પરશુરામ ધામ લીંબડી ખાતે તાજેતરમાં સમગ્ર ગુજરાતના બ્રહ્મઅગ્રણીઓ હાજર રહી વર્તમાન પરિસ્થિતિ ઉપર ચર્ચા વિચારણા કરી હતી. સમાજના ઉત્થાન અને ઉજજવળ ભવિષ્ય માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા. ઘણા સમયથી ભૂદેવ યુવાનોની લાગણી અને માગણીને ઘ્યાનમાં રાખી એક સમાજ એક અવાજ બ્રહ્મસમાજ બની રહે તે માટે વડીલ અગ્રણીઓને નિવેદન કરવામાં આવતું હતું.

તેમજ વર્તમાન સમયની માંગ મુજબ સમગ્ર ગુજરાતભરમાંથી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ, સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજકક્ષા, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃસંસ્થા, બ્રહ્મદેવ સમાજ, બ્રહ્મ યુવા સંગઠન (જુનાગઢ), સમસ્ત બ્રહ્મ સમાજ (જામનગર), પાંચ પરગણા બ્રહ્મ સમાજ, કર્મકાંડી ભૂદેવ સંગઠન સહીત ઉ5સ્થિત રહ્યા હતા. આ તકે ‘પરશુરામ ધામ સમીતી’ની રચના કરવામાં આવી હતી.

જયારે પણ કોઇ બીભત્સ શબ્દોના ઉપયોગ વ્યકિત દ્વારા બ્રહ્મસમાજ કે વૈદિકધર્મ વિરુઘ્ધ ના નિવેદનો આપશે તો પરશુરામ ધામ સમતિ દ્વારા વિરોધ કરવામાં આવશે. તેમના નિવેદનોને વખોડી કાઢવામાં આવશે. અથવા તો જલદ કાર્યક્રમ આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

ઉપરોકત મીટીંગમાં પરશુરામ ધામ સમિતિના અગ્રણીઓ દ્વારા ગોપાલભાઇ ઇટાલીયા (આમ આદમી પાર્ટીના પ્રમુખ) વિરુઘ્ધ પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટી જો ગોપાલ ઇટાલીયાને પ્રમુખ તરીકે ચાલુ રાખશે તો પાર્ટીને વિરોધોનો સામનો કરવો પડશે અને આવી નિમ્ન કક્ષાની વિચાર ધારાવાળા વ્યકિત કોઇપણ રાજકીય પક્ષોમાં કે કોઇ સામાજીક પ્રવૃતિ કરતા સ્ટેજ ઉપર આવે તે આપણા સભ્ય સમાજ માટે શરમજનક કહેવાય તેવું બ્રહ્મસમાજ સ્પષ્ટપણે માને છે તેમ એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.