ફ્રાંસનાં લેયોનમાં વર્ષો પુરાણા હાથીના અવશેષોની હરરાજી
પૌરાણિક હાથીના કંકાલતંત્રને શણગારી અમારા ફાર્મની લોબીમાં રાખીશુ ખરીદનાર કંપની
ઐતિહાસીક અને પૌરાણીક તથ્યો રજૂ કરતા જૂના પૂરાણા અવશેષોનું મુલ્ય અનેકગણું હોય છે. કહેવાય છે ને કે, હાથી જીવે તો લાખનો મરે તો સવા લાખનો પણ અહીં હાથી મર્યા બાદ કરોડોમાં અંકાયો છે.ફ્રાંસના લેયોનમાં હરરાજી દરમિયાન ૧૫ હજાર વર્ષ જૂના હાથીનું કંકાલ, ૬,૪૩,૯૦૦ ડોલર એટલે કે લગભગ સાડા ચાર કરોડ રૂપીયામાં વેચાયું છે.
હાથીના કંકાલ તંત્રને ખરીદનાર કંપની સો પ્રેમા છે કે જે એક બાંધકામ ક્ષેત્રે સંકળાયેલી કંપની છે. કંપનીનાં જણાવ્યા અનુસાર, તેમણે આ કંકાલતંત્ર તેમના ફાર્મ માટે ખરીદયું છે. વિશાળ કાય હાથીનું આ કંકાલતંત્રને તેમની રિશેપ્શન લોબીમાં રાખી તેને ડેકોરેટ કરશે. સોપ્રેમા કંપનીનાં સીઈઓ બીન્ડશેડલ્રે જણાવ્યું કે, આ હાથીને અને અમારી લોબીમાં શણગારીને રાખીશું. તે એક આકર્ષણનું કેન્દ્ર બનશે. ૧૫ હજાર વર્ષ જુનુ કંકાલતંત્ર છે એ વાત જ એક મોટુ આકર્ષણ છે પરંતુ આ હાથીને અમે વિભિન્નરીતે ડેકોરેટ કરી તેને અલગ જ શેપમાં રજૂ કરીશું.