છેલ્લા એક વર્ષથી મોટા પણ તકેદારી રાખી રહ્યા છે ત્યારે સામાન્ય રીતે વધુ કેર આપણાં સંતાનોની લઇએ છીએ, હમણા બીજી લહેરમાં બાળકોમાં ચેપનું પ્રમાણ જોવા મળતા દરેક મા-બાપે વિશેષ કાળજી લેવી જરૂરી

ગત માર્ચ 2020થી કોરોના મહામારીના પગલે શાળા બંધ થયા વચ્ચે ખુલ્લીને ફરી બંધ થઇ એવા સંજોગોમાં છેલ્લા એક વર્ષથી બાળકો સતત ઘેર રહેવાથી હવે કંટાળી ગયા છે. ઘણા મા-બાપો ફરિયાદ કરે છે કે તેમના સંતાનો ચિડીયા સ્વભાવ સાથે તોફાની થઇ ગયા છે. આજના યુગમાં તો બધા જ મા-બાપ પોતાના સંતાનોની તમામ પ્રકારની રસી મુકાવીને તેને રક્ષિત કર્યા છે. પણ કોવિડ-19ના પગલે દરેક મા-બાપની ચિંતા વધારી છે. ર4 કલાક ઘરમાં જ રહેતા બાળકોનો શું વાંક? વગર પરિક્ષાએ પાસ થઇ ગયાને વળી કયાંય બહાર જવા આવવાનું ન હોવાથી ટબુકડા હેરાન પરેશાન થઇ ગયા છે.

નાના બાળકોમાં વાયરલ ઇન્ફેકશન સાથે શરદી, ઉઘરસ, ઝાડા, ઉલ્ટી, તાવ વિગેરે નાની મોટી સમસ્યા હોય જ છે અને રહેવાની પણ ખરી ઋતુ બદલાય એટલે પણ બાળકો માંદા પડે છે ત્યારે અત્યારની કોરોના મહામારીમાં ટબુકડા બાળ મિત્રોને તેનાંથી કેમ બચાવવા તે સૌથી મોટો પ્રશ્ર્ન દરેક મા-બાપને સતાવે છે. સૌથી મોટી તકલીફ તો ત્યારે થાય છે જયારે ઘરમાં જ એક- બે પોઝિટીવ આવે ને બાળકો ત્યાં જ રહેતા હોય હોમ કવોરન્ટાઇન સમયે બાળકોનું શું કરવું તે પ્રશ્ર્ન સૌને સતાવી રહ્યો છે.

હાવર્ડ હેલ્થના અહેવાલ મુજબ કેટલાંક બાળકોમાં લક્ષણો જોવા મળી રહ્યા છે. તો કેટલાંકમાં લક્ષણો જોવા મળતા જ નથી. જે બાળકોને રોગ પ્રતિકારક શકિતની કાયમી સમસ્યા રહેતી હોય અને હાલતાં માંદા પડતા બાળકો માટે હાલનો સમય વધુ જટીલ. જો કે કોરોના ના સૌથી સામાન્ય લક્ષણોમાં કફ, શરદી અને માથાનો દુ:ખાવો  છ. સાવ નાનકડું બાળક હોય તેને આવી સમસ્યા સર્જાય ત્યારે તે કહીના શકે કે સહી ના શકે એવા સંજોગોમાં મા-બાપની ચિંતામાં વધારો થાય છે. આજે જયારે ડગલેને પગલે કોરોના કેસ વધી રહ્યા છે તેવા સંજોગોમાં નવા પ્રકારના લક્ષણોને અવગણવું ના જોઇએ અને તાત્કાલીક પરીક્ષણ કરાવી લેવું હિતાવહ છે.

કેવા પ્રકારના લક્ષણોમાં મા-બાપે કાળજી લેવી વધુ હિતકારી છે એમાં સતત તાવ, ચામડી ઉપર ફોલ્લીઓ, આંખો લાલ થવી, હોઠ, ચહેરો, વાદળી થવો, થાક, સુસ્તી અતિ શય ઊંઘ, શરીર અને સાંધાનો દુ:ખાવો, ઉલ્ટી, પેટમાં ખેચાણ ભુખ ન લાગવી કે ચિડિયાપણાનો સ્વભાવ મુખ્ય જોવા મળે છે. પુખ્ત વયના લોકો અને બાળકોમાં વધતા કેસો પાછળ ઘણા કારણો હોય શકે જો કે કોરોના વાયરસને સમગ્ર વિશ્ર્વના વૈજ્ઞાનિકો પુરો ઓળખી નથી શકયા એવા સંજોગોમાં બાળકોને ખતરો હાલ ઓછો જોવા મળી રહ્યો છે. ગયુ આખું વર્ષ બાળકો લોકડાઉન સાથે રોગચાળાના વાતાવરણમાં ઘરમાં જ હતા હવે તે બહાર નીકળી રહ્યા છે. ત્યારે અને બહાર રમવા મુસાફરી સાથે સ્વચ્છતા  અને માસ્કની બે કાળજી વધુ કારણ ભૂત હોય શકે છે.

