Abtak Media Google News
  • જાણો ચામાચીડિયાની ઇમ્યુનિટી સિસ્ટમના રોચક તથ્યો
  • તેણે માણસની વિપરીત એક વિશિષ્ટ તંત્ર વિકસિત કર્યુ હોવાથી વાયરસને ફેલાવવાની ગતિ ધીમી કરે છે, અને તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વિકસિત કરે છે: તેમના શરીરમાં 60 થી વધુ પ્રકારના વાયરસનું અસ્તિત્વ
  • શાકાહારી ચામાચીડિયાની 190 થી વધુ પ્રજાતિ પૃથ્વી પર વસે છે: રાત્રિના તેની લાંબુ ઉડવાની શક્તિ જ વાયરસ ફેલાવવામાં સક્રિય ભૂમિકા ભજવે છે : લાંબો સમય એક સ્થળે લાખોની સંખ્યામાં સાથે રહેતા ચામાચીડિયા વાયરસ વિકસાવવાનું આદર્શ સ્થળ નિર્માણ કરે છે

હમણાં થોડો સમય પહેલા વિશ્વભરમાં કોરોનાનો નવો વેરિયન્ટ આવ્યા ના સમાચાર વહેતા થયા ત્યારે  ફરી  કોરોનાનો કહેર શરૂ થવાના સમાચારો  આવી રહ્યા હતા , આ પહેલા પણ  ઈબોલા,મર્સ, બર્ડફલુ,  સાર્સ, એનથ્રેકસ,  જીકા જેવા ઘણા વાયરસો   આવી ગયા છે અને  હજી આવતાં જ રહેશે. માનવજાતે  હવે વાયરસ સાથે જીવતા શીખવું   જ પડશે. ગ્લોબલ વોર્મિંગને અન્ય કારણોથી સમગ્ર પૃથ્વીનું વાતાવરણ  બદલાતું ગયું ને બદલાતા યુગની નવી જીવન શૈલીએ  ઘણા રોગોને મોકળુમેદાન આપી દેતા પૃથ્વીવાસીઓ ઉપર સતત  ખતરો જોવા મળી રહ્યો છે. પૃથ્વી પરના પશુ-પંખીઓ પ્રાણીઓ, કિટાણુ,  જીવાણું જેવી માનવી સિવાયની   તમામ જીવ સૃષ્ટિ એ પોતાનામાં બદલાવ લાવીને   આબોહવા, રહેઠાણો જેવી બેઝીક  સીસ્ટમ છીનવાઈ ગઈ હોવા છતાં તે  પોતાનું  જીવન જીવવા  સશકત  થઈ ગયા છે.

પાળેલા પ્રાણીઓ, મરઘા-ઉંદર-ઉંટ-ચામાચીડિયા ચાંચડ જેવા  વિવિધ જીવોમાંથી રોગો કે વાયરસ માણસમાં  ટ્રાન્સમીટ થવાની   વાત, આધારો કે જોડાણ હાવેાથી હવે વૈજ્ઞાનિકો તેના ઉપર સંશોધન કરી રહ્યા છે.  હાલ વિશ્ર્વમાં   6495 જેટલી પ્રજાતિના સ્તનધારી જીવો  પૃથ્વી પર  જીવી રહ્યા છે તે પૈકી 1400 પ્રજાતિનાં ચામાચીડિયા છે , તેના બે પ્રકારમાં ફળ-ફુલ  ખાનારા  અને જીવજંતુ ખાનારા એમ બે ભાગમાં  વહેચાયા છે.  શાકાહારી ચામાચિડીયાની 190 જેટલી  પ્રજાતિ પૃથ્વીપર  જોવા મળે છે,  જે જાુના ઘરો, વૃક્ષો, ખંડેરો અને  ઘરોની છત  ઉપર નિવાસ કરે છે.

આ ચામાચિડીયા  નિશાચર  જીવ છે અને રાત્રીનાં 140 થી 170 કી.મી. ઉડી શકે છે , તેની આજ શકિત વાયરસને ફેલાવવામાં  સક્રિય ભાગ ભજવે છે. વાયરસની  ફેકટરી ગણાતા  ચામાચીડિયા પોતે  આ બધા વાયરસથી  કેમ  બચી શકે તે પ્રશ્ર્ને કોરોના કહર બાદ વૈજ્ઞાનિકોએ સંશોધન હાથ ધર્યા હતા, જેમાં એક સર્વે મુજબ જેનોમિકસીકવેન્સ એનાલિસિસ  મુજબ કોવિડ 10 નું જીનેટીક કોમ્બિનેશન 40 વર્ષ પહેલા શોધાયેલા વાયરસને ઘણું મળતું આવે છે. છતાં  હાલમાં તો તેનો દોષ નો ટોપલો દુનિયા ભરના લોકો ચામાચીડિયા ઉપર જ ઢોળે છે.

