પોલીસ ખાતાની ખટપટ સામે જેતપુર પાલિકા પ્રમુખે સત્ય અને ન્યાયનો પક્ષ લીધો
સામાન્ય રીતે સમાજમાં અને પોલીસ ખાતામાં પણ એવી માન્યતા હતી કે રાજકારણીઓ ભલે ગમે તે પક્ષના હોય પણ તેઓ સ્વલક્ષીજ હોય છે. હું અને મા‚ કે મારા માણસો તેના માટે રાજકારણીઓ સત્ય વાતને પણ મરડી મચોડીને ખોટી રીતે પોતા તરફી કરી દેતા હોય છે. જોકે આ સીલસીલો મહાભારત કાળથી ધ્રુષ્ટરાષ્ટ્રથી ચાલ્યો આવે છે. ધુષ્ટરાષ્ટ્રને નાલાયક અને ઉધ્ધત એવા પોતાના ‘મામકા:’ વધુ વ્હાલા હતા અને સજજન અને લાયક ‘પાંડવા:’ પ્રત્યે પક્ષપાત હતો. જયદેવને પણ પોલીસ ખાતામાં આવ્યા બાદ અનુભવ થયેલો કે રાષ્ટ્રીય પક્ષના હોય કે રાષ્ટ્રવાદી પક્ષના હોય પણ લગભગ તમામના અનુભવ એવા થયેલા કે તેઓ પોતાના સ્વાર્થ માટે ગમે તે સાચી અને તથ્ય વાળી વાતને પણ ખોટી ઠેરવી આક્ષેપો કરતા હતા.
જેતપુર નગરપાલીકાના પ્રમુખ રાષ્ટ્રવાદી પક્ષના હતા. પોલીસ જવાનો પાસેથી આ પ્રમુખ અંગે એવી વાત સાંભળેલી કે થોડા વર્ષો પહેલા આ પ્રમુખ જયારે વિરોધ પક્ષના આગેવાન હતા સતામાં રાષ્ટ્રીય પાર્ટી હતી ત્યારે તેમને જેતપુર સીટીના ફોજદાર વાઘેલા અને જેતપુર તાલુકાના ફોજદાર રાવલ સાથે કાંઈક રજુઆત સંદર્ભે માથાકૂટ થયેલ અને ફોજદાર રાવલે આ રાષ્ટ્રવાદી આગેવાન ને ફડાકો ઝીંકી દીધેલો અને તેની ફરિયાદ થયેલી આ કેસ કોર્ટમાં ચાલતા સુધી આ આગેવાને ફોજદારો સાથે સમાધાન કર્યંુ જ નહિ અને કેસ ચાલી જતા બંને ફોજદારોને એક એક મહિનાની સજા થયેલી પરંતુ બંને ફોજદારો આ સજા સામે હાઈકોર્ટમાં અપીલમાં ગયેલા અને ત્યાં સમાધાન કરી ને માંડ માંડ છૂટેલા ટુંકમાં આ રાષ્ટ્રવાદી પ્રમુખ બહુ સિધ્ધાંતવાદી અને જીદવાળા હોવાનું જાણવા મળેલુ હતુ.
માર્ચ મહિનામાં બોર્ડ દ્વારા મેટ્રીકની વાર્ષિક પરીક્ષા શ‚ થતા આ પરિક્ષા બંદોબસ્તનાં સુપર વિઝનની કામગીરી ફોજદાર જયદેવના ભાગે આવેલી. તે સમયે અમુક શહેરો અને અમુક પરિક્ષા કેન્દ્રો મેટ્રીકની પરિક્ષાઓમાં ચોરીઓ કરવા કરાવવા માટે પંકાયેલા હતા. તે રીતે જેતપુર સ્ટેન્ડ ચોકમાં આવેલી ગર્લ્સ સ્કુલ ઉપર પણ તે સમયે આવારા તત્વો અને પરિક્ષામાં ચોરીઓ કરાવનારા ના જમાવડા રહેતા આથી ત્યાં દર વર્ષે ખાસ એસ.આર.પી.નો બંદોબસ્ત પણ રાખવામાં આવતો હતો.
