ફીઝીકલ કામગીરીનો પ્રારંભ કરવા ડીસ્ટ્રીકટ જજને કાલે વકીલો દ્વારા કરાશે રજુઆત
રાજકોટ કોરોનાની મહામારીમાં સમગ્ર રાજયમાં કામગીરી ચાલુ છે દરેક કચેરીમાં અધિકારીથી કર્મચારી લાખો લોકો કાર્ય કરી રહેલા છે. ત્યારે માત્ર હાઇકોર્ટમાં અને રાજયની તમામ અદાલતોમાં મહામારીનો ડર શા માટે સતાવે છે અને કોર્ટમાં ફીઝીકલ કામગીરીથી શા માટે ડરે છે. તેવો વેધક પ્રશ્ર્ન બાર કાઉન્સીલરના પૂર્વ ચેરમેન દીલીપ પટેલે પૂછયો છે.
ગુજરાતના ૮૫ હજાર વકીલો ફીઝીકલ કોર્ટોના બદલે વચ્યુયલ આભાસી કોર્ટોની અરજન્ટ કામગીરી થતી હોય હવે રોષે ભરાયેલા છે અને રાજયના વકીલો કોર્ટોની કામગીરીના બહિષ્કાર કરે તે પહેલા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ કોર્ટોમાં કાર્ય શરુ કરવું જોઇએ તેમ દીલીપ પટેલે જણાવેલ છે.રાજકોટમાં ર૪ અદાલતોમાં માત્ર ૧ર અદાલતોમાં આભાસી કાર્ય ચાલે છે અરજન્ટ સીવાય કોઇ કાર્ય થતું નથી હાઇકોર્ટે અને રાજયનાી અદાલતો માત્ર કાગળ ઉપર કામ કરી રહી હોવાના આભાસી વકીલો અને પ્રજાને થઇ રહેલો હોવાનું બાર કાઉન્સીલના દીલીપ પટેલે જણાવેલ છે.
આવતી કાલે ર૧-૭ ના બીલ કાઉન્સી ઓફ ગુજરાત અને ઇન્ડીયાના મેમ્બર દીલીપ પટેલ અને વકીલો દ્વારા ડીસ્ટ્રીકટ જજ ને લેખીત રજુઆત કરી તમામ અદાલતી કાર્યરત કરવા અને કોરોના સાથે જીવતા શીખવા અને નિયમો સાથે અદાલત શરુ કરવા રજુઆત કરવામાં આવશે.