આજે  ફરી કોરોના નવા વેરિયન્ટ એ માથું ઉંચકતા આ નવા વેરીયન્ટનો કહરે  ફરી ચીન અને ચામાચીડિયાની  ચર્ચા દુનિયાભરમાં થવા લાગી  છે. લાંબો સમય (આખો  દિવસ)એક જ સ્થળે લાખોની સંખ્યામાં   આ જીવ સાથે  રહેતા હોવાથી  વાયરસને   વિકસવા માટે નું આદર્શ સ્થળ  નિર્માણ કરે છે.  વર્ષોથી  વાતાવરણ-પર્યાવરણ અને  વાયરસ સાથે   જીવતા આ જીવે હવે   માણસથી  વિપરીત એક  વિશિષ્ટ   તંત્ર વિકસીત  કરી લીધું છે.  જે વાયરસ ને ફેલાવવાની ગતિ ધીમી  કરે છે અને તેનામાં શ્રેષ્ઠ રોગ  પ્રતિકારક શકિતને  વિકસીત કરી લીધી છે.

એક રોચક  સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે એક ચામાચીડીયું   થોડા સમયમાં જ  ચિકનગુનિયા,  ડેન્ગ્યુ કે મેલેરિયા  જેવી બિમારી ફેલાવતા હજારથી વધુ મચ્છરો ખાય જાય છે.   માણસનું શરીર  આવી રોગ પ્રતિકારક શકિત  મેળવી લે તે શકય નથી ત્યારે હવે  પૃથ્વીવાસીઓએ વાયરસ સામે જીવતા અને  પોતાની રોગ પ્રતિકારક શકિત કેમ  વધે તે  બાબતે જાગૃત થવાની જરૂર છે. કોઈપણ વાયરસને  ટકી રહેવા,  વિકસવા અને તેનો ફેલાવો   કરવા માટે એક વાહકની જરૂર પડતી  હોવાથી ચામાચીડિયામાં તે તમામ ગુણો  જોવા મળે છે. એક વાત એ પણ છે કે  વાયરસમાં  ભિન્નતા લાવવા વાહકનું આયુષ્ય  સારૂ હોવું જોઈએ, જે પૈકી પણ   ચામાચીડિયુ 15 થી 40 વર્ષ વચ્ચે જીવતું નિશાચર રહસ્યમય જીવ છે.

આપણને  પ્રશ્ર્ન થાય કે વાયરસ સાથે   જીવતા આ જીવ કેમ  લાંબુ જીવી શકે છે, તો તેનો સદીઓથી વાયરસ સાથે પનારો પડયો હોવાથી આ ક્ષમતા તેનામાં આવી. સુપર  ઈમ્યુનિટી હજારો વર્ષ પછી વિકસી છે. તેની જ નેચરલ કિલર સેલ્સ (કોર્ષો)ની સક્રિયતા ખુબજ ઓછી હોવાથી  સંક્રમણને વહન કરનારા સેલ  ઝડપથી  નાશ પામતા નથી અને વાયરસને   રેપ્લીકેટ થતા રોકે છે, પણ વાયરસમાં  ભિન્નતા (મ્યુટેશન) વધારી તેને  વધુ ઘાતક બનાવી  શકે છે, અને તેના ફેફસા ડેમેજ  થવાની શકયતા  પણ નહિવત હોય છે.

વાયરસ સામે લડવાની શકિતનું રહસ્ય તેની સહન શકિત  છે. તેનું શરીર સોજાને નિયંત્રિત  કરી શકે છે,  અને પ્રતિકારક શકિતમાં  વધારો કરે છે.  કોરોના કાળ બાદ આ જીવો  પર ઘણા સંશોધનો  થયા બાદ તેની  જીવ રચનાની   ઘણી રહસ્યમય વાતો જાણવા મળી છે.  રાત્રીનાં ચામાચીડિયા ઉડીને બહાર જાય ત્યારે વાયરસ પણ બહાર લેતા જાય છે. આપણી  પૃથ્વી પર  વાયરસ ફેલાવવામાં જેનું નામ મોખરે છે.તેને તો તેનાથી બચવાના  રસ્તા શોધી લીધા છે, હવે  પૃથ્વીવાસીઓ એ તેનાથી બચવાનાં રસ્તા શોધવાની તાતી જરૂર છે.   પવર્તમાન સંજોગોમાં વાયરસ કે કોઈપણ રોગો સામે  બચવા આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ  મહત્વની હોવાથી દરેક  તે વધારવા અને તે માટેની  જીવન શૈલી  અપનાવવી  પડશે. પૃથ્વીના તમામ જીવ-જંતુઓ-પશુ-પંખીઓ-પ્રાણીઓ પણ પોતાના જીવ બચાવવા વાતાવરણ પ્રમાણે બદલાતા ગયા ,તો  માનવી હવે કયારે સમજશે? વાયરસ તો એક પછી એક નવા આવતાં જ  રહેવાના  છે. જરૂર છે.  આપણે સમજવાની.