તે સમયે નિયમ એવો હતો કે, બોર્ડની પરિક્ષામાં સ્કુલમાં દાખલ થવાનો બેલ વાગે તે પછી દસ મીનીટે બીજો બેલ વાગતો જે વિદ્યાર્થીઓને મૂકવા આવેલા સંબંધીઓને સ્કુલમાંથી પાછા બહાર નીકળી જવાની ચેતવણી બેલ વાગતો સજજન લોકો બીજો બેલ વાગતો તેની અમલવારી કરતા પરંતુ ચોરી કરાવનારા બદમાશો જે સ્કુલમાં ઘુસેલા હોય તે બીજો બેલ વાગતા બહાર નીકળવાને બદલે સ્કુલ બિલ્ડીંગમાં જ કયાંક ખૂણે ખાંચરે સંતાઈ જતા અને ત્યાર પછી વિદ્યાર્થીઓને પ્રશ્ર્નપત્ર વહેંચાઈ જાય પછી તેમાંથી પુછાયેલ પ્રશ્ર્નોની યાદી લઈ પંદર વિસ મીનીટે બહાર નીકળતા. દરવાજા ઉપર પોલીસ હોય આવા તત્વો બહાર નીકળવા માટે બારી ઠેકીને કે સ્કુલની દિવાલો ઠેકીને બહાર નીકળતા પરંતુ અમુક પેધી ગયેલા બદમાશો કે જેમની લાગવગ હોય તંત્ર સાથે ગોઠવણી હોય કે માથાભારે ગુંડા કે રાજકીય પીઠબળ વાળા તે છાતી કાઢીને દરવાજેથી પોલીસ અને એસ.આર.પી. હોય ત્યાંથી પણ મગ‚રીથી પસાર થઈ નીકળતા.
જયદેવને સ્કુલ કોલેજની પરિક્ષા પરિણામ અને તેમાં ચોરીઓ અંગે અનુભવ એવો હતો કે હોંશીયાર અને તેજસ્વી વિદ્યાર્થીઓ પરિક્ષામાં ચોરીતો કરે જ નહિ. પરંતુ ચોરીઓ થાય તે પણ તેમને પસંદ હોતુ નથી. આ પરિક્ષાચોરીઓ તો એવા વિદ્યાર્થીઓ પસંદ કરતા કે જેમના મા-બાપની કાંતો ઈચ્છા ઉંચી ટકાવારીની હોય અને કાંતો વિદ્યાર્થીની કારકીર્દી ઉપર કાંઈ ધ્યાન જ ન આપ્યું હોય અને વિદ્યાર્થીએ આખા વર્ષ દરમ્યાન જલસા માર્યા હોય અને અભ્યાસમાં ધ્યાન આપ્યું ન હોય તેથી આગળ અભ્યાસ અને જલસા ચાલુ રાખવા માટે પાસ થવું પણ ફરજીયાત રહે અને તે માટે પરિક્ષા ચોરી સિવાય કોઈ વિકલ્પ રહેતો નહિ.
અમુક પરિક્ષા કેન્દ્રોમાં ચોરીની પુરતી સુવિધાઓ છતા કોઈ ને ફર્સ્ટ કલાસ આવતો નહિ અને કયારેક ખાસ ચેકીંગ સ્કોડ ખાબકતા એકાદ વિષયમાં એટીકેટી મળી જતી. તો અમુક ને કોપીકેસની નોટીસો પણ બજી જતી કેમકે ‘નકલમાં અકલ ન હોય’ ત્યારે બુકમાં જે લખ્યું હોય તે તમામ બેઠુ જ લખતા હોય છે જેથી જો બુકમાં અનુસંધાન પાંચમાં પાને લખ્યું હોય તો આ ઠોઠ સૂરવિર તે પણ અનુસંધાન પાંચમાંપાને છાપી મારે એટલે બુધ્ધી જીવી પરીક્ષકો તેને કોપી કેસમાં જ મૂકે.
જયદેવને બે ત્રણ વર્ષમાં પોલીસ ખાતાના બંદોબસ્તથી એટલો ખ્યાલ આવી ગયેલો કે પરિક્ષા કેન્દ્રોમાં જો સુપરવાઈઝરોની ઈચ્છા હોય કે ચોરી ન થવા દેવી તો ચોરીઓ થઈ જ ન શકે. પણ સમાજમાં પણ એવી પ્રથા પડી ગઈ છે કે તમામ બાબતોમાં જવાબદાર પોલીસ જ. અને આ કારણે પોલીસ જવાનો પણ નિદોર્ષ હોવા છતાં આવું સાંભળી -છાપામાં વાંચીને નિંભર થઈ જતા હોય છે કે આમેય કયાં કોઈ સા‚ કહે છે. તમામ અપજશનો ટોપલો તો પોલીસ ઉપર જ આવવાનો છે ને. પરિક્ષા કેન્દ્રો ઉપર પોલીસ દળનું કાર્ય રક્ષણ કરવાનું હોય છે. કલાસ ‚મમાં ચોરીઓ અટકાવવાનું નહિ.
