જામનગરના વેપારી ની પ્રથમ બંદૂક ખોવાઈ ગયા બાદ બીજા અત્યાર ની ખરીદી માટેની પરવાનગી કલેકટર દ્વારા નો અપાતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

સ્વરક્ષણ નું લાયસન્સ મેળવવું એ દરેકનો અધિકાર છે, પરંતુ અત્યારે ત હથિયાર નું લાયસન્સ જરૂરિયાત કરતાં વધુ મોભા નું પ્રતિક બની રહ્યું છે, આર્મ એક્ટ ની જોગવાઈ મુજબ લાયસન્સ હોવા છતાં હથિયાર ગુમ થાય તો બીજું મેળવવું અઘરું છે કે અશક્ય નો મુદ્દો ન્યાયની કસોટી ઉપર ચડ્યો છે, જામનગરના વેપારી પાસે હથિયાર નું લાયસન્સ હતું પરંતુ તેને છેલ્લા ચાર વર્ષથી એક હથિયાર ખોવાયા પછી બીજો  મેળવવા પ્રશાસન મંજૂરી આપતું ન હોવાથી વેપારી ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટના શરણે ગયા છે,

હથિયાર ખરીદવા માટેની પરવાનગી માટે હાઈકોર્ટમાં પહોંચેલા આ બનાવની વિગત એવી છે કે જામનગર ના વેપારી અશફાક ખત્રી ને છેલ્લા કેટલાક સમયથી ખંડણી અને ધમકીના ફોન છોટા શકીલ ગેંગ તરફથી મળી રહ્યા છે અને તે માટે તેણે પોલીસ ફરિયાદ પણ કરી છે અને સુરક્ષાની પણ માગણી કરી છે, સાથે સાથે તેણે હથિયાર ખરીદવા ની પરવાનગી પણ માગી છે 2018 માં અમદાવાદ થી જામનગર આવતા હતા ત્યારે પરવાના વાળું  હથિયાર ખોવાઈ ગયું હતું, બંદૂક ખોવાઈ ગયાની જામનગર પોલીસમાં જાણ કરી હતી અને ફરિયાદ પણ નોંધાવી હતી જોકે તેની જાહેરાત એફ.આઇ.આર તરીકે નોંધાઈ ન હતી.

આ દરમિયાન અશફાક અહેમદે જામનગર કલેકટર પાસે બીજું હથિયાર રિવોલ્વર ખરીદવાની પરવાનગી માંગી હતી પરંતુ અશફાક  તેનું પ્રથમ હથિયાર સંભાળ અંગે બેદરકારી દાખવી હથિયારની ની જાળવણીમાં કસૂરવાર ગણિ નવું હથિયાર ખરીદવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો, અશફાક અહેમદે પોતાની ઉપર જાનનું જોખમ હોય ધમકી મળતી હોય હથિયારની ખાસ જરૂર હોવાની દાદ સાથે હાઇકોર્ટમાં ગયા અઠવાડીએ હવકીલ સિકંદર સૈયદ ના હાઇકોર્ટમાં નવું હથિયાર ખરીદવાની મંજૂરી આપવા દાદ માગી છે હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એ  સરકારી વકીલ ને કાયદામાં એક હથિયાર ખોવાયા પછી બીજું  તે ખરીદવા માટે કોઈ પ્રતિબંધ છે કે કેમ?

તેની જોગવાઈ ની સમીક્ષા કરવા જણાવ્યું છે ન્યાયમૂર્તિએ આ અંગે પુરાવા અને જોગવાઇ કોર્ટ સમક્ષ મુકવા જણાવ્યું છે અશફાક અહેમદને ખોવાયેલા હથિયાર અને તેની પરિસ્થિતિ જીવનું જોખમ છોટા શકીલ ગેંગની ધમકી અને ખંડણીની માગણી સહિતના સંજોગો ને ધ્યાને લઇ નવું હથિયાર ખરીદવા પરવાનગી આપવી કે કેમ તે આ અંગે તારીખ આપવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હથિયારના લાઇસન્સ જરૂરિયાત કરતાં વધુ શોખ નું પ્રતિક બની રહ્યા છે.

ત્યારે આર્મ એક્ટ ની જોગવાઈમાં એક હથિયાર ખોવાઈ જાય પછી બીજું ખરીદવા માટે મંજૂરી મળે કે કેમ તે અંગે સમીક્ષા થઈ રહી છે અથવા તેમના આ કેસથી હાઇકોર્ટનો નિર્ણય લાયસન્સ હોવા છતાં હથિયાર ગુમ થાય તો બીજો મેળવવું શક્ય બને કે ન બને તેની સ્થિતિ માં આ ચુકાદો માર્ગદર્શક બની રહેશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.