સૂર્યપ્રકાશ વગરની ગુફામાં હજારોની સંખ્યામાં રહે છે

માણસ કરતાં પોતાનું જુદું  તંત્ર વિકસાવનાર  ચામાચીડિયા પોતે વાયરસની ગતિ ધીમી કરી શકે અને તેને ફેલાવવાની  ગતિ પણ કંટ્રોલ કરી શકતુ હોવાથી આ બંનેનું બેલેન્સ જ વાયરસને  ખતમ કરી નાંખે છે. તેની ઉડી  શકવાની  ક્ષમતા  તેના શરીરનાં  તાપમાનમાં વધારા ઘટાડાને  કાબુ કરી શકે છે. તેના શરીરને  થતાં  વિવિધ નુકશાનને અટકાવવાની કલા તેને હસ્તગત કરી લીધી હોવાથી  તેને રોગો સામે   લડવામાં મદદ કરે છે. સૌથી  અગત્યની વાત એ છે કે તે  સૂર્યપ્રકાશ વગરની ગુફાઓમાં રહેતા હોવાથી પણ તેને શરીર સાચવણીમાં  ધણી મદદ મળી રહે છે.

તેના શરીરમાં 60 થી વધુ પ્રકારના વાયરસ !

ચામાચીડીયાના શરીરમાં 61 જેટલા વિવિધ  વાયરસનો   વાસ જોવા મળે છે. પૃથ્વીપર આ એક જ સ્તનધારી જીવ છે જે ઉડી શકે છે. તેના લાંબા જીવનનું રહસ્ય તેની વાયરસ સામે   લડવાની તાકાત  અને  સહનશકિત છે. આ જીવે  ઈન્ફલેશનનો સામનો કરવા માટે પોતાના  અનેક જીનોમમાં પરિવર્તન લાવ્યું છે.  પૃથ્વીપર આ જીવ  સૌથી  સ્ટ્રોંગ  પ્રતિકારક   શકિત ધરાવે છે.

ચામાચીડિયા એક રહસ્યમય નિશાચર

આપણા સમાજ-ધર્મ અને વિવિધ   સમુદાયમાં   તેને રહસ્યમય જીવ  ગણવામાં આવે છે. તેની સાથે ભૂત-પ્રેત જેવી વિવિધ લોકવાયકા  જોડાયેલી છે.  કોરોના બાદ   તો તેના નાશ કરવાની ગતિ-વિધી વધી ગઈ હતી, પણ  એક સૌથી સારી વાત એ છે કે તે વિવિધ   પ્રકારના નુકશાન ર્ક્તા કિટકો-પતંગીયા જેવાનો શિકાર કરી  ને ખેતીમાં જૈવિક  કિટનાશકની  મહત્વની ભૂમિકા ભજવે છે. હજારો વૃક્ષોની  પ્રજાતિના  બિજ અને પરાગરજને કુદરતી   રીતે ફેલાવવાનું મહત્વનું  કાર્ય કરે છે.

ચામાચીડિયા ઝાડ પર ઉંધુ કેમ લટકે છે?

આ નિશાચર જીવ વૃક્ષો તથા અંધારી ગુફામાં   ઉંધા લટકેલા જોવા મળે છે, અને તે આ રીતે સૂઈ પણ શકે છે. ઉંધા લટકવાના પાછળના  કારણોમાં તે અન્ય પક્ષીઓની જેમ જમીન પરથી ઉડી શકતા નથી કારણકે તેની પાંખોમાં  તે ક્ષમતા નથી. આ સિવાય તેના  પાછળના પગ ટુંકા અને  અવિકસીત હોવાથી તે  દોડવા કે ઉડવામાં  અસમર્થ હોય છે.  ઉંધા સૂઈ જતી વખતે તેમના પગની નસો એવી રીતે ગોઠવાય છે કે તેમનું વજન તેમને તેમના પંજાને  મજબૂત રીતે   પકડવામાં મદદ  કરે છે. પગની પકડ છોડીને તે  હવામાંથી ઉડવાનો  પ્રારંભ કરી દે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.