એક દિવસ જયદેવ જુદી જુદી સ્કુલોનાં પરિક્ષા કેન્દ્રો ઉપરનો પોલીસ બંદોબસ્ત ચેક કરતો કરતો આ સ્ટેન્ડ ચોકની સ્કુલ ઉપર આવ્યો. ઐતિહાસિક કમરીબાઈ સ્કુલમાં ગાંધીજીને સૌ પ્રથમ ‘મહાત્મા’નું બિ‚દ મળેલુ સને ૧૯૧૫માં જેતપુરના નૌતમલાલ ભગવાનજીએ માનપત્રને મુસદો તૈયાર કરેલો જે દસ્તાવેજ હાલમાં દિલ્હીમાં ‘ગાંધી રાષ્ટ્રિય મ્યુઝીયમમાં સંગ્રહાયેલા છે. જયદેવે સ્કુલના દરવાજા ઉપર જોયુ તો મુખ્ય દરવાજા ઉપર લોકલ પોલીસ જવાનો હતા ત્યાં ફળીયા પછીના બિલ્ડીંગના દરવાજે એસઆરપીના ચાર જવાનો ફરજ ઉપર હતા. આથી જયદેવ મુખ્ય દરવાજે થઈ બિલ્ડીંગના દરવાજે એસ.આર.પી.ના જવાનોને મળ્યો. પરિક્ષામાં પ્રશ્ર્ન પેપર અપાઈ ગયા ને અરધો કલાક થઈ ગયો હતો તે દરમ્યાન સ્કુલમાંથી એક યુવાન બહારની તરફ આવતો જણાયો જયદેવે એસ.આર.પીના જવાનોને કહ્યું આને કેમ રોકયો નહિ? આથી એસ.આર.પી. જવાને કહ્યું કે સાહેબ લોકલ પોલીસે કહ્યું છે કે આ વ્યકિતને છંછેડવા જેવો નથી. તેને રોકવો કે ટોકવો નહિ. આથી જયદેવે કહ્યું હવે હું કહું છું તમે તેને રોકો આથી ત્રણ જવાનો આ ભાગતા યુવાનને પકડવા દોડયા સ્કુલના ફળીયામાં જ થોડી ઝપાઝપી થઈ એ પેલા યુવકનું પેન્ટ ભીનુ થઈ ગયુ. જયદેવે કહ્યું બહુ થયું તેને છોડીદો આથી પેલો યુવાન દોડીને દિવાલ ઠેકીને નાસી ગયો.
મુખ્ય દરવાજેથી લોકલ પોલીસ જવાને આવી ને જયદેવને કહ્યું કે સાહેબ જે યુવાન હતો તે સભાપતિનો પુત્ર હતો. આથી જયદેવને ફોજદાર વાઘેલા
અને રાવલનો સાંભળેલો કિસ્સો યાદ આવી ગયો અને મનમાં થયું કે ભારે કરી જો આ યુવાનને પોલીસ વિ‚ધ્ધ કાંઈ ફરિયાદ નહિ કરવી હોય તો પણ ફોજદાર આમસા કાંઈક તો તુત ઉભુ કરશે જ.
જયદેવ પોલીસ સ્ટેશનમાં આવ્યો તેવામાં નગરપાલીકામાંથી ચીફ ઓફીસરનો ટેલીફોન આ બાબતે જ આવ્યો એટલે જયદેવે પોતે જ જે બનાવ બન્યો તેની સાચી હકિકત તેમને જણાવી દીધી. ચીફ ઓફીસરે કહ્યું સભા પતિ મારી પાસે જ બેઠા છે અને થવાનું હતું તે થયું હવે બીજી કોઈ કાર્યવાહી કરતા નહિ. પરંતુ આ બનાવની વાતતો પોલીસ દળમાં વાવાઝોડાની જેમ ફેલાઈ ગયેલી અને ફોજદાર આમસાને આ બાબત આ રીતે સીધી રીતે પૂરી થઈ જાય તેમાં રસ નહતો તેને તો શહેરમાં કોઈક ડખો થાય અને જયદેવનું તપેલુ ચડે તેમાં રસ હતો.
થોડીવારે સમાચાર આવ્યા કે સ્ટેન્ડ ચોકમાં નવા નવા થતા રાજકારણી વાસાએ એવું લખીને નોટીસ બોર્ડ મૂકયા છે કે ‘રક્ષક જયારે ભક્ષમ બને છે. ત્યારે જેતપુર સજજડ બંધ’ જેતપુર શહેમાં ભૂતકાળમાં નવ નિર્માણ આંદોલન સમયે ખૂબ તોફાનો થયેલા અને સાડીના કારખાનાઓમાં કલરમાં વપરાતો એસીડ કે તેજાબ પણ પોલીસ ઉપર ફેંકાયેલો. જેતપૂર શહેર જૂની શૈલીનું સાંકડી શેરી ગલીઓ વાળુ શહેર હોઈ પોલીસને તે સમયે બંદોબસ્ત રાખવામાં ખૂબજ તકલીફો પડેલી.
