોરેટરો ૬૦ વર્ષ થી ઉપરના અને ૭ કોર્પોરેટરો ૩ ટર્મ થી વધુ ચૂંટણી લડી ચુક્યા છે જેમાં વિજયાબેન વાછાણી, મીનાબેન પારેખ, ડો. જૈમીન ઉપાધ્યાય અને રૂપાબેન શીલું ૬૦ વર્ષ કરતા વધુ ઉંમર ધરાવે છે.રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ, ઉદય કાનગડ, બાબુભાઈ આહીર, અનિલ રાઠોડ સહિતના કોર્પોરેટર ત્રણ ટર્મ થી ચૂંટણી જીતી ચુક્યા છે.રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપ નવા ચહેરા ઉતારે તેવી શકયતા છે. ૬૦ વર્ષ પૂર્ણ કરનાર વોર્ડ નં.૧ ના બાબુભાઇ આહિરે જણાવ્યું કે, તેઓ આ નિર્ણયથી પૂરેપૂરા સહમત છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક ટર્મ લડયો હોય કે ત્રણ ટર્મ લેડલો હોય તે રાજી જ હોય, વોર્ડ નં. ૧ માંથી જે પણ કાર્યકતાની પસંદગી કરવામાં આવશે. તેને ખંભે બેસાડીને જીતાડીશું ભારતીય જનતા પાર્ટીના કોઇપણ કાર્યકર્તા હોય, મતદાતાઓ તેમની જ સાથે છેા
૬૦ વર્ષ પૂર્ણ કરનાર વોર્ડ નં.૧ ના રૂપાબેન શીલુંએ કહ્યું કે પાર્ટી જે પણ નિર્ણય કરે છે તે સમજી વિચારીને જ કરતી હોય છે. તેથી વિચાર-વિમશનો કોઇ પ્રશ્ન જ નથી. મારી માટે પાર્ટી એ જ શિરોમાન્ય છે સાથે જ ભાવી પેઢીને નવી તકો અને અનુભવો મળશે જે ખુબ જ સારું છે. ભારતીય જનતા પાર્ટી સર્વોપરી છે અને રહેશે.
ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યું હતું કે તેઓ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નિર્ણયને આવકારે છે કે જેનાથી નવી પેઢીને નવી તકો મળે તે પણ જરુરી છે. યુવાનો તેમના નવા વિઝનથી રાજકોટને વધુ આગળ વધારે તેવી ખાતરી છે મતદાતાઓ લાગણી સમજી શકાય છે. પણ જયારે ભારતીય જનતા પાર્ટીમાં એ કાર્યકર્તા લડતો ન હોય, તો બીજા કાર્યકર્તાઓ તેમને જીતાડવા પ્રયત્નશીલ હોય છે. સાથે જ જણાવ્યું હતું કે પાર્ટીને જેવી અપેક્ષા હશે તેમની પાસેથી હશે, પાર્ટી જે પણ કામ સોંપશે તેની માટે તેમની તૈયારી છે.
ત્રણ ટર્મથી ચૂંટાયેલા વોર્ડ નં.૭ ના કશ્યપભાઇ શુકલએ જણાવ્યું હતું કે બદલાવ ખુબ જ જરુરી છે. ત્રણ ટર્મથી જીતેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બધી રીતે પરિપકવ હોય છે. અમારી પાર્ટી સિઘ્ધાંત અને રાષ્ટ્રવાદ માટે કામ કરે છે. પરિવારવાદમાં ભારતીય જનતા પાર્ટી નથી માનતી મતદાતાઓ પાર્ટીની નીતી પર વિશ્ર્વાસ રાખે છે. ઉમેદવાર બદલાતો હોય છે. વિશ્ર્વાસને નહીં પાર્ટીના સૈનિક તરીકે હમેશા ગમે તે પદ આપે તે જ અમને સ્વીકાર્ય છે.