કોઈ પણ પેઢી હોય તેમનામાં જન્મદિવસનું અનેરું મહત્વ હોય છે. જન્મદિવસે કોઈ પણ વ્યક્તિમાં કંઈક અલગ જ ઉર્જા હોય છે. લોકો બર્થડેના દિવસે ઘરે પાર્ટી રાખે છે કેક કાપે છે. ઘણા લોકો બીજાને જમાડીને અથવા તો વસ્તુઓ દાન કરીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. જન્મદિવસ એટલે ઈશ્વર દ્વારા આપેલા જીવનમાંથી એક વર્ષ ઓછુ થવું. લોકોને પોતાનો જન્મદિવસ તો ખબર હોય છે પરંતુ મૃત્યુનો દિવસ કોઈને ખબર હોતો નથી. ત્યારે અરવલ્લીમાં આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યક્તીનો જન્મદિવસ જ મૃત્યુ દિવસ બની ગયો હતો.
મળતી માહિતી મુજબ આ ઘટના અરવલ્લી જીલ્લાના ભિલોડાની છે જ્યાં વ્યક્તિ પોતાના જન્મદદિવસે જ મૃત્યુ પામ્યો હતો. આ વ્યક્તિ સોની પરિવારના છે જેમનું નામ હંસાબેન પ્રવીણ ચંદ્ર સોની કે જેમનો જન્મ દિવસ જ તેમના જીવનનો અંતિમ દિવસ બની ગયો હતો.
ભિલોડાની ભારત વિકાસ પરિષદ શાખાના મેમ્બર કૌશિકભાઈ સોનીના માતા હંસાબેન પ્રવીણચંદ્ર સોની બે વર્ષ અગાઉ કોરોના મહામારીમાં 15 દિવસની સારવાર બાદ તેઓ મૃત્યુ પામ્યા હતા.તેમનો જન્મ દિવસ અને બીજી પુણ્યતિથિ નિમિત્તે કોટેજ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ્સ વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ રામઆવતાર શર્મા,મહિપતસિંહ રાઠોડ, નરેશભાઈ પચાલ, મુકેશભાઈ પંચાલ ,ભરતભાઈ પ્રજાપતિ,સંજય પંચાલ, કનકસિંહ, વિપુલભાઈ સહિત હોસ્પિટલના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..