ફોજદાર આમસાએ તો આ વાતને મીઠુ મરચુ ભભરાવીને જેતપૂરનાં ભૂતકાળના બનાવો નો સંદર્ભ ટાંકીને રાજકોટ જીલ્લા પોલીસ કંટ્રોલ‚મને જેતપૂર સજજડ બંધ અંગે જથ્થાબંધ પોલીસદળ માંગતો વાયર લેસ મેસેજ મોકલી દીધો.
જયદેવને ખ્યાલ આવી ગયો કે હવે જનતાના રસ કરતા ખાતાની ખટપટ વધારે છે. પરંતુ પોતે જૂનીયર અધિકારી તરીકે તો શું કરી શકે પણ તે ફરતો ફરતો કણકીયા પ્લોટમાં નવદુર્ગા ગેરેજ ઉપર આવતા ત્યાં તેનો મીત્ર વજુ ધડુક અને બીજા પાંચેક કોલેજીયનો ઉભા હતા જયદેવે બનેલ બનાવની અને ખટપટની વાત કરી તથા સ્ટેન્ડ ચોકમાં મૂકાયેલ પાટીયા (નોટીસબોર્ડ) પાસેજ રાજકારણી વાસા અને તેના મિત્રો ઉભા હોવાની વાત કરી આથી આ ઉભેલા કોલેજીયનો એ કહ્યુ એમ વાત છે? તમે અહિ જ રોકાવ અને તે તમામ કોલેજીયનો પોત પોતાના મોટર સાયકલો લઈને આવ્યા સ્ટેન્ડ ચોકમાં. આ કોલેજીયનો એ સૌ પ્રથમ બંધનાં પાટીયા ઉપાડી લઈ ને ફેંકી દીધા અને વાસાને કહ્યું શાનું બંધ? ઘર ભેગો થઈ જા સાંજ સુધી ઘર બહાર નીકળતો નહિ નહિ તો મજા નહિ રહે વાસાની ટોળકીમાં ભાગા ભાગી થઈ ગઈ.
આમ જેતપુર બંધનું સુરસુરીયું થઈ ગયું વેપારીઓ ને આમેય બંધ રાખીને ધંધામાં ખોટ જ ખાવાની હતી ને? બીજી તરફ આ જેતપૂર બંધના પાટીયા મૂકાયા, પોલીસ બંદોબસ્ત વધારે બહારથી મંગાવાયો તેમજ બંધનાં પાટીયા પાછા ફેંકાયા અને મૂકનારને ભગાડયાની વાત ચીફ ઓફીસરને ખબર પડતા તેણે સભાપતિને વાત કરી. આથી ખરા અર્થમાં રાષ્ટ્રવાદી અને સત્યવાદી સભાપતિએ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કહી દીધું કે જેતપૂર બંધનું કોઈ એલાન છે નહિ, પોલીસ અધિકારીએ જે કાર્યવાહી કરી તે ન્યાયીક છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સારી વાત છે. ગામની બજારો અને સ્કુલો ચાલુ જ રહેવાની છે. જે બહાર ગામથી વધુ પોલીસ બંદોબસ્ત મંગાવ્યો છે તેની કોઈ જ‚રત નથી.
હવે ફોજદાર આમસા મુંજાયા કે વાયરલેસ મેસેજ કરીને પોતે ખોટા પડયા. પરંતુ તેણે તુરત જ જીલ્લા પોલીસ કંટ્રોલ‚મમાં ટેલીફોન કરીને વરધી લખાવી દીધી કે બંધનું કોઈ એલાન નથી કોઈ બંદોબસ્ત મોકલવો નહિ આમસાને થયું કે આ એજ વ્યકિત છે કે જેણે એક ફડાકા માટે બે બે ફોજદારોને સજા કરાવેલ હતી તેનામાં આટલુ જબ્બરદસ્ત પરીવર્તન? પણ કુદરતમાં એવો નિયમ છે કે કોઈ કાર્ય સ્વાર્થ વગરનું અને ન્યાયીક હોય તેમાં કુદરત પણ સહકાર આપતી હોય છે.
સામાન્ય રીતે લગભગ તમામ રાજકારણીઓ પોતાનો વારસ પુત્ર ખોટો હોય કે તે વાંકમા હોય તો પણ તેનો જ પક્ષ લેતા હોય છે. અને આને કારણે અનેક અધિકારીઓની બદલીઓ પણ થયેલી હોય અને સહન પણ કરવું પડેલ હોવાના દાખલા હતા.
પણ જયદેવને આ જેતપૂર નગરપતિ સાચા અર્થમાં રાષ્ટ્રવાદી લાગ્યા કેમકે આવા સંજોગોમાં પણ પોતાના પુત્રનો ખોટો પક્ષ લીધો નહિ અને એક સતાધારી રાજકારણી તરીકે સત્ય અને ન્યાયનો પક્ષ લીધો. તે હકિકત જયદેવ માટે તો નવાઈ જનક અને અપવાદ રૂપ હતી.