સૌરાષ્ટ્રના મેડિકલ હબ ગણાતા રાજકોટના તબીબોએ આપી દર્દીઓને ડોક્ટર્સ ડેની શુભકામના
કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ નથી પહો શકતા એટલે તેણે માં બનાવી અને કયારેક મા પણ બાળકનો ઉપચાર કરવામાંથી લાચાર બની જાય એટલે ડોકટર, તબીબી, ચિકિત્સકની જરૂર પડે છે માટે જ આપણે ડોકટરોને ભગવાનનો અવતાર કહીએ છીએ દુનિયામાં ડોકટરને ખૂબજ સન્માન આપવામાં આવે છે. અને ભારતમાંતો ડોકટરને પૂજનીય સ્થાન અપાય છે. ભારતમાં ડોકટર્સ ડે એક જાગૃતી અભિયાન છે. ભારતમાં ૧૯૯૧માં સરકાર દ્વારા ડોકટર ડેની ઉજવણી કરવાની શરૂઆત કરાઈ હતી ભારતના જાણીતા ડો. બિધાનચંદ્ર રોટ (ડો.બી.સી. રોય)ને શ્રધ્ધાંજલી અને સન્માન આપવા ૧ જુલાઈ ને તેમની પૂણ્યંતિથિ પર ડોકડર્સ ડે ઉજવાય છે.
રાષ્ટ્રીય ડોકડર્સ ડે ને ૧ જુલાઈના દિવસે મનાવવામાં આવે છે. ડોકડર્સ ડે ના દિવસે ડોકડર્સની ઉપલબ્ધીઓ અને મેડીકલ ક્ષેત્રે નવા પરિમાણો મેળવવા માટે ડોકડર્સનું સન્માન કરવામાં આવે છે એટલું જનહી મેડીકલ સ્ટુડન્ટસને પ્રેરીત કરવા માટે શાળા અને કોલેજોમાં મેડિકલ સાથે જોડાયેલ અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.
આમતો જીવન મૃત્યુ ભગવાનના હાથમાં હોય પરંતુ હવે ભગવાને માણસને ડોકટર બનાવે તેને જીવન આપવાનો અધિકાર આપ્યો છે. મેડીકલ ક્ષેત્રના ડોકટરોએ દિન પ્રતિદિન વિકાસ કર્યો છે. આજે મોટામાં મોટી બિમારીની પણ ડોકટર ઠીક કરી શકે છે.
વિજ્ઞાનના ચમત્કારોની મદદથી આજ ડોકટરોએ તરકકી કરી છે. ડોકટરના સમર્પણ, કાર્ય પ્રત્યે નિષ્ઠા, ઈમાનદારી, લગન ને સન્માન આપવા માટે અને તેને સલામ કરવા માટે ઉજવણી કરવામાં આવે છે.
ડોકડર્સ ડે ભારતની સાથે સાથે અન્ય દેશોમાં પણ મનાવવામાં આવે છે. જેમાં બ્રાઝીલમાં ૧૮ ઓકટોબર કયુબામાં ૩ ડિસેમ્બર ઈરાનમાં ૨૩ ઓગષ્ટ, અમેરિકામાં ૩૦ માર્ચ વિયેતનામામાં ૨૮ ફેબ્રુઆરી, નેપાળમાં ૪ માર્ચે ડોકડર્સ ડે ઉજવાય છે.
ડોકડર્સ ડેના દિવસે હેલ્થકેર સંગઠનો દ્વારા ઘણા સ્વાસ્થ્ય કેન્દ્રો અને સાર્વજનીક સ્થળો પર આમ જનતા માટે નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
દિલીપભાઈ લાઠીયા અબતક સાથેની વાતચીતમાં જણાવે છે કે કીડનીની તકલીના કારણે તે સ્ટર્લીંગ હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવે છે. તે ૧ વર્ષથી ડાયાલીસીસ કરાવે છે. અને સ્ટર્લીંગ હોસ્પિટલના ડાયાલીસીસ વિભાગના સ્ટાફ સારવારમાં ખૂબજ સારી રીતે કરે છે અને તેઓ બે વખત ખૂબજ સીરીયસ હાલતમાંથી બહાર નીકળી શકયા છે. અને તેઓ સ્ટર્લીંગની સુવિધાઓની વાત કરતા કહે છે કે બધીજ પ્રકારની બેડસીટ સમય સર ચેન્જ કરી જાય છે. અને વ્યવસ્થિત રીતે સારવાર આપે છે.
સ્ટરલીંગ ડાયાલીસીસ ટેકનીસન રવિભાઈ સાવલીયા અબતક સાથેની વાતચીતમાં તેમના પેસન્ટ દીલીપભાઈ વિશે જણાવે છે કે દિલીપભાઈ લાઠીયા સ્ટલીંગ હોસ્પિટલમાં ડાયાલીસીસ છેલ્લા ૨ વર્ષથી કરાવે છે. તેમને ડાયાબીટીસ અને બીપીની તકલીફનો કારણે કીડની ફેલ થઈ છે છેલ્લા અમુક સમયમાં તેમને ઈમરજન્સી પણ થઈ હતી તો તેઓની ડાયાલીસીસ ટીમએ સારવાર આપી અને ઈમરજન્સીમાંથી બહાર કાઢ્યા છે. અને હાલમાં તે એક અઠવાડીયામાં ૩ વાર ડાયાલીસીસ માટે આવે છે.