અબતક, નેહલલાલ ભાટીયા, દામનગર
પશ્ર્ચિમ રેલ્વેમાં કુલ 6440 કી.મી. રેલ લાઇનમાં 5110 કી.મી. એટલે કે 80% ગુજરાતમાં છે, મધ્યપ્રદેશમાં 14.3%, મહારાષ્ટ્રમાં કેવળ 5.7% અને રાજસ્થાનમાં 1%થી પણ ઓછી છે. પશ્ર્ચિમ રેલવેનું મુખ્ય મથક મુંબઇ ચર્ચગેટ ખાતે છે તે રેલવેમાં થોડો ઘણો પણ રસ ધરાવનારને સુવિદિત છે. જે રાજ્યમાં રેલવે લાઇનો 80% છે તેમાં નહીં પરંતુ જે રાજ્યમાં કેવળ 5.7% છે તે રાજ્યમાં મુખ્ય મથક રાખવાનું કોઇ વ્યાજબી કે ગેરવ્યાજબી કારણ નથી અને રાષ્ટ્રીય માલ તથા માનવ પરિવહન, વ્યવસાયિક કુશળતા, વ્યવસાયિક કામગીરીઓ અર્થાત પરિવહન સુવિધાઓ જ્યાં દૈનિક હજાર નહીં લાખો જીવંત માનવીઓ સંકળાયેલા છે. તેનું મેનેજમેન્ટ દૂર, અતિદૂર હોઇ શકે જ નહીં પણ છે. ભારત સરકાર એન.ડી.એ.1 વાજપેયીજીના પ્રધાનમંત્રી પદના સમય દરમ્યાન ભારતભરના રેલવે ઝોન જેટલા હતા તેના 2002માં પુન:રચનાઓ, વિભાજનો અનેક નવા અસ્તિત્વમાં આવ્યાં તેમાં પ.રે.ના પણ વિભાજન થયા નવા બે અસ્તિત્વમાં આવ્યા, એકનું મુખ્ય મથક જયપુર અને બીજાનું જબલપુર અને શેષ તે વર્તમાન પ.રે. આગળ જણાવ્યા મુજબ પરંતુ મુખ્યાલય ખેસવીને અમદાવાદ લવાયું નહીં.
ગુજરાતના 1600 કીમીના સમુદ્ર કિનારા પરના મહાબંદરોના પ્રબંધકો, માલિકો પોતાની ગોઠવણી મુજબ પોતાનું કામ મુંબઇ ખાતે રજી. ઓફિસો થકી કરી કરાવી લે છે. મહાઉદ્યોગપતિઓની જેમ પણ ગુજરાત સરકારના પોતાના બંદરો મેરીટાઇમ બોર્ડ હસ્તક છે તેમાં તકલીફ થાય છે જ અને રેલવે, બંદરો બંને આર્થિક સામાજીક વિકાસ માટે પાયાની આવશ્યક માળખાકીય સુવિધાઓ હોવા છતાં પૂરક બની શકતા નથી અને ગુજરાત રાજ્ય, ભારતને ન ગણી શકાય તેવું નુકશાન સતત થયા રાખે છે અને રોજગારીના આંકડાઓને સુધરવા દેતા નથી. આ રાજકીય કે શાસકીય, પ્રશાસકીય વિષય મુદ્ો કે લાગણીનો વિષય નથી. મહારાષ્ટ્રમાં મુંબઇ ખાતે જ સેન્ટ્રલ રેલવેનું વિક્યોરિયા ટર્મીનસ ખાતે મુખ્ય મથક છે જ. પ્રધાનમંત્રી પદે બિરાજેલ નરેન્દ્રભાઇ મોદી તો ઉત્તરપ્રદેશ વારાણસી સસંદીય વિસ્તારમાં છે પરંતુ અમિતભાઇ શાહ સાબરમતી, ગાંધીનગર ગુજરાતમાંથી જ છે અને 25 લોકસભા સાંસદો છે.
વર્તમાન સરકારને સળંગ લેખીએ તો 7 વર્ષ પૂરા કર્યા છે અને મુખ્યાલય ખસેડવું તે ઉચિત નિર્ણય માટે રાષ્ટ્રીયહિતનો અવસર છે. આ બાબતે જામનગરના વડીલ મુરબ્બી ચંદ્રવદન પંડ્યા પણ સરકારને ધ્યાન દોરી ચુક્યા છે.