વૈશ્ર્વિક લેવલે કોરોના પર સંશોધન ચાલુ છેે એવા સંજોગોમાં હવે બાળકો ઉપરના સંશોધનો શરૂ થયા છે. જેમાં ર થી 16 વર્ષના બાળકોમાં ચેપનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જો મા-બાપ કાળજી ન લે તો બાળકોમાં કોવિડ-19નું ઇન્ફેકશન વધવાની શંકા બાળરોગ નિષ્ણાંતોઓ કરી છે. હાલ વાયરસના લક્ષણો  અને એસિમ્પટમેટિક કેસો વધુ જોવા મળી રહ્યા છે. પીડીયાટ્રીકના મતે બાળકોમાં મલ્ટી સીસ્ટમ ઇન્ફલેમેટરી સિન્ડ્રોમ (MIS-C) નો અસરો જોવા મળશે. નવો સ્ટ્રેઇન પહેલા કરત વધુ શકિતશાળી હોય મા-બાપે વિશેષ તકેદારી રાખવી પડશે, ઘણી શૈક્ષણિક સંસ્થાના અહેવાલો જોવા મળતાં રોગ શાસ્ત્રીઓ માનવા લાગ્યા છે કે નવો સ્ટ્રેઇન બાળકોની ઇમ્યુન સિસ્ટમને નુકશાન પહોચાડી શકે છે.

આજકાલ પવર્તમાન સંજોગોમાં ડોકટરો પણ બાળકોનું ખાસ ઘ્યાન રાખવાની સલાહ આપે છે. બાળકોને કોરોના પોઝિટિવ  પરિવારમાંથી ચેપ લાગી શકે છે. બાળકોમાં કોરોનું સામાન્ય લક્ષણ ડાયેરીયા છે. આપણાં ગુજરાતના સુરત શહેરમાં નોંધાયેલા કેસો પૈકી 296 કેસ 10 વર્ષથી નીચેના બાળકોના જોવા મળ્યા છે. નવો સ્ટ્રેઇન નવજાત બાળકો માટે વધુ ઘાતક નીવડી શકે એમ છે ત્યારે કોરોના સંક્રમિત બાળકોનો મૃત્ય દર પણ વધારે જોવા મળેલ છે. સાથો સાથ તેમને ઓકિસજન અને વેન્ટિલેટર સપોર્ટની પણ જરુર પડે છે.

પવર્તમાન કોવિડ-19 ના વાતાવરણમાં કોઇપણના ઘરમાં બાળકને તાવ, ઉઘરસ, શરદી, ઉલ્ટી, માથુ દુખવાના લક્ષણો  દેખાય કે તુરંત જ કોરોના સંક્રમણ છે. એમ માનીને ઘરના વડીલોથી દુર કરવા સાથે તેને માસ્ક પહેરાવોને ઘરના તમામ પણ માસ્ક ફરજીયાત પહેરે એવી કાળજી દરેક મા-બાપે લેવી પડશે., બાળકોમાં બાળરોગ નિષ્ણાંતની સલાહ મુજબ જ રીપોર્ટ કરાવવા તેને મોટાની જેવા એચ.આર.સી.ટી. કે ડી-ડાયમેર ફેરેટીન જેવા રિપોર્ટ કોઇ જરુરીયાત હોતી નથી તેથી તે ન કરાવવા મા-બાપને સલાહ છે.

બાળકોમાં લક્ષણો જલ્દીથી આવે ને જલ્દીથી જતાં પણ રહેતા હોવાથી મીનીમમ 10 થી 1ર દિવસ તકેદારી રાખવી, ઘણીવાર તો બે ત્રણ  દિવસમા  સારૂ થઇ જાય તો પણ નહીં તકેદારી દોઢ વીક ફરજીયાત રાખવી, બાળકોમાં ફલુનું લક્ષણ સામાન્ય હોય છે. પણ કોરોનાના કેસમાં પ્રારંભના ત્રણ-ચાર દિવસમાં નેગેટીવ આવી શકે બાદમાં વાયરસનો લોડ વધતા પોઝિટીવ આવતા હોય છે. પાંચ છ વરસના બાળકોમાં સાથે વધુ રહેતા હોવાથી બેમાંથી એકને હોય તો બીજાને છે  એમ જ માનીને ચાલવું હિતાવહ છે.

