- રાજકોટ ખાતે માનવ ઉત્કર્ષ મહોત્સવના પ્રથમ દિવસે જ સમગ્ર રાજકોટ શહેર તથા ગ્રામ્યનું માનવ મહેરામણ હજારોની સંખ્યામા ઉમટી પડયો
- આજે દિકરાઓને જન્મ આપીને જન્મદાતા બની શકાય છે પણ સંસ્કાર આપીને પ્રદાતા કઈ રીતે બની શકાય? એ વિષયક ‘વારસ સાથે વિમર્શ’ વિષયક કથા પ્રસ્તુતિ
રાજકોટ ખાતે માનવઉત્કર્ષ મહોત્સવના પ્રથમ દિવસે જ સમગ્ર રાજકોટ શહેર તથા ગ્રામ્યનું માનવ મહેરામણ હજારોની સંખ્યામાં ઊમટી પડ્યું હતું.
આ માનવઉત્કર્ષ મહોત્સવનો ઉદ્દઘોષ કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરથી નીકળેલી તથા રેસકોર્સ ગ્રાઉન્ડ પર પહોંચેલી ભવ્ય પોથીયાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો.જેમાં ઉઉં, બેનરવાળા, ધજાવાળા, પોથી ઉપાડતા, માટલીવાળા, રાસસગરબાવાળા, સ્કૂટર રેલી કરતા, કીર્તન આરાધના કરતા મહિલા ભક્તો જોવા મળ્યા હતા.
રેસકોર્સ મેદાન ખાતે સાંજે 7 વાગ્યે રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી, આયોજક સંતોની સાથે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુ, કમિશ્નર રાજુભાઈ ભાર્ગવ, મેયર પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર,ડીડીઆ દેવભાઈ ચૌધરી, રાજકોટ નરેશ માંધાતાસિંહજી સહિત સામાજીક અગ્રણીઓ દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
આજથી શરુ થયેલ આ મહોત્સવનો રાજકોટની ધર્મપ્રેમી જનતા સતત પાંચ દિવસ સુધી લાભ લઇ શકશે. મહોત્સવમાં પ્રવેશતા વિશાળ અને આકર્ષક પ્રવેશદ્વાર, નયનરમ્ય ફાઉન્ટેન ભાવિકોને આવકારશે.મહોત્સવ સ્થળે અંદર પ્રવેશ કરતા જ ભાવિકો પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય પ્રતિમાના દર્શન કરશે. જમણી તરફ વૃક્ષારોપા વિતરણ,રક્તદાન યજ્ઞ, અંગદાન સંકલ્પ યજ્ઞ, પ્રેમવતી તથા સાહિત્ય ઔષધ ભંડાર વગેરે નજરે ચડે છે.ભવ્ય પ્રવેશદ્વાર પાસે જ અત્યાધુનિક પ્રદર્શનો મુકવામાં આવ્યા છે. અતિ આધુનિક મેપિંગ શો પારિવારિક શાંતિનો સંદેશ પૂરો પાડે છે. સંસ્કારોની ગંગા આ પારિવારિક પ્રદર્શનો દ્વાર પ્રાપ્ત થઈ રહી છે. મહોત્સવ સ્થળે પ્રમુખ રક્તદાન મહાયજ્ઞ અંતર્ગત રાજકોટના સર્વે સ્વસ્થ પ્રજાજનો ઉત્સવના દિવસો દરમ્યાન રોજ સાંજે 7 થી 11 રક્તદાન કરી શકશે.
વક્તવ્યનાં અંતમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હજારોની જનમેદની સાહસ અને સ્વપ્ન સાથે, પરિશ્રમનાં સંકલ્પ સાથે સંયમ,સાવધાની અને ધીરજ સાથે સફળતા મેળવવા કટિબદ્ધ થઈ.
માનવ ઉત્સવ મહોત્સવ પ્રથમ દિન વક્તવ્યનાં મુખ્ય અંશો માણસ જો ધારે તો…
- ઉમરની મર્યાદાને ઓળંગી શકે.
- શારિરીક મર્યાદા કે રોગો વચ્ચે કાર્ય કરી શકે.
- શૂન્યમાંથી સર્જન કરી શકે.
- ઓછા ભણતર સાથે પણ સફળતા પ્રાપ્ત કરી શકે.
- ટીકા અને નિંદા વચ્ચે પણ સફળ થઇ શકે.
- અન્યાય કે અત્યાચાર વચ્ચે પણ સફળ થઇ શકે.
- દુ:ખોમાં પણ પ્રસન્ન રહી શકે.
- નિષ્ફળતા પછી પણ સફળતા મેળવી શકે.
- ખરાબ આદત અને સ્વભાવ છોડી શકે અને છોડાવી શકે.
- પેન્સિલ પાસેથી શીખો.’બટકો નહિ ત્યા સુધી અટકો નહિ’ અને ’અટકો તો છોલાવાની તૈયારી રાખો.’
- જન્મે છે ત્યારે શ્વાસ છે નામ નથી, મરે છે ત્યારે નામ છે શ્વાસ નથી.
- રોજ જીતવા બેસી ન રહો રોજ નવા કામ વિચારો.
- સતત તમારી જાત ને શોધો – રીઈન્વેન્ટ કરો.
- રોજ દર્પણમાં રૂપ દર્શન કરીએ છીએ, માનવ ઉત્કર્ષમાં સ્વરૂપ દર્શન કરવાનું છે.
- વાનર જો ધારે તો સેતુ બનાવી શકે પણ રામ નામ લખીને પથ્થર નાખવા પડે. માણસ જો ધારે તો સફળ થઈ શકે પણ ઘનશ્યામને સાથે રાખવા પડે.