અબતક, નવી દિલ્હી :

એક આઈડિયા જો બદલ દે દુનિયા….સરકારે ટેલિકોમ ક્ષેત્રમાં ઇજારાશાહી ન આવે તે પ્રકારના તમામ પગલાઓ લીધા છે. જેનો લાભ વોડાફોન આઈડિયાને ભરપૂર મળી રહ્યો છે. જેથી વોડાફોન આઈડિયાના સારા દિવસો હવે શરૂ થશે. વોડાફોન આઈડિયા માટે સરકારે 2500 કરોડની બેંક ગેરેન્ટી જારી કરી છે. સાથે જ કંપનીએ રેટ્રો ટેક્સ સેટલ કરવા સરકારમાં અરજી કરી છે. જે અરજી મંજુર થતા કંપનીને ફાયદો થવાનો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિયોને લાયસન્સ અને સ્પેક્ટ્રમ વપરાશ શુલ્ક માટે જમા કરાયેલ આશરે રૂ. 9,200 કરોડની બેંક ગેરંટી જારી કરી છે. ટેલિકોમ વિભાગનું આ પગલું સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં ટેલિકોમ ઉદ્યોગ માટે જાહેર કરાયેલ રાહત પેકેજનો એક ભાગ છે. “ભારતી એરટેલ માટે લગભગ રૂ. 4,000 કરોડ અને વોડાફોન આઇડિયા માટે રૂ. 2,500 કરોડની બેંક ગેરંટી જારી કરવામાં આવી છે, તેમ સૂત્રએ જણાવ્યું હતું.

કંપની માટે સરકારે 2500 કરોડની બેંક ગેરેન્ટી જારી કરી,
બીજી બાજુ કંપનીએ રેટ્રો ટેક્સ સેટલ કરવા સરકારમાં અરજી કરી

રિલાયન્સ જિયોની લગભગ રૂ. 2700 કરોડની બેન્ક ગેરંટી ગયા મહિને જારી કરવામાં આવી હતી. આ અંગે એરટેલ, વીઆઈએલ અને જિયોને ઈ-મેઈલનો હાલ કોઈ જવાબ મળ્યો નથી. ટેલિકોમ વિભાગે ઓક્ટોબરમાં ટેલિકોમ કંપનીઓ માટે કામગીરી અને નાણાકીય બેંક ગેરંટીની જરૂરિયાતમાં 80 ટકાનો ઘટાડો કર્યો હતો. વિભાગના સુધારેલા નિયમો હેઠળ, ટેલિકોમ લાયસન્સ માટે દરેક સેવા માટે 44 કરોડ રૂપિયા સુધીની કામગીરીની ગેરંટી આપવી પડશે. જ્યારે જૂના નિયમ મુજબ આ ગેરંટી 220 કરોડ રૂપિયા હતી. એ જ રીતે ટેલિકોમ ઓપરેટરોએ હવે સર્કલ દીઠ વધુમાં વધુ રૂ. 8.8 કરોડની નાણાકીય ગેરંટી આપવી પડશે, જે અગાઉ રૂ. 44 કરોડ હતી.

વોડાફોને જાહેર કર્યું છે કે તેને ભારત સરકારને તેના રેટ્રો ટેક્સ વિવાદને પૂર્વનિર્ધારિત કાયદા હેઠળ ઉકેલવા માટે અરજી દાખલ કરી છે. જે ભવિષ્યના કોઈપણ દાવાઓ સામે તેને નુકસાન ભરપાઈ કરવા સંમત છે. તેઓએ અરજી કરી છે. અરજીની પ્રક્રિયા થયા બાદ કંપનીને ફોર્મ 2 જારી કરવામાં આવશે. ફોર્મ 2 એ અરજીની સ્વીકૃતિ દર્શાવતું આગલું પગલું છે, જે ચૂકવેલ કરના રિફંડ માટે સ્ટેજ સેટ કરે છે.

બાદમાં સરકારે વોડાફોનને ₹44.7 કરોડ રિફંડ કરવા પડશે જે તેણે ટેક્સ તરીકે વસૂલ્યા હતા. કેઇર્ન એનર્જી, અને અન્ય તમામ કંપનીઓ કે જે રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ દ્વારા આવરી લેવામાં આવી છે, ટેક્સેશન લોઝ (સુધારા) એક્ટ 2021 હેઠળના અંતિમ નિયમો જારી થયા પછી આવકવેરા વિભાગ સાથે સેટલમેન્ટ માટે અરજી કરી ચૂકી છે. તેમની અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવી છે અને કેઇર્ન એનર્જી સહિત મોટાભાગના લોકોને ફોર્મ 2 જારી કરવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. વોડાફોને અલગ અલગ જોગવાઈઓ હેઠળ અરજી દાખલ કરી છે. સરકારે ઓક્ટોબરના મધ્યમાં ફાઇનાન્સ એક્ટની કલમ 119 હેઠળ આ જારી કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.