જીતની વાત તો દૂર છે વિરોધ પક્ષો સંગઠીત થશે તો વર્ષોમાં કોઈએ નહીં જોઈ હોય તેવી પડતી ભાજપની જોવા મળશે: રાહુલ
૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય તો ભૂલી જાવ જો વિરોધ પક્ષો એક થઈને લઈશે તો વડાપ્રધાન પોતાની વારાણસી બેઠક પણ ગુમાવશે તેવો દાવો કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યો છે.
વિરોધ પક્ષોની એકતા ઉપર વિશ્ર્વાસ વ્યકત કરતા રાહુલ બાબાએ કહ્યું હતું કે, હું આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય જોઈ રહ્યો નથી. સરકાર દલીતોના રોષનો ભોગ બનશે તેવો દાવો પણ રાહુલ ગાંધીએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપના પરાજય પાછળ બે કારણો રહેશે. વિરોધ પક્ષો એક જૂટ ઈને લડશે જેનાથી ભાજપનું જીતવું અશકય બની રહેશે.
તેમણે બિહાર અને ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પક્ષ સામે વિરોધ પક્ષોએ કરેલા જોરનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજસન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત કે પંજાબ કયાં જીતશે ભાજપ ? અમે દરેક રાજયમાંથી ભાજપને પરાસ્ત કરશું. એવી પડતી થશે કે, ભૂતકાળમાં કોઈએ જોઈ નહીં હોય.
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જનઆર્શિવાદ યાત્રામાં રાહુલ ગાંધીએ આ ઉદ્બોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમે ઈગોસ્ટીક નથી. લોકોને કચડતા નથી અને લોકોની જિંદગી તબાહ કરી નથી માટે અમે ફરીથી સત્તા ઉપર આવશુ.