સાવ નાનું બાળક હોય તો તેને મા સાથે રાખવું જરુરી છે. માતાના ઘાવણમાંથી લગભગ બધા પોષક દ્રવ્યો મળી જાય છે. તેથી મોટે ભાગે વાંધો આવતો નથી જો બાળકો કોરોના પોઝિટિવ હોય તો તે સુપર સ્પ્રેડર બની શકે છે.

બાળકોને પર્વતમાન સમયમાં તેની ઉભર મુજબ સમજ આપવી, મા-બાપને જોઇને પણ શીખી શકે છે.

હાથ ઘોવા, માસ્ક જેવી સમજ બરોબર આપવી દરેક મા-બાપની પ્રાથમિક સાવચેતીની ફરજ છે. જો કે મોટે ભાગે બાળકોની પ્રતિકારક શકિત સારો હોય તો મુશ્કેલી નથી આવતી પણ આની સમસ્યા હોય તો જોખમ રહે છે માટે કાળજી લેવી જરુરી છે.

90 ટકા કેસમાં બાળક પોઝિટીવ હોવા છતાં લક્ષણો દેખાતા નથી

318760 childrencoronaviruszee

બાળકોમાં પોલ્યુશનનું એકસપોઝર ન હોવાથી તેમના ફેફસા કોરોના સામે લડવા સક્ષમ હોય છે. બાળકો સુપર સ્પેડરનું કામ કરી શકે છે. જો કે એક વાત એવી પણ જાણવા મળી કે 90 ટકા કેસમાં બાળકોને પોઝિટીવ હોવા છતાં કોઇ લક્ષણો દેખાયા ન હતા. હાલ કોરોનાની બીજી લહેરે ફરી વખત આપણને પહેલા જેવી સ્થિતિમાં મુકયા છે. આ લહેર ભયાનક એટલે કે કે આ વખતે તેને નાના બાળકોને પણ સંક્રમિત કર્યા છે. નાના બાળકોમાં આ બિમારીની ગંભીરતા વધી ગઇ છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની ગાઇડ લાઇન મુજબ 10 વર્ષથી નાની ઉમરના બાળકો સીવિયર કેટેગરીમાં છે. એટલે આ બાળકોને કોરોના વાયરસનો ખતરો વધારે છે. દરેક મા-બાપને વિનંતી કે બાળકોને ઘરમાં જ રહે તેવા પ્રયત્નો કરવા, બાળકો એક બીજા સાથે રમતાં હોય તેમાં પણ કોરોના સ્પેડ થઇ શકે છે.

કોરોના પોઝિટિવ માતા બાળકને સ્તન પાન કરાવે તો ચપ લાગે?

આખી દુનિયામાં ફેલાયેલો કોરોનો વાયરસ બાળકોને પણ ચેપ લાગી રહ્યો છે. કોરોના પોઝિટીવ માતા તેના બાળકને સ્તનપાન કરાવે તો ચેપ લાગે કે નહીં તે બાબતનાં એક નાનકડા રિસર્ચમાં ન્યુયોર્કના તબિબને જાણવા મળ્યું કે બાળકો નોર્મલ હતા. તેમણે 1ર0 કોવિડ પોઝિટીવ માતા ઉપર સર્વે કરેલ હતું. આ ડોકટરના કહેવા મુજબ જો સ્તનપાન કરાવતી વખતે માતા ઇન્ફેકશન ફેલાય નહી તેની સામાન્ય તકેદારી રાખે તો પણ બાળકને ચેપ લાગવાની શકયતા ઘટી જાય છે. માતાએ સર્જિકલ માસ્ક પહેરવું તેમજ નિપ્પલને યોગ્ય રીતે ડિસિન્ફેકટ કરવું જરૂરી છે. એક રૂમમાં જ હોય ત્યારે બાળકનું ઘોડીયું માતાથી 6 ફુટ દૂર હોવુ જરુરી છે. આ સંશોધન બાદ ગર્ભવતિ મહિલાઓમાં રહેલા ડરને દૂર કરવામાં મદદ મળી હતી. યુ.કે. જેવા દેશમાં પણ કોરોનાના ડરને કારણે બાળક સ્તનપાનથી વંચિત ના રહે તે વાતનું ખાસ ઘ્યાન રખાય છે. બાળકને તમામ પોષણ માતાના ઘાવણમાંથી મળતા હોવાથી આ બાબતે સૌએ ઘ્યાન રાખવું જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.